Bt 32 મગફળી : 32 નંબર મગફળીથી ખેડુતો માલામાલ

ગુજરાત મગફળીના વાવેતર માટેનું હબ ગણી શકાય. જો કે હવે રાજસ્થાન તેમજ આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં મગફળીનું વાવેતર જોવા મળી રહ્યું છે. મિત્રો આજની પોસ્ટમાં Bt 32 મગફળી અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું. અને આ Bt 32 મગફળીનું ઉત્પાદન પાછલા કેટલાક વર્ષોમાં નંબર વન જોવા મળી રહ્યું છે.

32 નંબર મગફળી

મિત્રો Bt 32 મગફળીનું સંશોધન જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2016 માં કરવામાં આવ્યું હતું. અને આ મગફળી અત્યારના સમયમાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. Bt 32 મગફળીને જીજેજી-32 નામથી પણ ઓળખવામાં આવે છે.

મિત્રો Bt 32 મગફળી રોગપ્રતિકારક શક્તિમાં બેહદ સ્થાન ધરાવે છે. કેમકે આ વેરાઈટીનું સંશોધન જે રૂપે થયું છે એ રૂપે Bt 32 મગફળીમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ રહેલી છે. મિત્રો આ મગફળીમાં જીવાતનો એટેક વધુ પડતો જોવા મળતો નથી. સાથે સાથે Bt 32 મગફળીમાં ઈયળનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોવા મળતું હોવાથી આ મગફળીના પર્ણ છેલ્લી અવસ્થા સુધી અંકબંધ ટકેલા જોવા મળે છે.

Bt 32 મગફળીનું વાવેતર ચોમાસા દરમિયાન કરવું બેસ્ટ ગણાશે. છતાં પણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોમાં આ મગફળી ઉનાળુ મગફળી તરીકે પણ વાવેતર કરવામાં આવે છે. પરંતુ સર્વશ્રેષ્ઠ ઉત્પાદન Bt મગફળી મગફળીનું ચોમાસા દરમિયાન મળે છે. એટલે ચોમાસાની સિઝન દરમિયાન આ મગફળીનું વાવેતર કરવું યોગ્ય ગણાય.

Bt 32 મગફળી

મિત્રો Bt 32 મગફળી વિપરીત હવામાનમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ છે. કેમકે જ્યારે જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદનો ગેપ આવતો હોય છે, આવા સમયગાળા દરમિયાન પણ Bt 32 મગફળી લીલીછમ રહે છે. એટલે જ વિપરીત હવામાન વચ્ચે પણ Bt 32 મગફળી બેસ્ટ છે.

બીટી 32 મગફળીના વાવેતર અંગેની ટૂંકી માહિતી મેળવીએ તો, મિત્રો આ મગફળી ઓરવીને પણ વાવી શકાય. એટલે કે 25 મેની આજુબાજુ આ મગફળીનું વાવેતર કરી શકાય છે. કેમ કે આ લાંબો સમય સુધી ઉભી રહેતી મગફળી છે. તો ચોમાસાની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે પણ આ મગફળીની વાવણી કરી શકાય. એટલે 15 જૂનથી છેલ્લે 30 જુન સુધીના સમયગાળા દરમિયાન પણ 32 મગફળીનું વાવેતર કરી શકાય.

Bt 32 મગફળી પાકવાનો સમય જોઈએ તો, મિત્રો હવામાન જો યોગ્ય હવામાન હોય અને સમયસર વરસાદના રાઉન્ડ ચોમાસા દરમિયાન જોવા મળે તો, બીટી 32 મગફળી 115 દિવસથી 125 દિવસના સમયગાળા દરમિયાન તૈયાર થઈ જાય છે. જોકે પાકવાના દિવસો જમીનના પ્રકાર ઉપર નિર્ભર રહે છે. થોડી નબળી જમીન હોય તો, આ મગફળી 115 દિવસની આજુબાજુ તૈયાર જાય છે. જ્યારે સારી જમીન હોય તો, 125 દિવસ જેટલો પણ સમય આ મગફળી લ્યે છે.

32 નબંર મગફળીથી ખેડૂતો માલામાલ

મિત્રો Bt 32 મગફળીની વાવેતર અંગેની પદ્ધતિ અંગે થોડી માહિતી મેળવીએ તો, મિત્રો મોટાભાગના ખેડૂતોનું એવું કહેવું છે કે, આ મગફળીનું વાવેતર જો સાંકડી જાળીએ કરવામાં આવે તો, ઉત્પાદન સારું એવું મેળવી શકાય. એટલે જ Bt 32 મગફળીનું વાવેતર 18 થી 22 ઇંચની જાળીએ કરવું હિતાવહ છે. જેથી ઉત્પાદન સારું એવું મેળવી શકાય.

મિત્રો Bt 32 મગફળીના ઉત્પાદન અંગેની વાત કરીએ તો, આ મગફળીનું ઉત્પાદન જમીન મુજબ મળે છે. જો સારી જમીન હોય તો ઉત્પાદન સારું એવું મેળવી શકાય. જ્યારે મધ્યમ અથવા તો નબળી જમીન હોય તો, તે મુજબ 32 મગફળીનું ઉત્પાદન મળે છે. મિત્રો ખેડૂતોના રીવ્યું મુજબ સારી જમીનમાં Bt 32 મગફળીનું ઉત્પાદન વિધે સરેરાશ 25 મણથી 35 મણ સુધીનું પણ લઈ શકાય છે.

ટૂંકમાં મિત્રો આ મગફળીમાં ખર્ચની સામે ઉત્પાદન ખૂબ જ સારું મળતું હોવાથી ખેડૂતો યોગ્ય વળતર મેળવે છે. બીટી મગફળી 32 ના દાણા સ્વાદમાં કડછા જોવા મળે છે. તો અમુક ખેડૂતોના મંતવ્યો મુજબ bt 32 મગફળીનો પાલો પણ બીજી મગફળીની સરખામણીમાં કડછો હોય છે.

બીટી 32 મગફળીમાં દોડવાની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. સાથે સાથે આ મગફળીના સૂપા પણ વધુ મજબૂત હોવાથી જ્યારે આ મગફળી ખેડૂતો ટ્રેક્ટર દ્વારા પાડે છે ત્યારે, આ મગફળી જમીનમાં ઓછી તૂટે છે. તેથી ખેડૂતોને મજૂરી ખર્ચ પણ આ મગફળીમાં ખૂબ જ ઓછો આવે છે.

મિત્રો Bt 32 મગફળીમાં ફુગજન્ય રોગોનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે જ છોડના થળમાં આવતી ફૂગ તેમજ પર્ણમાં આવતી ફુગનું પ્રમાણ આ મગફળીમાં ખૂબ જ ઓછું હોવાથી બીટી ૩૨ મગફળી ભરપૂર ઉત્પાદન આપનાર આ મગફળી ગણાય છે. ખર્ચની સામે ઉત્પાદન સારું મળતું હોવાથી આ મગફળી તરફ ગુજરાતના ખેડૂતો ધીરે ધીરે ખેંચાઈ રહ્યા છે.

તો મિત્રો ખેતીલક્ષી તેમજ હવામાનલક્ષી નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે બધા મિત્રો જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!