ગિરનાર 4 મગફળી સંપૂર્ણ માહિતી

મગફળીના વાવેતરમાં ગુજરાત રાજ્ય હબ ગણાય છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર મોટા પાયા કરવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોમાં મગફળીની નવી નવી વેરાયટીઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આવી જ એક વેરાઈટી ગિરનાર 4 મગફળી અંગેની માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

મિત્રો ગિરનાર 4 મગફળીનું સંશોધન 2021 ની સાલમાં સંશોધન કરવામાં આવ્યું છે. આ વેરાઈટી મબલક ઉત્પાદન આપી શકે છે. મિત્રો ગિરનાર 4 વેરાઈટી કંઈક અંશે Bt 32 મગફળી ને મળતી આવે છે. રોગપ્રતિકારક શક્તિ આ મગફળી ખૂબ જ ધરાવે છે.

મિત્રો ગીરનાર ફોર મગફળીના ઉત્પાદન અંગેની વાત કરીએ તો, જમીન મુજબ ગિરનાર 4 મગફળીનું ઉત્પાદન સારૂ એવું મળે છે. સારી જમીનમાં ગીરનાર 4 મગફળીનું ઉત્પાદન 25 મણથી લઇ અને 35 માણસ સુધી પ્રતિવિઘે મેળવી શકાય છે. જ્યારે મધ્યમ પ્રકારની જમીનમાં 20 મણથી 30 મણનું ઉત્પાદન આ મગફળીમાં આવે છે.

ગિરનાર 4 મગફળી

ગિરનાર 4 મગફળીનું વાવેતર મોટેભાગે ચોમાસુની સિઝન દરમિયાન કરવું હિતાવહ છે. કેમકે આ એક લાંબી અવસ્થાના સમયગાળા માટેની મગફળી હોવાથી ઉનાળામાં ગિરનાર 4 મગફળીનું ઉત્પાદન ચોમાસા જેટલું આવતું નથી. મિત્રો આ મગફળીને જેટલી ટૂંકી જાળીએ વાવવામાં આવે તેટલું ઉત્પાદન વધુ મેળવી શકાય છે.

વાવેતરના અંતરની વાત કરીએ તો, ઘણા ખેડૂતો ગીરનાર 4 મગફળીને સેમર એટલે કે પિયત બાંધીને પણ વાવેતર કરે છે. તો ઘણા ખેડૂતો 18 ઇંચથી લઈને 22 ઇંચ ના અંતરે પણ વાવેતર કરી રહ્યા છે. ટૂંકમાં મિત્રો 20 inch નું અંતર એટલે કે બંને હાર વચ્ચે 20 ઇંચનું અંતર આ મગફળી માટે ઉત્તમ ગણી શકાય. જેથી ઉત્પાદન પણ સારું મેળવી શકાય.

મિત્રો Bt 32 મગફળી ની જેમ ગિરનાર 4 મગફળી પણ વિપરીત અવસ્થામાં પણ પોતાનું અસ્તિત્વ સમય મુજબ ટકાવી રાખે છે. ક્યારેક ક્યારેક ચોમાસા દરમિયાન વરસાદનો ગેપ આવે છે તો, પણ આ મગફળીમાં ઝાઝો ફરક જોવા મળતો નથી. તો અતિવૃષ્ટિના માહોલમાં પણ આ મગફળી સમય મુજબ ટકી રહે છે. મગફળી જ્યારે પરિપક હોય ત્યારે વરસાદના રાઉન્ડ આવતા હોય તો પણ આઠથી દસ દિવસ વધારે ઉભી રાખવી હોય તો, આ મગફળીના આરામથી ઉભી રાખી શકાય છે.

મિત્રો મે મહિના દરમિયાન આ મગફળીને ઓરવીને પણ વાવી શકાય છે. જો પાણીની વ્યવસ્થા ન હોય તો, જૂન મહિનામાં પણ આ મગફળીનું વાવેતર કરી શકાય છે. 10 જૂનથી લઈ અને 25 જૂન દરમિયાન જો ગિરનાર 4 મગફળીનું વાવેતર કરવામાં આવે તો તે ભરપૂર ઉત્પાદન આપી શકે છે. એટલે ચોમાસા દરમિયાન ગિરનાર 4 મગફળીનું વાવેતર કરવું બેસ્ટ ગણાય છે.

મિત્રો ગિરનાર 4 મગફળીમાં ડોડવા મોટેભાગે થડમાં હોવાથી આ મગફળી જ્યારે પાડવાની હોય છે, ત્યારે દોડવા જમીનમાં વધુ પડતા તૂટતા નથી. સાથે સાથે જમીન જો છેલ્લા વરસાદના કારણે અતિ ભેજવાળી હોય તો, પણ ગિરનાર 4 મગફળીના ડોડવા ઉપર માટી વધુ પડતી ચોટતી નથી. એટલે મજૂરી ખર્ચમાં પણ આ મગફળીમાં ખર્ચ ખૂબ જ ઓછું આવે છે.

ગિરનાર 4 મગફળીમાં રોગ જીવાત અંગેની વાત કરીએ તો, મિત્રો આ મગફળી રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ધરાવે છે. આ મગફળીમાં ચુસિયા વર્ગના રોગ મોટેભાગે જોવા મળતા નથી. જેમાં પોપટી, થ્રીપ્સ, કથેરી જેવી ચુસીયા મગફળીમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. તો ઇયળનો પ્રભાવ પણ આ મગફળીમાં ખૂબ જ ઓછો જોવા મળે છે. એટલે પાલો આ મગફળીનો ભરપૂર મળે છે.

જ્યારે જ્યારે અતિવૃષ્ટિનો માહોલ હોય, ત્યારે ત્યારે ગિરનાર ફોર મગફળીમાં ગેરૂ ટીકા જેવા રોગ મગફળીના પર્ણમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. તો થડની સફેદ ફુગ પણ આ મગફળીમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. છતાં પણ સમય મુજબ યોગ્ય ફંગી સાઈટનું એટલે કે સારા ફૂગનાશકનો છંટકાવ ગિરનાર ફોર મગફળીમાં કરવો હિતાવહ છે.

error: Content is protected !!