અખાત્રીજનો પવન 2024 : ચોમાસું હવામાન આગાહી

અખાત્રીજનો પવન 2024

મિત્રો અખાત્રીજનો પવન એટલે ચોમાસું અંગેનો વરતારો કાઢવાનો મુખ્ય દિવસ. વર્ષોથી ગુજરાતના ખેડૂતો અખાત્રીજના પવન ઉપરથી ચોમાસાની રૂપરેખા નક્કી કરતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં અખાત્રીજનો પવન 2024 અંતર્ગત ચોમાસું હવામાન આગાહી સંદર્ભે ઘણી બધી માહિતી મેળવશું.

અખાત્રીજનો પવન

ભોળી પૂછે કંથને ઓળ થાશે કેવા મે? નણંદબાના લગ્ન થશે કે થશે ડુંગરના દેવા? મિત્રો આ વાક્ય પંક્તિ ઉપરથી ખેડૂત કેટલી બધી આશા લગાવતો હોય છે કે, આવનારું ચોમાસું સારું જાય તો પોતાના ભવિષ્યના કામ આર્થિક રીતે ઉમંગભેર કરી શકે છે. પરંતુ જો ચોમાસું નબળું થાય તો, જગતનો તાત હંમેશા દેવામાં ડૂબી જતો હોય છે.

પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ આવનારું ચોમાસું કેવું જશે એ અંતર્ગત અવલોકન કરવાનો શુભ દિવસ એટલે અખાત્રીજ. મિત્રો અખાત્રીજના દિવસે પવનના વરતારા ઉપર આવનારા ચોમાસાનું ભવિષ્ય નક્કી થતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં અખાત્રીજનો પવન 2024 દરમિયાન અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલા પવનનું ખાસ અવલોકન કરવાનું હોય છે.

આખાત્રીજનો પવન 2024

અખાત્રીજનો પવન 2024 એટલે અક્ષય તૃતીયાના દિવસે મિત્રો સૂર્યોદય પહેલાના ત્રણ કલાક દરમિયાન કઈ દિશામાંથી કયો પવન ફૂંકાય તો, આવનારા ચોમાસામાં તેમની શું અસર ઊભી થાય એ અંગેની માહિતી દરેક દિશા તેમજ દરેક ખૂણા સંબંધિત આપણે મેળવશું. જે તમને આવનારા વર્ષોમાં પણ ચોમાસાનો વર્તારો કાઢવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.

તો મિત્રો અખાત્રીજનો પવન 2024 સંદર્ભે સૂર્યોદય પહેલાના સમય મુજબ જેમાં વહેલી સવારના 3 થી 6 વાગ્યા સુધીના સમયગાળામાં ખાસ અવલોકન કરવું. આ સમયગાળા દરમિયાન કયો પવન ફૂંકાય છે એ અંગેનું અનુભવ કરવા માટે ખુલ્લી જગ્યામાં તાપણું કરવું. જેથી તાપણાનો ધુમાડો કઈ દિશામાં જાય છે એ મુજબ કઈ દિશામાંથી પવન ફૂંકાતો હોય છે તેમનું અનુમાન સચોટ રીતે કાઢી શકાય.

મિત્રો અખાત્રીજનો પવન 2024 મુજબ જો પવન ઉગમણો ફૂંકાતો હોય તો, આવનારું ચોમાસું મધ્યમ રહેશે. આવનારા ચોમાસામાં અવારનવાર વાયરાના રાઉન્ડ પણ ઉગમણા પવનથી જોવા મળી શકે. એટલે એકંદરે ઉગમણો પવન મધ્યમ ફળ આપનાર ગણી શકાય. કેમ કે તે વર્ષે ચોમાસું ખંડવૃષ્ટિ કારક પણ બની શકે.

ચોમાસું ટનાટન જામશે

અક્ષય તૃતીયાની વહેલી સવારે જો પવન આથમણો ફૂંકાય તો, આવનારું ચોમાસું ટનાટન રહેશે. બારે મેઘ ખાનગા થશે. ધન ધાન્યના ઢગલા થશે. સાથે સાથે નદીનાળા પણ છલકાય એવો વરસાદ તે વર્ષે જોવા મળી શકે. એટલે જ અખાત્રીજનો પવન 2024 સંબંધિત આથમણા પવનને ખૂબ જ સારો ગણી શકાય.

મિત્રો અખાત્રીજનો પવન 2024 અંતર્ગત જો દખણાદો પવન ફૂંકાય તો, તે પવનને અશુભ પવન ગણવામાં આવે છે. જો દખણાદો પવન ફૂંકાય તો, દુષ્કાળની સંભાવના ઊભી કરે. ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી ઉભી થાય. એટલે અક્ષય તૃતીયાની વહેલી સવારે દખણાદો પવન હોય તો, તે સારી નિશાની ગણાતી નથી.

ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો તે સારી વાત ગણી શકાય. અખાત્રીજનો પવન 2024 ની વહેલી સવારે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું રહેશે. તોફાની વરસાદના યોગ ઉભા થશે. મિત્રો વર્ષ 14 થી 16 આની પણ ઉત્તરના પવનથી થઈ શકે. એટલે આવનારા સફળ ચોમાસા માટે ઉત્તર દિશાનો પવન ખૂબ જ શુભ ગણી શકાય.

અગ્નિ ખૂણાના પવન મુજબ ચોમાસું

જો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો, તે સારી નિશાની ગણાતી નથી. માટે અગ્નિ ખૂણામાંથી અખાત્રીજની વહેલી સવારે જો પવન ફૂંકાય તો, તે વર્ષના ચોમાસામાં ઘનઘોર વાદળોની ઉપસ્થિતિ હંમેશા જોવા મળે છે, પરંતુ વરસાદ ખૂબ જ ઓછો થાય છે. અખાત્રીજનો પવન 2024 ની વહેલી સવારે જો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો, ખેડૂતો માટે માઠા સમાચાર ગણી શકાય. કેમ કે તે વર્ષે લગભગ દુષ્કાળની સંભાવના વધુ રહે.

આગળ જાણીયે તો નૈઋત્યનો પવન ખૂબ વરસાદ આપશે. ચોમાસું ટનાટન રહેશે. અખાત્રીજની વહેલી સવારે જો નૈઋત્ય ખુણામાંથી પવન ફૂંકાતો હોય તો, તે વર્ષે ગાજવીજ સાથે વરસાદના ઘણા રાઉન્ડ જોવા મળશે. તોફાની વરસાદની શક્યતા તે વર્ષના ચોમાસામાં વધુ જોવા મળશે. એટલે મિત્રો નૈઋત્યના પવનને ખૂબ જ શુભ પવન તરીકે ગણી શકાય.

મિત્રો ઈશાન કોણી પવન પણ સારો પવન તરીકે ગણી શકાય. અખાત્રીજનો પવન 2024 ની વહેલી સવારે જો ઇશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો, પણ ચોમાસામાં વરસાદની સંભાવના વધુ રહેશે. પરંતુ તે વર્ષે ખેતીના પાકમાં રોગ જીવાતની સંભાવના વધુ ગણી શકાય. જ્યારે શિયાળુ સિઝનમાં ઉંદરનો ત્રાસ વધુ જોવા મળી શકે. છતાં પણ ઈશાન ખૂણાના પવનને સારા પવન તરીકે ગણના કરી શકાય.

મિત્રો અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલા જો નૈઋત્ય ખુણામાંથી પવન ફૂંકાય તો, ચોમાસું વહેલું આવશે. વાવણી લાયક વરસાદ થયા બાદ બીજા વરસાદ માટે થોડી પ્રતીક્ષા કરવી પડે. કેમ કે જો નૈઋત્ય ખુણાનો પવન ફૂંકાય તો, વાવણી થયા બાદ વાયરાનો સામનો કરવો પડે. છતાં ઓલ ઓવર ગણતરી કરીએ તો, નૈઋત્યનો પવન પણ મધ્યમથી સારું ફળ આપનાર ગણી શકાય.

આ વર્ષે આપણે આગલી એક મહત્વની પોસ્ટમાં હોળીનો પવન 2024 સંદર્ભે પણ વિસ્તારથી વાત કરી હતી. એ મુજબ પણ આવનારા ચોમાસાનો વર્તરો કાઢી શકાય છે. એટલે જ ગુજરાતના ખેડૂતો હોળીનો પવન તેમજ અખાત્રીજનો પવન આ બંને દિવસના પવન ઉપરથી આવનારા ચોમાસાનું અનુમાન કાઢતા હોય છે.

error: Content is protected !!