ફાગણ મહિનાનું હવામાન : ચોમાસાનો વર્તારો

ફાગણ મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? એ મુજબ આવનારૂ ચોમાસું વર્તારો કેવો રહે? એ અંગે મહત્વની વાત કરશું.

ચોમાસાનો વર્તારો

કારતક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે. એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું જોવા મળે તો ચોમાસું કેવું રહે? એ અંગેની આ પોસ્ટમાં વાત કરશું નહીં. પરંતુ ઉનાળુ સિઝનમાં આવતા ફાગણ મહિનાની સ્થિતિ મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો ચોમાસામાં કેવી પરિસ્થિતિ આકાર લ્યે? એ સંબંધિત આ પોસ્ટમાં વાત કરશું.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અંજવાળી એકમે એટલે કે ફાગણ મહિનાની સુદ એકમે દિવસે શતતારકા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે. ટૂંકમાં મિત્રો ફાગણ મહિનાની સુદ એકમે શતતારકા નક્ષત્ર હોવું ન જોઈએ.

ફાગણ મહિનાનું હવામાન મુજબ એક બીજો યોગ જોઈએ તો, ફાગણ સુદ સાતમ, આઠમ તેમજ નોમના દિવસે જો દિવસે મેઘ ગર્જના સંભળાય તો, મિત્રો ભાદરવી અમાસે વરસાદ આવે આવે અને આવે આ વાત લખી લેવી. એક લોકવાયકા મુજબ ચોમાસામાં આવનાર સમય શ્રાવણ વદ અમાસ પણ વર્ણવામાં આવે છે.

ફાગણ સુદ પૂનમનો ખાસ અભ્યાસ કરવો. ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે હોળીની ઝાળ જો ઊંચી ને ઊંચી જાય તો, તે યોગ સારા ગણાતા નથી. ટૂંકમાં તે સમયે જો પવનની હાજરી ન હોય તો ચોમાસું નબળું રહે છે. તેમ જ રજા અને પ્રજા પણ દુઃખી થાય. આવી વાત પ્રાચીન વરસા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

ફાગણ મહિનાનું હવામાન

ફાગણ સુદ પૂનમની સાંજે જો પશ્ચિમનો પવન હોય તો, ખૂબ જ સારી નિશાની ગણાય. જ્યારે દક્ષિણનો પવન વર્ષ દુષ્કાળકારક સૂચવે છે. પૂર્વનો પવન મધ્ય ચોમાસું ફળ આપનાર ગણાય છે. જ્યારે અગ્નિ કોણનો પવન ખૂબ જ ખરાબ સંકેત આપે છે.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને સાંજે જો વાયવ્યનો પવન હોય અથવા તો ઈશાન ખૂણાનો પવન હોય તો, પણ એ આવનારા ચોમાસા માટે શુભ સંકેતો આપે છે. આ વાત પણ લખી લેવી કેમ કે આ વિધાન પણ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

હોળીનો પવન અને ચોમાસાનો વર્તારો

એટલે જ મિત્રો ફાગણ સુદ પૂનમની સાંજે ખાસ અવલોકન કરવું. આ અવલોકનની રીત આજે વર્ષોથી ચાલી આવી રહી છે. એટલે જ ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સુદ પૂનમને મુખ્ય રૂપે લેવામાં આવે છે. પૂનમની સાંજે હોળીના પ્રાગટ્ય સમયે ખાસ પવનનું અવલોકન કરવું. જેથી આવનારા ચોમાસાનું એક સચોટ ચિત્ર સ્પષ્ટ થતું જણાશે. મિત્રો અંગે વિગતવાર માહિતી આપણે હોળીનો પવન 2024 સંબંધિત પોસ્ટમાં વર્ણન કરેલું છે.

મિત્રો એક બીજા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે જો આકાશ સ્વચ્છ હોય, વાદળ કે પછી વીજળીના કંઈ પણ ઇંધાણ ન હોય તો, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વદ ત્રીજા દિવસે વરસાદ થવાની એક સારી નિશાની ગણાય. આ ઉલ્લેખ પણ ભડલી વાક્યોમાં જોવા મળી રહ્યો છે.

મિત્રો ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર હોય તો, તે સારી નિશાની ગણાતી નથી. કેમકે જો ફાગણ મહિનાની અમાસે મંગળવારની હાજરી હોય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધી જાય છે. એક લોકવાયકા મુજબ આ વાત મહા મહિનાની અમાસને અનુલક્ષીને પણ કહેવામાં આવી છે.

ફાગણ મહિનાની પૂનમના દિવસે જો શુક્રનો અસ્ત થતો હોય તો, ફાગણ મહિનાનું હવામાન મુજબ ખેડૂતો તેમજ માલધારીઓ માટે આ શુભ સંકેત નથી. એટલે ફાગણ સુદ પૂનમના દિવસે શુક્રનો જો અસ્ત થાય તો, તે ખરાબ ચિન્હ ગણાય.

ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાનો વર્તારો જોઈએ તો, મિત્રો ફાગણ મહિનાના દિવસો દરમિયાન આકાશ બને તેટલું સ્વચ્છ રહે તો, આવનારું ચોમાસું સારું રહે એવા સંકેતો ગણી શકાય. ફાગણ મહિનાની શરૂઆતથી ધીરે ધીરે ગરમીનું આગમન થાય તે પણ એક સારી નિશાની ગણાય.

પ્રાચીન વિજ્ઞાન મુજબ હવામાન

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાનું હવામાન કેવું રહે? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે વિધાનો સામે આવતા હોય છે. તો મિત્રો જો ફાગણ મહિનામાં 5 શનિવાર જે વર્ષે આવતા હોય તે, વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું સાબિત થાય છે. તે વર્ષે દુષ્કાળની સંભાવના ખૂબ જ વધી જાય છે. આવું વિધાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે.

ફાગણ મહિનાની શરૂઆતના દિવસોમાં ખાખરાના વૃક્ષમાં જે ફૂલ આવે છે. તેને આપણે કેસુડાના ફૂલ તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો ફાગણ મહિનાના પ્રથમ પખવાડિયામાં કેસુડાના ફૂલનું આગમન જો સમયસર જોવા મળે તો, આવનારું ચોમાસું સમયસર આવશે. અને સાથે સાથે આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે એવું ગણી શકાય.

શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડીનું પ્રમાણ જોવા મળ્યા બાદ ફાગણ મહિનાની શરૂઆત જો ધીરે ધીરે ગરમીથી થાય. તો તે વર્ષે ઋતુનું બેલેન્સ બરાબર છે. એવું માની લેવું અને ફાગણ મહિનામાં ગરમીનું સમયસર આગમનએ આવનારા ચોમાસામાં પણ વરસાદનું સમયસર આગમન થશે. એ વાતની પુષ્ટિ કરે છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત જે જે આગાહીકારો આવનારા ચોમાસા અંગેની આગાહી કરતા હોય છે. એવો માટે ફાગણ મહિનાનું હવામાન વિશેષ રૂપે મુખ્ય રહે છે. કેમ કે ફાગણ મહિનામાં હોળીના પવનને આધારે ચોમાસાનો વર્તારો સોલિડ મળતો હોય છે. એ મુજબ ફાગણ મહિનાનું હવામાન એ આવનારા ચોમાસાના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું છે.

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે. ઋતુનું બંધારણ પણ દિવસે અને દિવસે ખોવાઈ પણ રહ્યું છે. જેનું મુખ્ય રીઝન હવામાનમાં આવેલા મોટા બદલાવને ગણી શકાય. છતાં પણ પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણાવેલા યોગો મુજબ આવનારું ચોમાસું રહેતું હોય છે. એ વાત આજના સમયમાં પણ સત્યમય સાબિત થાય છે.

એટલે જ મિત્રો ઉપર આપવામાં આવેલી બધી જ વાતોનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે ફાગણ મહિનાનું હવામાન કેવું રહે તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક તારણ આપણે લગાવી શકીયે. અને જો દર વર્ષે આપણે આનો અભ્યાસ કરીએ તો, ચોમાસામાં કેવી સ્થિતિ આવે છે? એ અંગે પણ આપણે એક સમાધાન મળી જાય.

મિત્રો દેશી વિજ્ઞાન મુજબ દરેક મહિના દરમિયાન કેવું કેવું હવામાન જોવા મળે તો ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહે એનો એક નિર્દેશ મળી જતો હોય છે જેમ કે કારતક મહિનાના ચિત્રો મુજબ અષાઢ મહિનામાં વરસાદની સંભાવના કેવી રહેશે એ અંગે એક નિર્દેશ મળી જતો હોય છે.

એ જ રીતે માગસર, પોષ તેમજ મહા મહિનામાં હવામાન કેવું રહે? તો ચોમાસાના મહિનામાં વરસાદનું પ્રમાણ કેવું જોવા મળે? જો કે આ બધી માહિતી કસ કાતરા મુજબ આધારિત ગણાય છે. પરંતુ અહીં જે રજૂ કરવામાં આવી છે તે માહિતી તેના કરતા અલગ ગણાય.

નોંધ : ફાગણ મહિનાનું હવામાન સંબંધિત ઉપર જે રજૂઆત કરવામાં આવી છે, તે Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ બધી જ માહિતી પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમજ ભડલી વાકયોના સિદ્ધાંત મુજબ અહીં રજૂ કરવામાં આવી છે.

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની લેટેસ્ટ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમ કે અમારી આ વેબસાઈટ પર સાયન્સ આધારિત તેમ જ પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત બંને માહિતી અહીં રેગ્યુલર અપડેટ કરવામાં આવે છે.

મહા મહિનાનું હવામાન : ચોમાસું 2024 હવામાન આગાહી

મહા મહિનાનું હવામાન

મિત્રો શિયાળાના મહિના દરમિયાન ઉદ્ભવેલા સમીકરણોને આધારે આવનારા ચોમાસાનું બંધારણ થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 ગુજરાતમાં કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી આધારીત મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

હવામાન આગાહી

ગુજરાતના ખેડૂતો કારતક મહિનાની શરૂઆતથી જ હવામાન ની નોંધ રાખતા હોય છે, કેમ કે કારતક મહિનાથી વિધિવત શિયાળાની શરૂઆત થતી હોય છે. કારતક, માગસર, પોષ અને મહા આ 4 મહિના દરમિયાન હવામાનનું બંધારણ કેવું રચાય એ મુજબ આવનારા ચોમાસાના સમીકરણો સામે આવતા હોય છે. અને આ અભ્યાસ ગુજરાતના ખેડૂતો લગભગ વર્ષોથી કરતા આવ્યા છે.

મહા મહિનાનું હવામાન મુજબ ચોમાસું 2024

મહા મહિનાનું હવામાન કેવું જોવા મળે? એ મુજબ આવનારું ચોમાસું 2024 કેવું રહી શકે? એ અંતર્ગત આજની આ પોસ્ટમાં જ્યોતિષશાસ્ત્ર તેમજ ભડલી વાક્યના આધારે જે જે સમીકરણો મહા મહિનાનું હવામાન દરમ્યાન ચિત્ર કેવા જોવા મળે? તો ચોમાસાની શરૂઆત કેવી થશે? અને સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળશે? એ અંગેની વાત પ્રાચીન વર્ષના વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ કરીએ.

મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ એકમને દિવસે જો વાદળ તેમજ પવનનું પ્રમાણ વધુ પડતું જણાય. તો તે વર્ષે તેલીબિયાં પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું આવે તેમજ તેલેબિયા વર્ગના પાકો ખૂબ જ મોંઘા થાય. આવી વાત દેશી વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.એ જ રીતે મિત્રો મહા સુદ બીજના દિવસનું પણ ખાસ અવલોકન કરવું.

મહા સુદ એટલે કે મહા સુદ અંજવાળી બીજને દિવસે વાદળા આકાશમાં છવાય તો, તે વર્ષે અન્નનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય. મિત્રો મોટેભાગે ગુજરાતમાં શિયાળુ પિયતમાં ઘઉંનું વાવેતર કરવામાં આવતું હોય છે. જો મહા સુદ બીજને દિવસે હવામાન વાદળછાયુ દેખાય તો, ઘઉંનું ઉત્પાદન ઓછું થાય.

વરસાદી હવામાન

મિત્રો મહા મહિનાનું હવામાન અંગે એક ઘનિષ્ઠ વિચાર કરીએ તો, મહા સુદ પાંચમના દિવસે એટલે કે મહા મહિનાની અંજવાળી પાંચમના દિવસે જો સતત ઉતરનો પવન ફૂંકાય તો, તે વર્ષે ભાદરવા મહિનામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે. મોટેભાગે ભાદરવો મહિનો વરસાદ વગરનો સાબિત થાય. અને જો ભાદરવા મહિનામાં જો વરસાદી હવામાન જામે તો પણ ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

મહા મહિનાની સુદ છઠનો પણ ખાસ અભ્યાસ કરવો. મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ છઠના દિવસે જો સોમવાર આવતો હોય તો, ઘી તેમજ તેલ જેવા પદાર્થો ખૂબ જ મોંઘા થાય. અને જો તે દિવસે એટલે કે મહા સુદ છઠના દિવસે હવામાન વાદળમય બને અને ક્યાંક છાંટા છૂટી અથવા તો વરસાદ જોવા મળે તો તે વર્ષે કપાસના ભાવ ખૂબ જ વધે.

મહા મહિનાનું હવામાન

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ મહા મહિનાનું હવામાન મુજબ વર્ષનો નીચોડ મળતો હોય છે. એ મુજબ મહા સુદ સાતમે જો સૂર્ય વાદળોથી ઘેરાયેલો હોય તો, અષાઢ મહિનામાં સારો વરસાદ થાય એવી નિશાની ગણવી. અને જો તે દિવસે ઠંડીનું પ્રમાણ જોવા મળે અથવા તો વીજળી થાય તો પણ ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદની સંભાવના ખૂબ જ રહે.

મહા મહિનામાં બનતા બીજા યોગની વાત કરીએ તો, મહા મહિનાનું હવામાન મુજબ મહા સુદ અષ્ટમી એટલે કે મહા સુદ આઠમના દિવસે જો સૂર્ય વાદળાથી સંપૂર્ણ રીતે ઢંકાયેલો હોય અને રાત્રે જો ચંદ્રનો ઉદય થાય ત્યારે આકાશ સ્વચ્છ જોવા મળે તો, તે નિશાની સારી ગણાય નહીં. કેમકે આવી પરિસ્થિતિનું નિર્માણ જો જોવા મળે તો, રાજા જેવા માણસને પણ ભાગી જવું પડે એવી પરિસ્થિતિ સર્જાય.

ભડલી વાક્યોના સિદ્ધાંત પ્રમાણે મહા મહિનાનું હવામાન મુજબ એક વિશેષ યોગનું બંધારણ જોઈએ તો, મહિના દરમિયાન જો પાંચ રવિવારનું અસ્તિત્વ જોવા મળે તો, તે વર્ષે લગભગ દુષ્કાળનો ભય રહે. એટલે કે મહા મહિના દરમિયાન જો 5 રવિવાર આવતા હોય તો, આવનારા ચોમાસામાં વરસાદની ખૂબ જ અછત જોવા મળે.

મહા મહિનામાં બનતા સર્વશ્રેષ્ઠ યોગની વાત કરીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન મુજબ મહિનાની વદી સાતમે એટલે કે મહા મહિનાની અંધારી સાતમે જો આકાશમાં વાદળ વીજળી અથવા તો માવઠાના કોઈ સંકેતો જોવા મળે તો, ચોમાસામાં અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદી દિવસો ખૂબ જ જોવા મળશે. એટલે કે આ મહિનાઓ વરસાદથી ભરચક રહે. આ વાત લખી લેવી.

જ્યારે મહા મહિનાનું હવામાન મુજબ આવનારા ચોમાસાના ભાદરવા મહિના અંગેનો એક વિચાર કરીએ તો, મિત્રો મહા વદ અમાસના દિવસે જો આકાશમાં વાદળોનું પ્રમાણ જોવા મળે. તો ભાદરવા મહિનાની પૂનમના દિવસે બે સુમાર વરસાદ થાય. સાથે સાથે જો આ યોગનું નિર્માણ થાય તો, ખેતીમાં ઉત્પાદન પણ ખૂબ જ સારું આવે. રાજા તેમજ પ્રજા પણ સુખી થાય.

એકબીજા સિદ્ધાંત મુજબ મહા મહિનાની વદી નોમે જોકે આપણી પોષ વદ નોમ ગણાય. તો તે દિવસે જો મૂળ નક્ષત્ર હોય અથવા તો શુક્રવાર આવતો હોય તો, ભાદરવા મહિનાની અંધારી નોમે એટલે કે આપણી શ્રાવણ મહિનાની અંધારી નોમે ચોક્કસ વરસાદ થાય.

ચોમાસું 2024 હવામાન આગાહી

મિત્રો મહા મહિનાના અંજવાળીયા પક્ષમાં તેમજ અંધારીયા પક્ષમાં બંને દિવસોનું ખાસ અવલોકન કરવું. કેમ કે ઉપર જણાવેલી માહિતી મુજબ જે તે દિવસે કેવા યોગનું નિર્માણ થાય? તો આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે ઘણા બધા સમીકરણ સામે મળી જાય.

વર્ષ 2024 દરમ્યાન મહા મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું. જેથી આવનારું ચોમાસું એટલે કે ચોમાસું 2024 ગુજરાત માટે કેવું રહી શકે? ચોમાસું 2024 દરમિયાન કયા મહિનામાં વરસાદની શક્યતા કેવી ઊભી થશે? આ માહિતી મિત્રો પ્રાચીન વિજ્ઞાનના આધારે પણ મેળવી શકાય છે. કેમ કે અગાઉના સમયમાં ટેકનોલોજીના સાધનો ન હોવા છતાં પણ ચોમાસા અંગેનું પૂર્વ અનુમાન સચોટ કાઢતા.

આવી અસંખ્ય વાતો ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. ભડલી વાક્યોના સિદ્ધાંત મુજબ જે તે મહિનામાં કેવું હવામાન જોવા મળે? તો એ મુજબ આવનારૂ ચોમાસું તેમજ સંપૂર્ણ વર્ષનો નીચોડ સામે આવતો હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલુ મહા મહિનાનું હવામાન મુજબ ચોમાસું 2024 કેવું રહી શકે એ અંગે તમને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન મળી જશે.

ટૂંકમાં મહા મહિનાના હવામાનનો એક ટૂંકો સાર મેળવીએ તો, મિત્રો મહા મહિનાનું હવામાન બને તેટલું વાદળછાયું રહે એ એક આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય. મહા મહિનાના અંતિમ દિવસોમાં ગરમીની ધીરે ધીરે શરૂઆત થાય એ પણ ઋતુના બેલેન્સ માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. એટલે જ મહા મહિનો 2024 ના દિવસોનું ખાસ અવલોકન કરવું.

છેલ્લા ઘણા વર્ષોમાં હવામાનની પેટર્નમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. કેમ કે હાલ ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટને કારણે ઘણી વખત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સુત્રો પણ સાચા અર્થમાં સત્યમય ઊભા રહેતા નથી. છતાં પણ આજે હજારો વર્ષોથી લોકવાયકામાં ગુથાયેલી વાતોને પણ સાવ પાણીના મોલમાં કાઢી નાખવી ન જોઈએ. એટલે જ દર વર્ષે અવલોકન કરીયે તો, પ્રાચીન શાસ્ત્રોના સમીકરણોને સમજી શકીયે.

હવામાન મોડેલ 2024

હવામાનના મોડલ અંગે થોડીક માહિતી મેળવીએ તો, મિત્રો વર્ષ 2024 દરમિયાન હવામાનના લાંબાગાળાના મોડલો ચોમાસું 2024 માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. હવામાનના મોડલ મુજબ ચોમાસાને મુખ્ય અસર કરતા પરિબળોમાં અલ નીનો તેમજ IOD સકારાત્મક વલણમાં જોવા મળી રહ્યા છે. જે ગુજરાતવાસીઓ માટે ખરેખર સારા સમાચાર ગણી શકાય.

કેમ કે જ્યારે જ્યારે હવામાનના લાંબાગાળાના મોડલો જયારે જ્યારે સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે. ત્યારે ત્યારે ગુજરાતનું ચોમાસું હંમેશા નોર્મલ અથવા તો નોર્મલ કરતાં પણ સારું રહ્યું હોય એવા સમીકરણો ભૂતકાળના ઘણા વર્ષોમાં આપણે જોવા મળ્યા છે. એ મુજબ વર્ષ 2024 નું ચોમાસું પણ સારું નીવડે એવી આપણે આશા કરીએ.

નોંધ : મિત્રો હવામાન આધારિત ઉપર જણાવવામાં આવેલી માહીતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહીતી નથી. ઉપર રજૂ કરવામાં આવેલી તમામ માહિતી એ ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય સંબંધિત હવામાન અંગેની સચોટ માહિતી રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેજો. કેમકે ચોમાસા દરમિયાન વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત આધુનિક સાયન્સના મોડલોને આધારે અમે નિયમિત વરસાદની આગાહી આ વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન : Monsoon Forecast

ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું

મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે. ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન અંતર્ગત આ પોસ્ટમાં થોડીક વાત કરશું. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ દેશી વિજ્ઞાન આધારિત આગાહીઓ પણ આવતી જતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ટીટોડીના ઈંડાને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંતર્ગત થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરશું.

ચોમાસું ટનાટન

આમ જોવા જઈએ તો, ટીટોડીના ઈંડા ખેતરના શેઢા પારે અથવા તો ખેતરમાં મોટેભાગે જોવા મળતા હોય છે. અને ટીટોડીના ઈંડા વર્ષમાં મોટેભાગે ચૈત્ર તેમજ વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. તો મિત્રો આ ટીટોડીના ઈંડાનું શું વિજ્ઞાન છે? એ સંબંધિત ચોમાસામાં કેવો વરસાદ થઈ શકે છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો એક લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જમીન સપાટીથી જેટલી વધુ ઊંચાઈએ જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે છે. કેમકે ટીટોડીને અગાઉથી જ એક એવો અંદેશો મળી જતો હોય છે કે, આ વર્ષે વરસાદ વધુ થશે. એ માટે પોતાના ઈંડા જમીન સપાટીથી વધુ ઊંચાઈની અવસ્થામાં જોવા મળે છે.

ટીટોડી નાના નાના કંકર ભેગા કરીને મોટો ઢગલો બનાવે છે. અને ત્યારબાદ આ ઢગલા ઉપર પોતાના ઈંડા મૂકે છે. મિત્રો જમીન સપાટીથી જેટલો ઊંચો ઢગલો બનાવે તેટલી વરસાદની સંભાવના ચોમાસા દરમિયાન વધુ પડતી ગણાય. આવી એક પ્રસિદ્ધ લોકવાયકા જોવા મળી રહી છે.

ટીટોડીના ઈંડા

મિત્રો ટીટોડીના ઈંડા ખેતરના પારા ઉપર જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે. વરસાદના દિવસો દરમિયાન વરસાદની સંભાવના વધુ રહેશે. કેમ કે એક સામાન્ય વાત મુજબ ખેતરનો પારો જમીન સપાટીથી હંમેશા ઊંચો હોય છે. એટલે જો ખેતરના પારા ઉપર ટીટોડીના ઈંડા જણાય તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે.

મિત્રો ટીટોડી પોતાના ઈંડા કેટલી સંખ્યામાં મૂકે છે? એ વાત પણ ખૂબ જ મહત્વની છે. જો ટીટોડીનું ઈંડુ એક જણાય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધુ ગણી શકાય. ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થાય. એટલે જો ટીટોડીનું ઇંડુ એક જોવા મળે તો, તે સારી નિશાની ગણાતી નથી.

ટીટોડીના ઈંડા અંગે વધુ વાત કરીએ તો, મિત્રો જો ટીટોડીના ઈંડાની સંખ્યા 2 જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. જે વર્ષે મોટેભાગે ટીટોડીના ઈંડા બેની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષે અમુક વિસ્તારમાં વરસાદ સારો થાય તો, અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવા ચિત્રો પણ જોવા મળી શકે છે.

આગળ જોઇએ તો, ટીટોડીના ઈંડા જે વર્ષે 3 ની સંખ્યામાં જોવા મળતા હોય. તે વર્ષ મધ્યમ ફળ આપનારું ગણી શકાય. મિત્રો દર વર્ષે સોશિયલ મીડિયામાં ટીટોડીના ઈંડાના ફોટા આવતા હોય છે. જો જે વર્ષે ઈંડાની સંખ્યા વધુ પડતી ત્રણની જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. કેમ કે તે વર્ષે ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

ચોમાસું થશે ટનાટન

મિત્રો જે વર્ષે ટીટોડીના ઈંડા 4 અથવા તો 5 ની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષનું ચોમાસું જમાવટ કરશે. એમાં કોઈ શંકા કરવી નહીં. કેમકે જે વર્ષે ટીટોડીએ મુકેલા ઈંડાની સંખ્યા 4 અથવા તો 5 જોવા મળે તો, તે વર્ષે બારે મેઘ ખાંગા થશે. ધન ધન્યના ઢગલા થશે. તેમ જ રાજા અને પ્રજા પણ સુખી થાય આવા યોગનું નિર્માણ થાય.

મિત્રો એક બીજી લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જો સમથળ એટલે કે સમાંતર સ્થિતિમાં મુકેલા જણાય તો, તે સારી નિશાની ગણાતી નથી. પરંતું ઈંડા જો જમીનમાં ખૂંચ અવસ્થામાં જણાય તો, તે વર્ષનું ચોમાસું દમદાર રીતે જામશે એવું અનુમાન લગાવી શકાય.

વૈશાખ મહિનાના અંતિમ અખવાડિયામાં જો ટીટોડીના ઈંડા શેઢે પારે વધુ પડતા જોવા મળે તો, ચોમાસાનું આગમન મોડું થાય છે. વાવણી લાયક વરસાદ પણ મોડો થાય આવી એક લોકવાયકા જોવા મળી રહી છે. પરંતુ જો ચૈત્ર મહિનામાં ટીટોડીના ઈંડા જણાય તો, ચોમાસું સમયસર રહે છે અને ચોમાસું પણ સારું રહે છે.

મિત્રો અહીં એક વાતનો પણ ખાસ અભ્યાસ કરવો કે, ટીટોડીના ઈંડા જો કોઈ પાણીના રેક અથવા કે પાણીના વહેણના ભાગમાં જોવા મળે તો, તે વર્ષે દુષ્કાળના ડાકલા વાગી શકે છે. આ એક લોકવાયકા પણ ખુબ પ્રચલિત છે એટલે આ વાતનો પણ ખાસ અનુભવ કરવો.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આ સિવાય ઘણા બધા ચિન્હો બતાવવામાં આવ્યા છે. જેમ કે હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનિયા, મહા મહિનાનું માવઠું આ બધા દિવસોનું પણ ખાસ અવલોકન કરવું. જોકે આ બધી બાબતમાં કેવા કેવા ચિત્રોનું નિર્માણ થાય તો, ચોમાસું કેવું રહે? એ અંતર્ગત આપણે નવી પોસ્ટના માધ્યમથી માહિતી રજૂ કરીશું.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાન સંબધીત હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે અહીં અપડેટ થતી દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં પણ શેર કરજો. જેથી હવામાનની માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચતી રહે.

ભડલી વાક્યો : ભડલી વાક્યોને આધારે ચોમાસું

ભડલી વાક્યો

આજની આ ખેડૂતોને થનારી ખૂબ જ ઉપયોગી પોસ્ટમાં ભડલી વાક્યો ના ઇશારા મુજબ આવનારું ચોમાસું ગુજરાત માટે કેવું સાબિત થશે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરીશું. જે આવનારા ચોમાસાની પરિસ્થિતિ કેવી રહેશે? એ અંગેની જાણકારી મેળવવા માટે ખૂબ જ ઉપયોગી થશે.

ભડલી વાક્યો

ભડલી વાક્યો આજે ઘણા વર્ષો પહેલા લખાયા છે. અને આજના આધુનિક યુગમાં પણ ભડલી વાક્ય મુજબ હવામાનની પેર્ટન જોવા મળતી હોય છે. કેમકે મિત્રો આ ભડલી વાક્યો રૂપી વાત ખૂબ જ પ્રાચીન છે. ભડલીએ તે સમયગાળા દરમિયાન હવામાનના રૂપ રંગ ઉપરથી આવનારા ચોમાસા અંગેની વાત અગાઉથી જ કરી હતી. એ મુજબ આજે પણ આ વિધાન સત્ય થઈ રહ્યા છે.

મિત્રો કારતક મહિનાથી આસો મહિના સુધીના બારે મહિનામાં કેવા કેવા સમીકરણો જોવા મળે? તો આવનારા સમયમાં કેવો વર્તારો જોવા મળે? એ અંગેની વાત ભડલીએ તેમના ભડલી વાક્યો માં વર્ણવી છે. આવા ઘણા બધા ભડલી વાક્યો રૂપી ખૂબ જ મહત્વની લોકવાયકા આજે પણ લોકોના મુખમાં વણાયેલી જોવા મળે છે.

ભડલી વાક્યો

ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેની થોડીક માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું. જેથી તમને આવનારા ચોમાસાના સમીકરણો કંઈક અંશે મળી જશે. કેમકે મિત્રો ભડલી વાક્યો મુજબ દરેક મહિનામાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે તો, ચોમાસામાં તેની કેવી અસર જોવા મળે છે? એ અંગે ઘણી બધી વાત ભડલીએ તેમના ભડલી વાક્યો સ્ત્રોતના રૂપે વર્ણવી છે.

મિત્રો ભડલી વાક્યો મુજબ જો વરસાદની શરૂઆત આદ્રા નક્ષત્ર થી થાય તો, ચોમાસાના મોટાભાગના નક્ષત્રો વરસાદ વિહોણા જતા નથી. એટલે આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો, તે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. કેમ કે જો આદ્રા નક્ષત્રમાં વરસાદ ન થાય તો, મોટેભાગે તે વર્ષનું ચોમાસું ખૂબ જ નબળું પુરવાર થતું હોય છે.

ચોમાસાના દિવસો દરમ્યાન મિત્રો ભડલી વાક્યો મુજબ શુક્રવારના હવામાનનો ખાસ અભ્યાસ કરવો. કેમ કે જો શુક્રવારે આકાશમાં વાદળાનું ભરપૂર અસ્તિત્વ હોય તો, ત્યારબાદ બીજે દિવસે એટલે કે શનિવારે હવામાન વધુ વાદળછાયુ બને છે. અને મિત્રો ત્યારબાદ રવિવારના દિવસે અચૂક વરસાદ થશે. આ વાત મનમાં લખી લેવી. કેમ કે વરસાદ અંગે આ નક્કર વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.

ચોમાસાના દિવસો દરમિયાન મિત્રો ભડલી વાક્યો મુજબ રાત્રે જો શિયાળનું રુદન સંભળાય અને દિવસે જો કાગડા વધુ પડતા બોલતા જોવા મળે તો, તે સારી નિશાની ગણાતી નથી. કેમકે તે વર્ષે ખંડવૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળશે. અને કોઈ કોઈ વિસ્તારોમાં દુષ્કાળના પણ ચિત્રો જોવા મળે. કેમ કે આવ વિધાન ભડલી વાક્યમાં જોવા મળી રહ્યું છે.

મિત્રો ભડલી વાક્યો મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગેનું એક બીજું અનુમાન જોઈએ તો, સરિસૃપ વર્ગના જીવજંતુઓ જો ઊંચા સ્થાન ઉપર જતા જોવા મળે તો, નજીકના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદના સમીકરણો ઊભા થશે. આ વાત પણ ત્રાંબાના પત્ર ઉપર લખી લેવા જેવી છે. કેમકે આ વાત પણ ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે.

હવે ભડલી વાક્યના વિવિધ વાક્યોનું એક અનુમાન જોઈએ તો, મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન જો વાયવ્ય ખૂણામાંથી સતત એકધારો પવન ફૂંકાય તો, આવનારા 3 દિવસોમાં લગભગ સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે છે. કેમકે આ અનુભવ આપણે પણ ભૂતકાળના ઘણા વર્ષોમાં કરી ચૂક્યા છીએ.

ભડલી વાક્ય અને લોકવાયકા

પ્રાચીન લોકવાયકા આજે પણ સત્યમય સાબિત થનારી જોવા મળી રહી છે. કેમકે જુના હવામાન અંગેના વિધાનો આજના આધુનિક યુગમાં પણ સત્યની નજીક જોવા મળે છે. આવી જ ઘણી બધી વાતો ભડલી વાક્યના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે. એ મુજબ ભડલી વાક્ય મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગેના ઘણા બધા ચિત્રો સામે આવી જતા હોય છે.

એકબીજા ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ ફાગણ સુદ પૂનમની સાંજે હોળી જ્યારે પ્રગટે છે, ત્યારે દક્ષિણ અથવા તો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો, તે માઠા સમાચાર ગણી શકાય. કેમ કે તે વર્ષનું ચોમાસું લગભગ દુષ્કાળમય સાબિત થાય છે. એટલા માટે આ દિવસનો ખાસ અભ્યાસ કરવો. જેથી ભડલી વાક્ય મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગેનું સમીકરણ સ્પષ્ટ બની જશે.

ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાથી ગરમીની શરૂઆત થાય એ આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. પરંતુ જો ફાગણ મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય જોવા મળે તો, આવનારા ચોમાસા માટે શુભ સંકેત ગણી શકાય નહીં.

ભડલી વાક્ય મુજબ ચોમાસું

પ્રાચીન ભડલી વાક્યો મુજબ ચોમાસું કેવું રહેશે? એ અનુસંધાને રોહિણી નક્ષત્ર દરમિયાન ગરમીનું સામ્રાજ્ય હોવું ખૂબ જ જરૂરી છે. જો રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ થાય તો, આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણી શકાય નહીં. પરંતુ જો રોહિણી નક્ષત્ર દરમિયાન આકાશ સ્વચ્છ રહે અને ગરમી ખૂબ જ જોવા મળે તો, તે આવનારા ચોમાસા માટે શુભ સંકેત ગણી શકાય.

મિત્રો ભડલી વાક્યો સિદ્ધાંતો દરેક મહિનાના ઘણા બધા જોવા મળે છે. જોકે આ એક પોસ્ટમાં બધા ભડલી વાક્યોનું વર્ણન કરવા જઈએ તો, આ પોસ્ટ ખૂબ જ મોટી બની જાય. એટલે જ આપણે ભડલી વાક્યો ના બીજા સિદ્ધાંતો આપણે નવી પોસ્ટના માધ્યમથી હંમેશા અહીં રજૂ કરતા રહેશું.

તો મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત તેમ જ આધુનિક સાયન્સના મોડેલના સહારે તૈયાર કરેલી હવામાનની આગાહી નિયમિત તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને જરૂરથી તમારા મોબાઇલ ફોનમાં સેવ કરી લેજો. જેથી સમગ્ર રાજ્યના હવામાન અંગેની નિયમિત અપડેટ તમને મળતી રહે.

જમીનમાંથી પાણી શોધવાની રીત : Ground Water

જમીનમાંથી પાણી શોધવાની રીત

મિત્રો ધરતીનું પડ એકધારૂ વીંધાઇ રહ્યું છે. કેમકે ભૂગર્ભ જળ મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે થોડીક વાત કરશું. જે કુવો અથવા તો બોરવેલ કરનાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે.

મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં લગભગ દિવાળી બાદથી જ લગભગ દરેક ગામડાઓમાં બોર્રીંગ ચાલુ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ લગભગ સળંગ 6 થી 7 મહિના દરમિયાન અસંખ્ય કુવા તેમજ બોરિંગ થતા હોય છે. પરંતુ મોટાભાગના બોર સાવ કોરા જતા હોય છે. કેમકે બોરમાંથી નેસર પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તો આજની આ પોસ્ટમાં જમીનમાંથી પાણીની શોધ અંગે અમુક પ્રયોગોની વાત કરશું.

Ground Water

જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે ઘણા બધા પ્રયોગો જોવા મળી રહ્યા છે. જેમ કે શ્રીફળ દ્વારા પાણીની શોધ કરવામાં આવે છે. તો ત્રાંબાના સળિયા વડે પણ જમીનમાંથી પાણી શોધવાની રીત આજે વર્ષોથી પ્રચલિત છે. પરંતુ આ પ્રયોગોમાં અમુક કિસ્સાઓમાં સફળતા મળે છે તો, અમુક કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે.

આજના આ આધુનિક વિજ્ઞાનના સમયમાં એટલે કે આજના આ ટેકનોલોજીના સમયમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે અમુક યંત્રો એટલે કે વૈજ્ઞાનિક ઉપકરણો પણ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યા છે. મિત્રો આવા પ્રયોગોમાં ઘણા કિસ્સાઓમાં સફળતા પણ મળે છે. તો ઘણા કિસ્સાઓમાં નિષ્ફળતા પણ મળે છે.

જમીનમાંથી પાણી શોધવાની રીત

તો જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે પ્રાચીન પદ્ધતિ અંગેનો વિચાર કરીએ તો, મિત્રો જમીનના પ્રકાર ઉપરથી પણ ભૂગર્ભમાં પાણીનો કેટલો સ્ત્રોત રહેલો છે? એનું અનુમાન કરી શકાય. જેમ કે યલો કલરની જમીન અથવા તો સફેદ પ્રકારની જમીનમાં ભૂગર્ભજળ શોધ કરવામાં મોટેભાગે સફળતા મળતી હોય છે. કેમકે આવા પ્રકારની જમીનની નીચે પાણીનો સ્ત્રોત વિપુલ માત્રામાં રહેલો હોય છે.

મિત્રો તો અમુક પદ્ધતિઓમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે વૃક્ષોની સ્થિતિ ઉપરથી પણ એક અંદાજ લગાવતા હોય છે કે, જમીનમાં નીચે પાણીનો કેટલો સ્ત્રોત મળી શકે? જેમ કે ખીજડો તેમજ ખેર નામના વૃક્ષો જે જગ્યા ઉપર હોય તે જમીનની આજુબાજુમાં ભૂગર્ભ જળ સારું એવું રહેલું હોય છે. કેમકે આવી વાત પ્રાચીન વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

મિત્રો એક અનુભવ મુજબ જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના બીજા પ્રયોગ અંગેની વાત કરીએ તો, શિયાળાના દિવસો દરમિયાન રાત્રિના સમયમાં ચાલતા હોય ત્યારે જે જમીન ઉપર ગરમ હુંફનો અનુભવ થાય તો, ત્યાં પાણી મળવાની શક્યતા ખૂબ જ વધી જાય.

પરંતુ આવા કિસ્સાઓમાં ઘણા બધા ખેડૂતોના રીવ્યુ મુજબ પાણીનો સ્ત્રોત ઉપર રહેલો હોય છે. એટલે કે ત્યાં પાણી ખૂબ જ છીછરું મળી આવે. કેમકે ઉપર રહેલા જળના પ્રભાવને લીધે જ તે જમીનની ઉપર શિયાળાની રાત્રી દરમિયાન એક ગરમ હુંફ અનુભવ થાય છે.

મિત્રો જમીનમાંથી પાણીની શોધ અંગે ઘણા બધા પ્રયોગો લોકવાયકામાં જોવા મળી રહ્યા છે. તો એકબીજા પ્રયોગ અંગેની વાત કરીએ તો, ખેતર વાડીના શેઢે પાડે જો રાફડો જોવા મળે તો, તે રાફડાની આસપાસ પણ જમીનની નીચે પાણીનો સારો એવો સ્ત્રોત મળી શકે.

કેમ કે રાફડામાં રહેતા જીવજંતુઓ પણ નીચે જે પાણીનો પ્રવાહ ચાલી રહ્યો હોય તેની હુંફને હિસાબે જ તે જમીન ઉપર રાફડો બનાવે છે. એટલે આ એક પણ માન્યમાં આવે એવી વાત ગણી શકાય.

પાણી શોધવાનો પ્રયોગ

શિયાળાના દિવસો દરમિયાન જ્યારે પણ ઝાકળનો માહોલ જોવા મળી રહ્યો હોય, ત્યારે તમારી વાડીના સેઢાપારે ખાસ અવલોકન કરવું. કેમ કે શિયાળામાં જે દિવસે ઝાકળનો માહોલ હોય ત્યારે વહેલી સવારે જો જમીન ઉપર ભેજનું પ્રમાણ સારું એવું જોવા મળે. એટલે કે કંઈક અંશે જો જમીન ઉપરથી ભીની થઈ હોય એવું જણાય તો, તે જમીનની આસપાસ પાણીનો મોટો સ્ત્રોત મળી શકે છે.

જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે શ્રીફળ તેમજ ત્રાંબાના સળિયા વડે પાણી શોધવાની પદ્ધતિ આજે વર્ષોથી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો આવા પ્રયોગોમાં ઘણા બધા પ્રયોગોમાં સફળતા પણ મળે છે. તો અમુક વખતે નિષ્ફળતા પણ મળે છે.

ત્રાંબાના સળિયાથી પાણી શોધવાની રીત

જેમ કે ત્રાંબાના સળિયા જે જમીનની નીચે પાણી હોય ત્યાં એકબીજાથી ખૂબ જ અલગ દિશામાં ફેલાઈ જાય. એ જ રીતે હાથમાં રહેલું શ્રીફળ અચાનક ઊભું થઈ જાય. એવી જમીનની નીચે પાણીનો અઢળક સ્ત્રોત વહેતો હોય આવી માન્યતા પણ જોવા મળી રહી છે.

આજની આ યાંત્રિક ખેતીમાં જમીનના પાણીનો એટલો બધો દિન પ્રતિદિન ઉપાડ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ મુજબ જમીનના તળ ખુબ જ ઊંડા ચાલ્યા ગયા છે. અગાઉના સમયમાં કોસ આધારિત ખેતી થતી હતી ત્યારે ભૂગર્ભ જળ છલોછલ ભરેલું રહેતું હતું. પરંતુ આજે વાડીએ વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું અસ્તિત્વ થઈ ગયું હોવાથી દિન પ્રતિદિન જમીનનું તળ ખૂબ જ ઊંડું ચાલ્યું ગયું છે.

આવી પરિસ્થિતિ વચ્ચે જમીનમાંથી પાણી મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. કેમ કે જો કંઈક અંશે નસીબ સાથ આપે તો જ જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોમાંથી સફળતા મેળવી શકાય. મોટેભાગે સૌરાષ્ટ્રમાં થતા અસંખ્ય બોરિંગમાં ખૂબ જ ઓછા કિસ્સાઓમાં બોરમાંથી નેસર પાણી ખેડૂતો મેળવી રહ્યા છે.

મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતનું હવામાન પણ બદલાઈ રહ્યું છે. એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં વરસાદની અનિયમિતતા ખૂબ જ જોવા મળી રહી છે. આવા કિસ્સાઓમાં યોગ્ય માત્રામાં ચોમાસા દરમિયાન વરસાદ ન થવાથી જમીનમાં પાણીનું સ્ટોરેજ થતું નથી. છતાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચેકડેમ સંખ્યા વધી રહી હોવાથી જમીનમાં પાણીના સ્ટોરેજ માટે આ એક આવકાર્ય પગલું ગણી શકાય.

મિત્રો આપણે જે તે જગ્યા ઉપર બોરિંગ કરાવતા હોઈએ છીએ ત્યારે જો બોરિંગમાં નિષ્ફળતા મળે તો, એક વર્ષ બાદ તે બોરને સંપૂર્ણ રીતે બુરી દેવો જોઈએ. કેમ કે જો આવું કરશું તો, જમીનના ઉપરના તળમાં રહેલું પાણી ખૂબ જ ઊંડું ચાલ્યું નહીં જાય. જો આવું કરશું તો જ કુવાના તળ કંઈક અંશે ટકી રહેશે. નહીંતર આવનારા વર્ષોમાં કુવા સાવ નિષ્ફળ બની જશે.

મિત્રો જમીનમાંથી પાણીનો સ્ત્રોત વિપુલ માત્રામાં મેળવવો એ ખૂબ જ દુર્લભ છે. છતાં પણ જો નસીબ સાથ આપે તો, જમીનમાંથી પાણીનો વિપુલ માત્રામાં સ્ત્રોત પણ મેળવી શકાય. એટલે જ ઉપર જણાવવામાં આવેલા જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોનો અભ્યાસ કરવો.

ખાસ નોંધ : મિત્રો ઉપર રજૂઆત કરવામાં આવેલા જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગો અંગેની વાત Weather Tv વેબસાઈટની પર્સનલ વાત નથી. કેમકે આ પ્રયોગો લોકાયકામાં ગુથાયેલા છે. એટલે અહીં માત્ર આ પ્રયોગોની વાત રજુ કરવામાં આવી છે.

error: Content is protected !!