આદ્રા નક્ષત્ર 2024 : વાવણી લાયક વરસાદની આગાહી

આદ્રા નક્ષત્ર 2024

ધીરે ધીરે ચોમાસાના દિવસો હવે નજીક આવી રહ્યા છે. ઉનાળુ ઋતુનું ધીરે ધીરે આગમન દેખાઈ રહ્યું છે. ત્યારબાદ વિધિવત ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થશે. આજની આ મહત્વની પોસ્ટમાં આદ્રા નક્ષત્ર 2024 સંબંધિત વાવણી લાયક વરસાદની ગુજરાત રાજ્યમાં સંભાવના ક્યારે રહેશે? તે અંગેની વાત કરશું.

દર વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થતી હોય છે. પ્રારંભિક તબક્કામાં પ્રી મોનસુન એક્ટિવિટી પણ દમદાર જોવા મળતી હોય છે. જોકે સૌથી વધુ પ્રિ મોનસુન એક્ટિવિટીની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે.

વાવણી લાયક વરસાદ

સૌરાષ્ટ્રમાં મોટે ભાગે જુનાગઢ, રાજકોટ, અમરેલી આ જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે. અને વાવણી લાયક વરસાદ પણ આ પ્રિ મોન્સુન એક્ટિવિટીના ગાળા દરમિયાન જોવા મળતો હોય છે. પરંતુ આ વિસ્તારો ખૂબ જ ઓછા હોય છે.

વરસાદના નક્ષત્ર ની વાત કરીએ તો, આદ્રા નક્ષત્રથી ચોમાસાની વિધિ વાત શરૂઆત થતી હોય છે. જોકે મિત્રો અમુક વર્ષોમાં મૃગશીર્ષ નક્ષત્રમાં પણ ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ જ્યારે જ્યારે વહેલી વરસાદની સિસ્ટમ અરબ સાગરમાં બનતી હોય છે, આવા તબક્કે મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. પરંતુ ચોમાસાની મુખ્ય શરૂઆત આદ્રા નક્ષત્ર 2024 થી થશે.

Adra Nakshatra

મુખ્યત્વે દર વર્ષે 21 અથવા 22 જૂનની આજુબાજુ આદ્રા નક્ષત્રનું આગમન થતું હોય છે. એટલે કે મોટેભાગે લગભગ 22 જૂન આદ્રા નક્ષત્ર બેસતું હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં સૂર્ય નારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્ર 2024 માં મંગલમય પ્રવેશ ક્યારે થશે? અને આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વરસાદ તેમજ વાવણીની સંભાવના કેવી જોવા મળશે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

આદ્રા નક્ષત્રને ચોમાસાનો દરવાજો ગણવામાં આવે છે. કેમ કે આદ્રા નક્ષત્ર બેસતા જ હવામાં ભેજનું પ્રમાણ વધતું હોય છે. આકાશમાં ઘનઘોર વાદળાનું પ્રમાણ પણ ભરચક જોવા મળતું હોય છે. કેમકે આદ્રા નક્ષત્રએ ચોમાસાનું પ્રવેશ દ્વાર ગણાય છે.

આ નક્ષત્રમાં જાણે ચોમાસું બેસી ગયું હોય એવો અનુભવ થતો હોય છે. મિત્રો જે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદ થયો હોય, તે તે વર્ષ લગભગ સારું જ પસાર થયું હોય છે. આવા દાખલા ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળી રહ્યા છે.

જે જે વર્ષે આદ્રા નક્ષત્રમાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે, તે તે વર્ષ લગભગ નબળું અથવા તો ખંડ વૃષ્ટિ કારક પસાર થયું છે. એટલે જ આદ્રા નક્ષત્રમાં જો વરસાદનો રાઉન્ડ મોટો જોવા મળે તો, તે વર્ષ લગભગ 12 આની જા 14 આની જેટલું સારું જાય છે.

મિત્રો આદ્રા નક્ષત્રનો વરસાદ જે ચોમાસા માટે એક સોનાની કડી સમાન ગણવામાં આવે છે. જો આ નક્ષત્રમાં વરસાદની શરૂઆત ધમાકેદાર થાય તો, લગભગ તે વર્ષે બધા જ વરસાદના નક્ષત્રોમાં વધતો ઓછો વરસાદ જોવા મળતો હોય છે. આવી એક લોકવાયકા જોવા મળી રહી છે.

આદ્રા નક્ષત્ર 2024 અંગેની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 મધ્યમથી સારું ફળ આપે એવું વર્ણન જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે. વર્ષ 2024 દરમિયાન આદ્રા નક્ષત્ર 2024 ની શરૂઆત ખૂબ જ સારી થાય એવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે. ટૂંકમાં મિત્રો આદ્રા નક્ષત્ર 2024 ના પ્રથમ પાયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના યોગ પણ આ વર્ષે જોવા મળી રહ્યા છે.

આદ્રા નક્ષત્ર 2024

મિત્રો આ વર્ષે વિક્રમ સવંત 2080 માં સૂર્ય નારાયણ ભગવાનનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જેઠ સુદ ચૌદશના રોજ થશે. વાર શુક્રવાર હોવાથી ખૂબ જ સારી બાબત ગણી શકાય. શુક્રવાર હોવાથી વર્ષ 2024 માં આદ્રા નક્ષત્ર 2024 મધ્યમથી સારું ફળ આપનાર ગણી શકાય. મિત્રો આ વર્ષે Dt : 21-6-2024 ના રોજ રાત્રે સૂર્ય આદ્રા નક્ષત્ર 2024 માં વિધિવત પ્રવેશ કરશે.

મિત્રો એક મહત્વની વાત એ છે કે, આદ્રા નક્ષત્રમાં સૂર્ય જે દિવસે આવે, તે દિવસે જે વાર હોય, તે વર્ષનો મેધેશ બને છે. તો આ વર્ષે વર્ષનો મેધેશ શુક્ર બને છે. કેમ કે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન સૂર્ય નારાયણ ભગવાનનો વિધિવત પ્રવેશ શુક્રવારે થાય છે. શુક્ર મેધેશ બનતા સર્વત્ર મંગલમય યોગ ઊભા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે.

નક્ષત્ર વાહન અને વરસાદની આગાહી

હવે મિત્રો આદ્રા નક્ષત્ર 2024 ના વાહન અંગેનો વિચાર કરીએ તો, મિત્રો આ વર્ષે આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું છે. જે ખૂબ જ શુભમય ગણી શકાય. વાહન મોરનું હોવાથી ભરપૂર માત્રામાં વરસાદના યોગો જોવા મળશે.

કેમ કે જે વાહનને વરસાદ પ્રિય હોય, તે વાહન જે તે નક્ષત્રનું હોય, તો તે નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના સારી એવી જોવા મળતી હોય છે. તો આ વર્ષે 2024 દરમિયાન આદ્રા નક્ષત્ર 2024 નું વાહન મોરનું હોવાથી ખૂબ જ મંગલમય ગણી શકાય.

આદ્રા નક્ષત્ર 2024 અંગે સંજોગ્યા યોગની માહિતી મેળવ્યે તો, મિત્રો આ વર્ષે વિક્રમ સવંત 2080 ના વર્ષમાં આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન સ્ત્રી-પુ-ચં-સૂ સંજોગીયું યોગ જોવા મળી રહ્યુ છે. જે પણ એક શુભ સમાચાર ગણી શકાય. કેમ કે આવી પરિસ્થિતિમાં આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદના એક પછી એક રાઉન્ડ જોવા મળતા હોય છે.

ટૂંકમાં મિત્રો આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન આ વર્ષે વરસાદના મધ્યમથી સારા યોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ આશાનું કિરણ ગણી શકાય. કેમ કે આ વર્ષે ચોમાસું સારું જાય એવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે.

આદ્રા નક્ષત્રના દિવસે દરમિયાન એક ખાસ વાતનું અવલોકન કરવું કે, આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન પવન જો આચકે આચકે ફુંકાય, હવામાં બાફનું પ્રમાણ વધી જાય અને રાત્રે દેડકાનો અવાજ ભરપૂર માત્રામાં સંભળાય. દેડકાનું પ્રમાણ જમીન ઉપર વધુ જોવા મળે તો, એક અવશ્ય વિચાર કરશો કે, આદ્રા નક્ષત્ર દરમ્યાન મેધ રાજા ભરપૂર માત્રામાં કૃપા કરશે. સર્વત્ર પાણી પાણી થાય એવા યોગનું નિર્માણ જોવા મળશે.

આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ પડતું જોવા મળતું હોય છે. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ખૂબ જ અધિક માત્રામાં જોવા મળતું હોય છે. આદ્રા નક્ષત્રના દિવસો દરમ્યાન બપોર બાદ મંડાણી વરસાદની સંભાવના પણ વધુ જોવા મળતી હોય છે.

મુખ્યત્વે બપોર બાદના સમયગાળામાં ઘનઘોર કાળા વાદળો આકાશમાં રચાતા હોય છે. અને જે તે વિસ્તારમાં વરસાદ પડતો હોય છે, તે વિસ્તારોમાં પલવારમાં નદીનાળા વહી જતા હોય છે. આવા યોગો આદ્રા નક્ષત્રમાં જોવા મળતા હોય છે.

આદ્રા નક્ષત્ર અને પ્રિમોન્સૂન એક્ટિવિટી

મોટેભાગે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગોવા અથવા તો મુંબઇની આજુબાજુ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય છે. અને ગુજરાતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી ભરપૂર માત્રામાં જોવા મળતી હોય છે. અપવાદરૂપ ઘણા વર્ષોમાં આદ્રા નક્ષત્રની શરૂઆતના દિવસોમાં જ ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જતી હોય છે. કેમકે આવી પરિસ્થિતિ પણ ઘણા વર્ષોમાં જોવા મળી છે.

પાછલા ધણા વર્ષોમાં આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં પણ વરસાદની મોટી મોટી સિસ્ટમ આકાર લેતી હોય એવા દાખલા જોવા મળ્યા છે. જો આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ બનીને ગુજરાતની આજુબાજુથી પસાર થાય તો, પણ ગુજરાતમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ જો આદ્રા નક્ષત્રના દિવસોમાં વરસાદની શરૂઆત ધમાકેદાર જોવા મળે તો, વરસાદના બધા નક્ષત્રોમાં વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળશે. પરંતુ જો આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ ન થાય તો, એ સારા સમાચાર ગણી ન શકાય. કેમ કે તે વર્ષ નબળું પસાર થાય એવી શક્યતા પ્રાચીન લોકવાયકા મુજબ ગણી શકાય.

ખાસ નોંધ : આદ્રા નક્ષત્ર 2024 સંબંધિત જે વાત રજૂ કરવામાં આવી છે, આ માહિતી જ્યોતિષશાસ્ત્રના માધ્યમ ઉપરથી રજૂ કરવામાં આવી છે. આ માહિતી Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી.

નક્ષત્ર આદ્રા 2023 : આ નક્ષત્રમાં વરસાદની આગાહી

નક્ષત્ર આદ્રા 2023 વરસાદની આગાહી

ચોમાસાનો દરવાજો એટલે નક્ષત્ર આદ્રા. મિત્રો ચોમાસાની શરૂઆત મુખ્યત્વે આદ્રા નક્ષત્રથી શરૂઆત થતી હોય છે. એટલે જ ગુજરાતના ખેડૂતો આદ્રા નક્ષત્રની વાત હંમેશા જોતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં નક્ષત્ર આદ્રા 2023 અંતર્ગત મહત્વની વાત કરશું.

ગુજરાત તેમજ રાજસ્થાનના લોકોની લોકવાણીમાં નક્ષત્રો અંગેની વાત વર્ષોથી વણાયેલી જોવા મળે છે. એમાં પણ ગુજરાતમાં વરસાદના નક્ષત્રોનું મહત્વ ખૂબ જ વધુ જોવા મળતું હોય છે. મિત્રો ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થતી હોય છે. અને ચિત્રા નક્ષત્રથી પૂરી થતી હોય છે. એટલે કે ચોમાસું વિદાય લગભગ ચિત્રા નક્ષત્રમાં થઈ જતું હોય છે.

નક્ષત્ર વરસાદ

મિત્રો પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી એટલે જો ચોમાસાની શરૂઆત સારી જોવા મળે તો, સમગ્ર ચોમાસાના દિવસો દરમિયાન વરસાદની સંભાવના પણ સારી જોવા મળી શકે. એ મુજબ જ વરસાદના નક્ષત્રની શરૂઆત જો સારા વરસાદથી થાય તો, વર્ષ દરમિયાન આવતા બધા જ નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી જોવા મળતી હોય છે.

કહેવાનો અર્થ એટલો જ કે, જો મિત્રો આદ્રા નક્ષત્ર બેસવાની સાથે સાથે જ વરસાદની શરૂઆત થાય તો, તે વર્ષે બધા જ વરસાદના નક્ષત્રોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે. જો આદ્રા નક્ષત્ર વરસાદ વિહોણું જાય તો, બાકીના નક્ષત્રોમાં પણ વરસાદનું ચિત્ર ખૂબ જ નબળું જોવા મળે છે.

આદ્રા નક્ષત્ર

વર્ષ 2023 માં બનતા વરસાદના યોગો અંગેની વાત કરીએ તો, મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ 2023 માં આદ્રા નક્ષત્ર ની શુભ શરૂઆત 22 જૂનના રોજ થશે. મોટેભાગે આદ્રા નક્ષત્ર 21 અથવા તો 22 જૂનના રોજ બેસતું હોય છે. પરંતુ મોટાભાગના વર્ષોમાં 22 જૂનના રોજ આદ્રા નક્ષત્ર બેસતું હોય છે. એ જ રીતે વર્ષ 2023 દરમિયાન આદ્રા નક્ષત્ર 22 જૂને બેસે છે.

સૂર્યનારાયણ ભગવાનનો 2023 ના વર્ષમાં આદ્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ 22 જૂનના રોજ સાંજે 5:49 મિનિટે થશે. આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વાહન ઘેટાનું હોવાથી આ વર્ષે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદના યોગનું નિર્માણ જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે.

મિત્રો આદ્રા નક્ષત્ર બેસતા જો વરસાદનું આગમન થાય તો, તે ખૂબ સારી નિશાની ગણાય. અને આદ્રા નક્ષત્રના પ્રથમ પાયામાં એટલે કે પ્રથમ ચાર દિવસમાં જો વરસાદી હવામાન બને તો, લગભગ આદ્રા નક્ષત્રના ચારેય પાયા દરમિયાન વરસાદની ઓછી વધતી સંભાવના જોવા મળી શકે છે.

આદ્રામાં વરસાદની આગાહી

મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્ર નું વાહન હાથી, દેડકો, ભેંસ અથવા તો મોરનું જણાય તો, તે વર્ષે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. કેમકે આવી વાત જ્યોતિષશાસ્ત્રના યોગોમાં જોવા મળી રહી છે.

આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન લગભગ ગરમીનો માહોલ વધુ પડતો જોવા મળતો હોય છે. જોકે મૃગશીર્ષ નક્ષત્ર જેટલો પવન આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો નથી. પરંતુ ગરમીનું પ્રમાણ વિશેષ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતું હોય છે. સાથે સાથે ભેજનું પ્રમાણ પણ સારું એવું આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતું હોય છે.

ગુજરાતના ચોમાસા અંગેનો એક અભ્યાસ જોઈએ તો, મિત્રો ગુજરાત રાજ્યમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે. જો આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ન થાય તો, તે વિસ્તારોમાં ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળતા હોય છે.

મંડાણી વરસાદ

આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન મંડાણી વરસાદનું જોર વધુ જોવા મળતું હોય છે. તો અમુક અમુક વિસ્તારોમાં આ નક્ષત્રના સમયગાળા દરમિયાન પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળતી હોય છે. આ સમયગાળા દરમ્યાન ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ જતો હોય છે.

મિત્રો જોકે બંગાળની ખાડીની સિસ્ટમ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યને અસર કરતી નથી. કેમકે આવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોયું પણ છે. પુર્નવસું નક્ષત્રના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને પ્રભાવિત કરવાનું શરૂ કરતી હોય છે.

જ્યોતિષશાસ્ત્રના એક બીજા યોગ મુજબ આદ્રા નક્ષત્ર જ્યારે જ્યારે સંજોગ્યું નક્ષત્ર બને છે, ત્યારે ત્યારે આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આ નક્ષત્ર દરમિયાન જોવા મળી છે. આ નક્ષત્રના મોટાભાગના દિવસો દરમિયાન વધતો ઓછો વરસાદ જોવા મળે છે.

મિત્રો આદ્રા નક્ષત્ર 2024 સંબંધીત માહીતી આ લીંક પરથી ખાસ મેળવી લેવી. ચોમાસું 2024 ના સમયગાળા દરમ્યાન આ નક્ષત્રમાં વરસાદની કેવી સંભાવના ઉભી થશે? એ અંગેની વિસ્તૃત માહીતી રજુ કરવામાં આવી છે. માટે ખાસ વાંચી લેવી.

ખાસ નોંધ : મિત્રો આદ્રા નક્ષત્ર સંબંધિત અહીં જે માહિતી રજૂ કરવામાં આવી છે. તે માહિતી Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. મિત્રો આ માહિતી જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

તો ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી બુકમાર્ક કરી લેવી. જેથી તમને હવામાન અંગેની માહિતી નિયમિત રીતે મળતી રહે. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

error: Content is protected !!