મિત્રો આવનારા દિવસોમાં અરબ સાગરમાં મોટી સિસ્ટમ બનવાના અણસાર હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આવતીકાલનું હવામાન સંબંધિત અરબ સાગરમાં મોટી સિસ્ટમ કઈ તારીખની આજુબાજુ બનશે? એ અંગેની માહિતી મેળવશું.
મિત્રો હાલ રાજ્યમાં કોઈ મોટા વરસાદની સંભાવના જોવા મળી રહી નથી. કેમકે આજનું હવામાન મુજબ ગુજરાતમાં નજીકના દિવસોમાં કોઈ મોટો વરસાદ થાય એ અંગેના ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા નથી. ટૂંકમાં રેડા જાપટાનું પ્રમાણ યથાવત રહેશે. જોકે દક્ષિણ ગુજરાતમાં ગુજરાત રાજ્યના બીજા વિસ્તારો કરતા રેડા જાપટાનું પ્રમાણ વધુ જોવા મળશે.
પરંતુ મિત્રો 20 ઓગસ્ટ બાદ અરબસાગરમાં મોટી નવી જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. કેમકે 20 ઓગસ્ટ બાદ ગ્લોબલ મોડલ મુજબ અરબ સાગરમાં મોટી સિસ્ટમ બનવાના અણસાર જોવા મળી રહ્યા છે. જોકે આ સિસ્ટમ વધુ મજબૂત થાય તો, નબળા વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે.
20 ઓગસ્ટ બાદ સંભવિત અરબસાગરમાં મોટી સિસ્ટમ જો બને તો, આ જો સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાયતો તેની અસર ગુજરાતમાં કેટલી થાય? એ અંગેનું અનુમાન વહેલું વ્યક્ત કરી શકાય નહીં. પરંતુ જો આ સિસ્ટમ વાવાઝોડામાં કદાચ ફેરવાય તો, વાવાઝોડું લાઈવ લોકેશન ના માધ્યમથી આ સિસ્ટમને તમે તમારા મોબાઇલ ફોનના માધ્યમથી ટ્રેક કરી શકો છો.
જોકે આ હજી એક લાંબાગાળાનું અનુમાન હોવાથી આ ચિત્ર ફિક્સ ગણી શકાય નહીં. પરંતુ Gfs મોડલના ચિત્રો જે પ્રમાણે જોવા મળી રહ્યા છે. એ મુજબ 22 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ અસર કરતા બની શકે.