હવામાન સમીકરણ : ઓગસ્ટના અંતમાં વરસાદનો રાઉન્ડ

ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર ગણી શકાય એવી અપડેટ આ પોસ્ટમાં મેળવશું. કેમ કે હવામાન સમીકરણ મુજબ ઓગસ્ટના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળી શકે છે.

આવતીકાલનું હવામાન અંગે થોડોક વિશ્લેષણ મેળવિયે તો, 20 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે એવું જણાઈ રહ્યું નથી. કેમકે 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ મોટા વરસાદની સંભાવના જોવા મળતી નથી.

પરંતુ છેલ્લા બે દિવસથી થઈ રહેલી ગ્લોબલ મોડલની અપડેટ મુજબ 22 તારીખથી હવામાન સમીકરણ બદલાશે. ગ્લોબલ મોડેલની ફ્રેસ અપડેટ મુજબ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યનું હવામાન સમીકરણ વરસાદી બને એવા ચિત્રો જોવા મળી રહ્યા છે.

25 ઓગસ્ટ બાદ અરબ સાગરમાં પણ વરસાદી એક્ટિવિટી સક્રિય બને એવા અણસાર Gfs મોડલમાં જોવા મળી રહ્યા છે. ગ્લોબલ મોડલની અપડેટ મુજબ 25 ઓગસ્ટની આસપાસ ગોવાની આજુબાજુ એક લો પ્રેશર બને એવા ચિત્રો અપડેટ માં જોવા મળી રહ્યા છે.

જો આવી પરિસ્થિતિનું નિર્માણ અરબ સાગરમાં થશે તો, ગુજરાતનું હવામાન સમીકરણ પણ મોટેપાયે બદલાશે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદનો સંભવિત રાઉન્ડ જોવા મળશે.

મિત્રો સંભવિત વરસાદના રાઉન્ડ અંગેની નિયમિત અપડેટ Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું. તો સમગ્ર રાજ્યનું આવતીકાલનું હવામાન કેવું રહેશે? અને સાથે સાથે આજનું હવામાન કેવું રહેશે? એ સંબંધિત રેગ્યુલર હવામાન અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!