અષાઢ મહિનાનું હવામાન : ચોમાસું કેવું થાય

મિત્રો આજની આ પોસ્ટમાં ચોમાસું અંગેની ખૂબ જ મહત્વની વાત કરશું. કેમ કે અષાઢ મહિનાનું હવામાન કેવું રહે તો, આવનારું ચોમાસું કેવું થાય એ અંગેની મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરશું. જે તમને આગામી ચોમાસાના વર્તારા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે.

વર્ષા વિજ્ઞાન અને ચોમાસું

પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં દરેક મહિનાનું હવામાન કેવું જવું મળે? તો તેની સીધી અસર ચોમાસાના મહિનાઓ દરમિયાન જોવા મળતી હોય છે. જેમ કે કારતક મહિનાનું હવામાન, માગશર મહિનાનું હવામાન, પોષ મહિનાનું હવામાન એ પ્રમાણે વર્ષના ચોમાસા પહેલાના આઠેય મહિનાનું હવામાન કેવું જોવા મળે? તો તેની અસર આવનારા ચોમાસામાં કેવી રહે? એ અંગે ઘણા વિધાનો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળે છે.

ચોમાસું કેવું થશે

તો મિત્રો આજના આ ટોપિકમાં અષાઢ મહિનાનું હવામાન કેવું જોવા મળે? તો આવનારું ચોમાસું સારું રહેશે કે નબળું રહેશે. એ અંગેના સમીકરણોનો ખાસ અભ્યાસ કરવો. વર્ષ 2024 દરમિયાન અષાઢ મહિનાનું હવામાન અંગેની ખાસ માહિતી ધ્યાનમાં લેવી. કેમ કે અષાઢ મહિના દિવસ દરમિયાન કેવા સંજોગો જોવા મળે તો, આવનારું ચોમાસું 2024 કેવું રહેશે? એ અંગેનું એક ચિત્ર સામે આવી શકે.

મિત્રો પ્રથમ તો અષાઢ સુદ બીજનો ખાસ અભ્યાસ કરવો. જે વર્ષે અષાઢ સુદ બીજના દિવસે સોમવાર, ગુરૂવાર કે શુક્રવાર જો આવતો હોય તો, તે વર્ષે પુષ્કળ વરસાદ થાય. જો અષાઢ સુદ બીજના દિવસે બુધવાર આવતો હોય તો, તે વર્ષે મધ્યમ વરસાદના યોગ ઉભા થાય.

પરંતુ જે-જે વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રવિવાર આવતો હોય તો, તાવ જેવા રોગચાળાનો ફેલાવો વધુ જોવા મળે. જો મંગળવાર આવતો હોય તો, તે વર્ષે વરસાદનો ખૂબ જ અભાવ જણાય અને જો શનિવાર આવે તો, તે વર્ષે દુષ્કાળના ડાકલા વાગે.

અષાઢ મહિનાનું હવામાન

એટલે જ મિત્રો અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢ સુદ બીજના દિવસનો ખાસ અભ્યાસ કરવો. કેમકે અષાઢ સુદ બીજના દિવસે જે-તે વાર આવતો તે વર્ષનું ચોમાસું કેવું રહી શકે? એ અંગેના ઉપર જણાવેલા વિધાનો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યા છે. માટે અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢ સુદ બીજનો ખાસ અભ્યાસ કરવો.

એક પ્રાચીન ભડલી વાકયો મુજબ અષાઢ મહિનાનું હવામાન પ્રમાણે અષાઢ સુદ પાંચમના દિવસે જો વીજળી થાય તો, તે વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે છે. અને અષાઢ સુદ પાંચમના દિવસે વાદળ કે વીજળી જો જોવા ન મળે તો, તે વર્ષનું ચોમાસું મોટેભાગે નિષ્ફળ જતું હોય છે. માટે આ દિવસનો પણ ખાસ અભ્યાસ કરવો.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના એક સિદ્ધાંત મુજબ અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢ સુદ સાતમ એટલે કે અંજવાળી સપ્તમીનો ખાસ અભ્યાસ કરવો. અષાઢ સુદ સાતમની રાત્રિના સમયે જો આકાશમાં ચંદ્ર વાદળ રહિત જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું દુષ્કાળમય રહે એવી શક્યતા વધી જશે. એટલે જ અષાઢ સુદ સાતમે ચંદ્ર જો વાદળામાં ઘેરાયેલો હોય તો તે ખૂબ જ શુભ નિશાની ગણાય.

મિત્રો અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢ સુદ નામનો પણ ખાસ અભ્યાસ કરવો. અષાઢ સુદ નોમના દિવસે જો વરસાદ ગાજે પરંતુ વરસાદ વરસે નહીં તો, તે વર્ષે અનાવૃષ્ટિની સંભાવના વધુ ગણવી. એટલે કે તે વર્ષનું ચોમાસું નબળું રહી શકે. અને જો તે દિવસે સૂર્ય ચોખ્ખો તેમજ પૂર્ણ પ્રકાશિત જણાય તો, તે વર્ષના ચોમાસામાં વરસાદની સંભાવના સારી રહેશે. એટલે કે ખુબ અંશે ચોમાસું ખૂબ જ સારું રહેશે. પરંતુ તેનાથી વિરુદ્ધ જો તે રાત્રે ચંદ્ર આકાશમાં વાદળમાં ઘેરાયેલો હોય તો, પણ તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું જશે.

અષાઢ મહિના મુજબ ચોમાસું કેવું

અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢ મહિનાની અંધારી આઠમના દિવસનો ખાસ અભ્યાસ કરવો. અષાઢ મહિનાની વદ પક્ષની આઠમના દિવસે જો શનિવાર, રવિવાર અથવા તો મંગળવારની હાજરી હોય તો, તે વર્ષે પાણી તેમજ ઘાસચારાની પરિસ્થિતિમાં ખૂબ જ અછત ઉભી થાય છે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

મિત્રો તો એક ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ અષાઢ મહિનાના અંજવાળીયા પક્ષમાં જો બુધનો ઉદય થાય અને શ્રાવણ મહિનાના અંધારીયા પક્ષમાં જો શુક્રનો અસ્ત થાય, તો પણ તે વર્ષે અષાઢ મહિનાનું હવામાન મુજબ દુષ્કાળની સંભાવના વધુ પડતી રહે છે.

અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢી પૂનમના દિવસનો ખાસ અભ્યાસ કરવો. અષાઢ મહિનાની પૂનમની રાત્રે જો ચંદ્ર વાદળમાં જણાય નહીં તો, ચોમાસામાં સારો વરસાદ થાય. પરંતુ તેનાથી વિરુદ્ધ જો અષાઢ મહિનાની પૂનમની રાત્રે ચંદ્ર ચોખ્ખો એટલે કે વાદળ રહિત જણાય તો, દુષ્કાળની સંભાવના તે વર્ષે વધુ રહે. મિત્રો અષાઢ મહિનાના હવામાન મુજબ અષાઢ સુદ પૂનમે જો ગાજવીજ સાથે વરસાદ થાય તો, ચોમાસું ટનાટન રહેશે આ વાત પણ લખી લેવી.

એ જ રીતે મિત્રો અષાઢ મહિનાનું હવામાન મુજબ અષાઢી પૂનમના દિવસનું ખાસ અવલોકન કરવું. પૂનમના દિવસે જો વાદળ હોય અને સાંજે ઉત્તર, પૂર્વ કે ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાતો જોવા મળે તો, ચોમાસું ખૂબ જ સારું રહેશે. પરંતુ તેને બદલે પશ્ચિમ અથવા તો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો, ચોમાસું મધ્યમ રહેશે. અને જો નૈઋત્ય કે અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો, તે વર્ષનું ચોમાસું નબળું જાણવું.

મિત્રો ઉપર જણાવવામાં આવેલી તમામ બાબતો અષાઢ મહિનાના હવામાન મુજબ અષાઢ મહિનાના દિવસોનો ખાસ અભ્યાસ કરવો. જેથી તે વર્ષનું ચોમાસું સારું રહેશે કે નબળું રહેશે? એ અંગે ઘણું બધું તારણ આપણે મળી જશે. કેમ કે આ બધી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમ જ ભડલી વાક્યમાં જોવા મળી રહી છે. એટલે અષાઢ મહિનાના હવામાનનો ખાસ અભ્યાસ કરવો.

ખાસ નોંધ : મિત્રો ઉપર જણાવવામાં આવેલી અષાઢ મહિનાનું હવામાન અંગેની તમામ વાતો એ Weather Tv વેબસાઈટની કોઈ પર્સનલ વાત નથી. પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમ જ ભડલી વાક્યોમાં જે વિધાનો જોવા મળી રહ્યા છે. એ વિધાનો અહીં માત્ર રજૂ કરવામાં આવ્યા છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

મિત્રો ગુજરાત રાજ્યના હવામાન અંગેની આધુનિક સાયન્સની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત તમામ અપડેટ નિયમિત તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!