ઝાકળ વર્ષા નો રાઉન્ડ : હવામાન બદલાશે

મિત્રો શિયાળાની લગભગ હવે વિદાયની ઘડી આવી ચૂકી છે. હવામાનમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચો જોવા મળશે. તો બીજી તરફ આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. આ પેટર્નને વિશે હવામાનમાં મોટો બદલાવ જોવા મળશે એ અંગેની વાત આ પોસ્ટમાં કરશું.

મિત્રો મુખ્યત્વે આ વર્ષ દરમિયાન ખાસ કરીને કોલ્ડ વેવનો માહોલ શિયાળાની ઋતુ દરમિયાન જોવા મળ્યો નથી. અપવાદરૂપ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એકાદ બે રાઉન્ડ ઠંડીના જોવા મળ્યા. પરંતુ દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે ખાસ કરીને શિયાળાને જમાવટ કરી એવું જોવા મળ્યું નથી.

ઝાકળ વર્ષા

તો હવે ધીરે ધીરે ગુજરાત રાજ્યના હવામાનમાંથી ઠંડી રીતસર ગાયબ થશે. આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાનની પરિસ્થિતિ કેવી જોવા મળશે? આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ કેટલા વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે? સાથે સાથે આવનારા દિવસોમાં ઠંડીનું પણ કેવું પ્રમાણ જોવા મળશે? એ અંગેની અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

ઝાકળ વર્ષા અને હવામાન

મિત્રો ગુજરાતમાં જે હવામાન જોવા મળી રહ્યું છે, એમાં મોટો ફેરફાર આવનારા દિવસોમાં જોવા મળશે. 15 ફેબ્રુઆરીથી તાપમાનનો પારો ધીરે ધીરે ઊંચો થતો જોવા મળશે. હાલ જે તાપમાન જોવા મળી રહ્યું છે. તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો 15 ફેબ્રુઆરી પછીના દિવસોમાં જોવા મળશે. આ પરિસ્થિતિને હિસાબે ઠંડી રીતસરની ગાયબ થશે.

તો મિત્રો આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા નો પણ એક મોટો રાઉન્ડ હવામાનની અપડેટમાં જોવા મળી રહ્યો છે. કેમ કે જીએસએફ મોડલની અપડેટ મુજબ આગામી દિવસોમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ ગુજરાતને પ્રભાવિત કરી શકે છે. આવનારા દિવસોમાં કઈ તારીખોમાં ઝાકળ વરસાનો રાઉન્ડ જોવા મળશે? એ અંગેની અપડેટ મેળવીએ.

ઝાકળ વર્ષા

મિત્રો 18 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્યમાં ઝાકળ વર્ષનો રાઉન્ડ જોવા મળશે. 18 ફેબ્રુઆરીથી શરૂ થનાર ઝાકળ વર્ષા નો રાઉન્ડ લગભગ 3 થી 4 દિવસ દરમિયાન રાજ્યમાં અસર કર્તા બની શકે છે. આ દિવસો દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ આ ઝાકળ વર્ષા નો રાઉન્ડ પ્રભાવીત કરી શકે છે.

મુખ્ય રૂપે આ દિવસો દરમિયાન ઉત્તર ભારતમાંથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર પણ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરથી ગુજરાત રાજ્યમાં મીડ લેવલે વાદળોનું પ્રમાણ વધુ જોવા મળશે. આવી પરિસ્થિતિમાં અમુક વિસ્તારોમાં છાંટા છૂટી અથવા તો હળવું માવઠું પણ એકાદ વિસ્તારમાં થઈ શકે એવા ચાર્ટ ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે.

મિત્રો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાઈ લેવલ ક્લાઉડ જોવા મળી રહ્યા છે. જોકે આ મહા મહિનો ચાલી રહ્યો હોવાથી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ હજી આ મહિનો કસ કાતરાનો પણ ગણી શકાય. એટલે આ કસ કાતરા રૂપી વરસાદ ચોમાસાના અંતિમ દિવસોમાં જોવા મળી શકે.

આવનારા 2 થી 3 દિવસ દરમિયાન હાઇ લેવલ ક્લાઉડનું પ્રમાણ થોડું ઓછું થતું જોવા મળશે. પરંતુ બે દિવસ બાદ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ત્યારે મિડ લેવલે ઘાટા વાદળોનું પ્રમાણ ધીરે ધીરે રાજ્યમાં જોવા મળશે. જેમાં કોઈ કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે. પરંતુ મિત્રો કમોસમી વરસાદની સંભાવના હવામાનના વિવિધ મોડલોમાં હાલ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે.

આવનારા દિવસોમાં ઝાકળ વર્ષા ની સાથે સાથે પવન અંગેની માહિતી મેળવીએ તો, મિત્રો હવે ધીરે ધીરે ઝાકળ વર્ષા વરસાના રાઉન્ડ દરમિયાનના દિવસોમાં પશ્ચિમનો પવન રાજ્યમાં વધુ પડતો જોવા મળશે. આ પશ્ચિમના પવનને અનુસંધાને તાપમાનમાં પણ નજીવો વધારો જોવા મળશે. મિત્રો તાપમાન પણ બે થી ત્રણ ડિગ્રી ઊંચું આ દિવસો દરમિયાન જોવા મળશે.

મોટાભાગના આ દિવસો દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. જોકે આ સમયગાળા દરમિયાન કોઈ ભારે વરસાદ વરસાદના યોગ ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યા નથી. જે ને પરિણામે રાજ્યમાં ફરીથી કોઈ મોટી ઠંડીનું આગમન થાય એવું હાલની પરિસ્થિતિ મુજબ જણાઈ રહ્યું નથી.

ટૂંકમાં મિત્રો આવનારા દિવસો દરમિયાન રાજ્યનું હવામાન મોટાપાયે બદલાશે ઠંડીનું પ્રમાણ રીતસર ઘટવા લાગશે. ગરમીનો પારો થોડો ઊંચો જોવા મળશે. અને આ દિવસો દરમિયાન રાજ્યમાં ઝાકળ વર્ષા નો રાઉન્ડ પણ રાજ્યને પ્રભાવિત કરે એવી સંભાવના ખૂબ જ વધુ જોવા મળી રહી છે. તો પવનની દિશામાં પણ આવનારા દિવસોમાં મોટો ફેરફાર જોવા મળશે.

15 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. જેમાં પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોની સાથે સાથે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર તેમજ ઉત્તર ઓરિસ્સાના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન એક સામાન્ય વરસાદનો રાઉન્ડ પણ ગ્લોબલ મોડલના ચાર્ટ મુજબ જોવા મળી રહ્યો છે.

રાજ્યનું હવામાન બદલાશે

જોકે મિત્રો નજીકના દિવસોમાં ગુજરાત રાજ્યની વાત કરીએ તો, આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં કોઈ માવઠાના વરસાદનો રાઉન્ડ આવે એવું જોવા મળી રહ્યું નથી. અપવાદરૂપ અમુક વિસ્તારોમાં છાંટા છૂટી થઈ શકે. ટૂંકમાં આવનારા દિવસોમાં હવામાનમાં એક સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. જેમાં ગરમીનું પ્રમાણ વધશે, પશ્ચિમના પવનો ફુકાવાનું શરૂ થશે અને સાથે સાથે એક ઝાકળ વર્ષા નો પણ નાનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે.

17 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ઝાકળ વર્ષા નો રાઉન્ડ ગુજરાત રાજ્યને પ્રભાવિત કરશે, જેથી હાલ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર હોવાથી આ દિવસો દરમિયાન જીરાના પાક ઉપર સારા એવા ફુગ નાશકનો છંટકાવ કરી લેવો ખૂબ જ હિતાવહ છે. જેથી જીરું જેવા સંવંદશીલ પાક ઉપર ઝાકળ વર્ષા ની અસર જાઝી એવી જોવા ન મળે.

ધીરે ધીરે હવે પશ્ચિમના પવનો રાજ્યમાં જોવા મળશે. આ પરિસ્થિતિને હિસાબે આવનારા દિવસોમાં કોઈ હવે ભારે ઠંડીનો રાઉન્ડ આવે એવું જણાઈ રહ્યું નથી. ટૂંકમાં કહીએ તો, મિત્રો હવે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન રાજ્યમાં થશે. એવું એક સામાન્ય અનુમાન લગાવી શકાય.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના પાસા મુજબ મહા મહિનામાં હજી ઉનાળા શરૂઆત મોટાભાગે ગણાતી નથી. કેમકે ભૂતકાળના વર્ષો જોઈએ તો, મિત્રો ગરમીના મુખ્ય રાઉન્ડની શરૂવાત ફાગણ મહિનાની શરૂઆતથી થતી હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાનું આયુષ્ય ખૂબ જ ટૂંકું જોવા મળ્યું છે.

આ વર્ષે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પણ વધુ પડતા ગુજરાત રાજ્યને પ્રભાવીત કર્યા નથી. ગયા વર્ષે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પ્રમાણ જેટલું જોવા મળ્યું હતું, એ મુજબ આ વર્ષે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે. કેમકે આ વર્ષના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મોટેભાગે ઉત્તર ભારતમાંથી પસાર થતાં જોવા મળ્યા છે. વધુ પડતા દક્ષિણમાંથી આ વર્ષે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થયા નથી.

આ પરિસ્થિતિ મુજબ જ આ વર્ષે શિયાળાની સીઝન દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદના રાઉન્ડ વધુ પડતા જોવા મળ્યા નથી. જેમ કે ગયા વર્ષે શિયાળાની શરૂઆત અને ઉનાળાના દિવસો દરમિયાન પણ કમોસમી વરસાદના રાઉન્ડ ઘણા બધા રાજ્યમાં જોવા મળ્યા હતા. પરંતુ આ વર્ષે ગયા વર્ષ કરતાં પરિસ્થિતિ ખૂબ જ વિપરીત જોવા મળી રહી છે.

ગુજરાત રાજ્ય સંબંધિત હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો. જેથી જે તે વિસ્તારમાં રાજ્યમાં હવામાનની પરિસ્થિતિ કેવી જોવા મળી શકે? એ અંગેની નિયમિત અપડેટ તમને મળતી રહે. બધા જ મિત્રો નો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!