નક્ષત્ર આદ્રા 2023 : આ નક્ષત્રમાં વરસાદની આગાહી

ચોમાસાનો દરવાજો એટલે નક્ષત્ર આદ્રા. મિત્રો ચોમાસાની શરૂઆત મુખ્યત્વે આદ્રા નક્ષત્રથી શરૂઆત થતી હોય છે. એટલે જ ગુજરાતના ખેડૂતો આદ્રા નક્ષત્રની વાત હંમેશા જોતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં નક્ષત્ર આદ્રા 2023 અંતર્ગત મહત્વની વાત કરશું.

ગુજરાત તેમજ રાજસ્થાનના લોકોની લોકવાણીમાં નક્ષત્રો અંગેની વાત વર્ષોથી વણાયેલી જોવા મળે છે. એમાં પણ ગુજરાતમાં વરસાદના નક્ષત્રોનું મહત્વ ખૂબ જ વધુ જોવા મળતું હોય છે. મિત્રો ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થતી હોય છે. અને ચિત્રા નક્ષત્રથી પૂરી થતી હોય છે. એટલે કે ચોમાસું વિદાય લગભગ ચિત્રા નક્ષત્રમાં થઈ જતું હોય છે.

નક્ષત્ર વરસાદ

મિત્રો પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી એટલે જો ચોમાસાની શરૂઆત સારી જોવા મળે તો, સમગ્ર ચોમાસાના દિવસો દરમિયાન વરસાદની સંભાવના પણ સારી જોવા મળી શકે. એ મુજબ જ વરસાદના નક્ષત્રની શરૂઆત જો સારા વરસાદથી થાય તો, વર્ષ દરમિયાન આવતા બધા જ નક્ષત્રમાં વરસાદની સંભાવના સારી જોવા મળતી હોય છે.

કહેવાનો અર્થ એટલો જ કે, જો મિત્રો આદ્રા નક્ષત્ર બેસવાની સાથે સાથે જ વરસાદની શરૂઆત થાય તો, તે વર્ષે બધા જ વરસાદના નક્ષત્રોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદની સ્થિતિ જોવા મળી શકે. જો આદ્રા નક્ષત્ર વરસાદ વિહોણું જાય તો, બાકીના નક્ષત્રોમાં પણ વરસાદનું ચિત્ર ખૂબ જ નબળું જોવા મળે છે.

આદ્રા નક્ષત્ર

વર્ષ 2023 માં બનતા વરસાદના યોગો અંગેની વાત કરીએ તો, મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ 2023 માં આદ્રા નક્ષત્ર ની શુભ શરૂઆત 22 જૂનના રોજ થશે. મોટેભાગે આદ્રા નક્ષત્ર 21 અથવા તો 22 જૂનના રોજ બેસતું હોય છે. પરંતુ મોટાભાગના વર્ષોમાં 22 જૂનના રોજ આદ્રા નક્ષત્ર બેસતું હોય છે. એ જ રીતે વર્ષ 2023 દરમિયાન આદ્રા નક્ષત્ર 22 જૂને બેસે છે.

સૂર્યનારાયણ ભગવાનનો 2023 ના વર્ષમાં આદ્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ 22 જૂનના રોજ સાંજે 5:49 મિનિટે થશે. આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વાહન ઘેટાનું હોવાથી આ વર્ષે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન મધ્યમ વરસાદના યોગનું નિર્માણ જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ જોવા મળી રહ્યું છે.

મિત્રો આદ્રા નક્ષત્ર બેસતા જો વરસાદનું આગમન થાય તો, તે ખૂબ સારી નિશાની ગણાય. અને આદ્રા નક્ષત્રના પ્રથમ પાયામાં એટલે કે પ્રથમ ચાર દિવસમાં જો વરસાદી હવામાન બને તો, લગભગ આદ્રા નક્ષત્રના ચારેય પાયા દરમિયાન વરસાદની ઓછી વધતી સંભાવના જોવા મળી શકે છે.

આદ્રામાં વરસાદની આગાહી

મિત્રો જે વર્ષે આદ્રા નક્ષત્ર નું વાહન હાથી, દેડકો, ભેંસ અથવા તો મોરનું જણાય તો, તે વર્ષે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે મેઘ ખાંગા થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. કેમકે આવી વાત જ્યોતિષશાસ્ત્રના યોગોમાં જોવા મળી રહી છે.

આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન લગભગ ગરમીનો માહોલ વધુ પડતો જોવા મળતો હોય છે. જોકે મૃગશીર્ષ નક્ષત્ર જેટલો પવન આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો નથી. પરંતુ ગરમીનું પ્રમાણ વિશેષ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતું હોય છે. સાથે સાથે ભેજનું પ્રમાણ પણ સારું એવું આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતું હોય છે.

ગુજરાતના ચોમાસા અંગેનો એક અભ્યાસ જોઈએ તો, મિત્રો ગુજરાત રાજ્યમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતો હોય છે. જો આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ ન થાય તો, તે વિસ્તારોમાં ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળતા હોય છે.

મંડાણી વરસાદ

આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન મંડાણી વરસાદનું જોર વધુ જોવા મળતું હોય છે. તો અમુક અમુક વિસ્તારોમાં આ નક્ષત્રના સમયગાળા દરમિયાન પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ જોવા મળતી હોય છે. આ સમયગાળા દરમ્યાન ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ જતો હોય છે.

મિત્રો જોકે બંગાળની ખાડીની સિસ્ટમ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યને અસર કરતી નથી. કેમકે આવું આપણે ભૂતકાળના ઘણા વર્ષોમાં જોયું પણ છે. પુર્નવસું નક્ષત્રના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને પ્રભાવિત કરવાનું શરૂ કરતી હોય છે.

જ્યોતિષશાસ્ત્રના એક બીજા યોગ મુજબ આદ્રા નક્ષત્ર જ્યારે જ્યારે સંજોગ્યું નક્ષત્ર બને છે, ત્યારે ત્યારે આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આ નક્ષત્ર દરમિયાન જોવા મળી છે. આ નક્ષત્રના મોટાભાગના દિવસો દરમિયાન વધતો ઓછો વરસાદ જોવા મળે છે.

મિત્રો આદ્રા નક્ષત્ર 2024 સંબંધીત માહીતી આ લીંક પરથી ખાસ મેળવી લેવી. ચોમાસું 2024 ના સમયગાળા દરમ્યાન આ નક્ષત્રમાં વરસાદની કેવી સંભાવના ઉભી થશે? એ અંગેની વિસ્તૃત માહીતી રજુ કરવામાં આવી છે. માટે ખાસ વાંચી લેવી.

ખાસ નોંધ : મિત્રો આદ્રા નક્ષત્ર સંબંધિત અહીં જે માહિતી રજૂ કરવામાં આવી છે. તે માહિતી Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. મિત્રો આ માહિતી જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત મુજબ રજૂ કરવામાં આવી છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

તો ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી બુકમાર્ક કરી લેવી. જેથી તમને હવામાન અંગેની માહિતી નિયમિત રીતે મળતી રહે. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

error: Content is protected !!