હાથીયો નક્ષત્ર સૂંઢ ફેરવશે, વરસાદ ભુક્કા કાઢશે

ચોમાસું 2024 ના દિવસો દરમિયાન વરસાદના નક્ષત્રનું છેલ્લું નક્ષત્ર એટલે હાથીયો નક્ષત્ર. આ વર્ષે હાથીયો નક્ષત્ર સુંઢ ફેરવશે. કેમ કે જ્યોતિષશાસ્ત્રના આ વર્ષના યોગ મુજબ ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે. એટલે કે આવનારા દિવસોમાં વરસાદની સારી એવી સંભાવના હસ્ત નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે.

હાથીયો નક્ષત્ર 2024

મિત્રો આ વર્ષના જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ હાથીયો નક્ષત્ર 2024 ખૂબ જ સારી એવી પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. કેમકે આ વર્ષે હાથીયો નક્ષત્ર નું વાહન પણ વરસાદ સંજોગી હોવાથી હસ્ત નક્ષત્રમાં આ વર્ષે ખૂબ જ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. સાથે સાથે આ વર્ષે ગુરુવારે હાથીયો નક્ષત્ર બેસતુ હોવાથી વરસાદની સંભાવના સારી ગણી શકાય. એટલે જ હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ખૂબ જ વરસાદી માહોલ ઉભો કરે એવી સંભાવના ગણી શકાય.

આ વર્ષે હાથીયો નક્ષત્ર 26 સપ્ટેમ્બરે બેસી રહ્યું છે. મિત્રો ગુરુવારે બેસી રહ્યું હોવાથી ખૂબ જ સારા યોગનું નિર્માણ કારક ગણી શકાય. આ વર્ષે હસ્ત નક્ષત્રનું વાહન મોરનું હોવાથી હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદનો એક મોટો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે.

વરસાદની આગાહી

મિત્રો આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદી રૂપ કેવું રહેશે? અને હસ્ત નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની કેવી સંભાવના ઊભી થશે? એ અંગેની થોડી માહિતી મેળવીએ. તો મિત્રો હાલમાં જે મોડલમાં 25 સપ્ટેમ્બર બાદ જે સમીકરણો જોવા મળી રહ્યા છે, એ મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં એક વરસાદનો સારો એવો રાઉન્ડ જોવા મળી શકે.

23 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એવું ગ્લોબલ મોડલના ચાર્ટમાં જોવા મળી રહ્યું છે. મિત્રો આ લો પ્રેશર સિસ્ટમ બન્યા બાદ ધીરે ધીરે આ સિસ્ટમ પશ્ચિમ ભારત તરફ ફંટાઈને મહારાષ્ટ્રમાં થઈને અરબ સાગરમાં એન્ટર થાય એવા ચિત્રો હાલ ગ્લોબલ મોડેલમાં જણાઈ રહ્યા છે. જો આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો, હાથીયો નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે.

તો સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં વરસાદનો એક મોટો સ્પેલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. છતાં પણ આ એક હજી લાંબાગાળાનું અનુમાન ગણી શકાય. એટલે જ આવનારા દિવસોમાં એટલે કે હસ્ત નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના કેવી ઊભી થશે? એ અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહીશું. તો અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!