2024 નું ચોમાસું ટનાટન : કેસુડાના ફુલે આપ્યો સંકેત

વર્ષ 2024 નું ચોમાસું ટનાટન થશે. મિત્રો આવનારું ચોમાસું ગુજરાત માટે ખુબ જ સારું સાબિત થઈ શકે છે. આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં 2024 નું ચોમાસું ટનાટન રહી શકે છે. કેમકે આ વર્ષના કેસૂડાના ફૂલે અનોખો સંકેત આપ્યો છે. જે અંતર્ગત મહત્વની વાત આ પોસ્ટના માધ્યમથી કરશું.

મિત્રો 2024 નું ચોમાસું અંતર્ગત દર વર્ષે વનસ્પતિ સ્થતી ઉપરથી આવનારા ચોમાસાનું એક અનુમાન લગાવવામાં આવતું હોય છે. કે વનસ્પતિની પ્રણાલિકા મુજબ ચોમાસું કેવું રહી શકે છે? ચોમાસાના દિવસો દરમિયાન વરસાદની સંભાવના કેવી રહી શકે છે? આ બધી વાત ઘણા વર્ષો પહેલા પણ વનસ્પતિને આધારે નક્કી કરાતી હતી.

વનસ્પતિની રોનક

દેશી વિજ્ઞાન મુજબ વનસ્પતિની રોનક ઉપરથી પણ ચોમાસાનું એક અનુમાન કાઢવામાં આવતું હતું. જેમાં ગરમાળાના ફૂલ, કેસુડાના ફૂલ, ચૈત્ર મહિના દરમિયાન લીમડામાં મોરની સ્થિતિ, આંબામાં મોર, દેશી બોરડીમાં બોરનું અસ્તિત્વ આ બધી વાત જો સમય મુજબ સારી ઉપસ્થિતિમાં જોવા મળે તો, આવનારું ચોમાસું હંમેશા સારું સાબિત થતું હોય છે.

વનસ્પતિની રોનક

2024 નું ચોમાસું કેવું રહી શકે છે? એ અંતર્ગત આ પોસ્ટમાં કેસુડાના ફૂલની વાત કરીએ. મિત્રો કેસુડાના ફૂલ ખાખરા નામના વૃક્ષમાં આવતા હોય છે. અને ખાખરાના વૃક્ષના ફૂલને કેસુડાના ફૂલ કહે છે. કેસુડાના ફૂલનું આગમન મોટેભાગે મહા તેમજ ફાગણ મહિનાના દિવસો દરમિયાન જોવા મળતું હોય છે.

મિત્રો કેસુડાના ફૂલ કેવી અવસ્થામાં જોવા મળે છે? આ વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં જોવા મળી રહી છે. જો કેસુડાના ફૂલનો અગ્ર ભાગ આકાશ તરફ જોવા મળતો હોય તો, ચોમાસું ખૂબ જ સારું સાબિત થતું હોય છે. તો મિત્રો 2024 નું ચોમાસું સારું સાબિત થાય એવા સંકેતો આ વર્ષે કેસુડાના ફૂલમાં જોવા મળી રહ્યા છે.

2024 નું ચોમાસું ટનાટન

આ વર્ષ 2024 અંગેની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે મોટાભાગના ખાખરાના વૃક્ષોમાં કેસુડાના ફૂલનો અગ્ર ભાગ આકાશ તરફ જોવા મળી રહ્યો છે. જે એક સારી નિશાની ગણી શકાય. તો એ મુજબ 2024 નું ચોમાસું પણ ખૂબ જ સારું સાબિત થશે એવું એક અનુમાન ગણી શકાય. જો કેસુડાના ફૂલનો અગ્ર ભાગ જમીન તરફ ઢળેલો હોય તો, ચોમાસુ કંઈક અંશે નબળું રહેતું હોય છે.

વર્ષ 2024 ની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે મહા મહિનાના પાછલા પખવાડિયામાં જ કેસુડાના ફૂલનું આગમન જોવા મળી રહ્યું છે. જે એક ઋતુનું બેલેન્સ પણ ગણી શકાય. મોટેભાગે મહા મહિનાના અંતિમ દિવસો તેમ જ ફાગણ મહિનાના શરૂઆતના દિવસોમાં કેસુડાના ફૂલનું આગમન ખાખરાના વૃક્ષમાં થતું હોય છે. તો આ વર્ષે સમય મુજબ જ કેસુડાના ફૂલનું આગમન થયું છે. જે પણ એક સારા સંકેત ગણી શકાય.

કેસુડા ના ફૂલે આપ્યો સંકેત

એમાં પણ કેસુડાના ફૂલની ઉપસ્થિતિ આકાશમાં ચાર ચાંદ લગાવી દે એવી જોવા મળી રહી છે. કેસુડાના ફૂલનો અગ્ર ભાગ લગભગ મોટાભાગના વિસ્તારોમાં આકાશ તરફ ઝૂકેલો જણાઈ રહ્યો છે. જે ગુજરાતના ખેડૂતો માટે વનસ્પતિની રોનકમાં પ્રથમ સારું ચીંન ગણી શકાય. મિત્રો આ પરિસ્થિતિ મુજબ 2024 નું ચોમાસું દરમિયાન ભારે વરસાદના યોગ પણ જોવા મળી શકે આવું એક અનુમાન લગાવી શકાય.

દર વર્ષે દરેક વનસ્પતિની રોનક મુજબ આવનારા ચોમાસાનું ભાવિ અગાઉથી જ નક્કી થઈ જતું હોય છે. પરંતુ આજના આ આધુનિક સમયના માનવી પાસે આ જ્ઞાન હવે લુપ્ત થતું જાય છે. પહેલાના સમયમાં જ્યારે આધુનિક ઉપકરણો હતા નહીં ત્યારે, મોટેભાગે વનસ્પતિની રોનકના આધાર ઉપર જ આવનારા ચોમાસાનું એક ભવિષ્ય નક્કી કરતા હતા કે, આવનારું ચોમાસું સુકાળમય થશે કે દુષ્કાળ મય રહેશે.

2024 નું ચોમાસું કેવું રહેશે

2024 નું ચોમાસું કેવું રહેશે? એ અંતર્ગત હવે ચૈત્ર મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું. ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન જો કડવા લીમડામાં મોરનું પ્રમાણ વધુ પડતું જોવા મળે તો, પણ આવનારું ચોમાસું હંમેશા સારું સાબિત થતું હોય છે. જ્યારે આ લીમડાના ફૂલમાંથી લીંબોડી બની અને પરિપક્વ અવસ્થા થઈને જ્યારે જમીન પર ખરે છે, ત્યારે મોટે ભાગે દર વર્ષે તે સમયે વાવણી લાયક વરસાદ પણ જોવા મળતો હોય છે.

આ વર્ષે એટલે કે વર્ષ 2024 ના દિવસો દરમિયાન દેશી બોરડીનું એક અનુમાન જોઈએ. તો મિત્રો આ વર્ષે દેશી બોરડીના બોરનું ચિત્ર પણ કંઈક અંશે સારું જોવા મળ્યું હતું. ઘણા વિસ્તારોમાં દેશી બોરડીમાં બોરનું પ્રમાણ વિશેષ રૂપે જોવા મળ્યું હતું. એ મુજબ પણ 2024 નું ચોમાસું વરસાદ મય રહી શકે છે. એટલે કે 2024 નું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે. આવું એક અનુમાન પણ લગાવી શકાય.

તો બીજી તરફ વર્ષ 2024 દરમિયાન આંબામાં મોરનું પ્રમાણ પણ સારું એવું જોવા મળ્યું છે. જે પણ એક શુભ સંકેત ગણી શકાય. કેમ કે જે જે વર્ષે આંબામાં મોરનું પ્રમાણ વિશેષ રૂપે જોવા મળે છે, ત્યારે ત્યારે તે વર્ષનું ચોમાસું સારું રહેતું હોય એવા દાખલા પણ ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે. તો મિત્રો એ મુજબ 2024 નું ચોમાસું સારું રહી શકે છે. કેમકે આ વર્ષે આંબાના વૃક્ષમાં મોરનું પ્રમાણ પણ સારું એવું જોવા મળ્યું છે.

એક બીજી વાતનો પણ દર વર્ષે ખાસ અભ્યાસ કરવો. તો એ અંગેની વાત કરીએ તો, ગરમાળાના વૃક્ષનો પણ ખાસ અભ્યાસ કરવો. ગરમાળાના વૃક્ષ અંગેની માહિતી મેળવીએ તો, જે વર્ષે ગરમાળાના વૃક્ષમાં ફૂલનું આગમન જોવા મળે છે, ત્યારથી લગભગ 45 દિવસ પછી મોટે ભાગે વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. એટલે વર્ષ 2024 દરમિયાન પણ ગરમાળાના વૃક્ષની પરિસ્થિતિનું પણ ખાસ અવલોકન કરવું.

પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંતોમાં પણ વનસ્પતિની રોનક મુજબ ચોમાસાનું એક અનુમાનિત ચિત્રની પરિભાષા મેળવી શકાય છે. એ મુજબ ઉપર જણાવેલી વાત મુજબ દર વર્ષે ખાસ અવલોકન કરવું. જેથી આવનારા ચોમાસાની સ્થિતિ કેવી રહેશે? એ અંગેનું એક સામાન્ય તારણ આપણે મળી જાય. તો મિત્રો મોટેભાગની વનસ્પતિની રોનક મુજબ 2024 નું ચોમાસું ગુજરાત માટે સારું રહે એવા પ્રાથમિક ચીંહ જોવા મળી રહ્યા છે.

નીનો ઇન્ડેક્સ

બીજી તરફ હવામાનના લાંબાગાળાના મોડલ પણ સારા ચોમાસાની તરફેણમાં જોવા મળી રહ્યા છે. એટલે કે હવામાનના મોડલ પણ એક સારા ચોમાસાના સંકેત આપી રહ્યા છે. મિત્રો વર્ષ 2024 દરમિયાન નીનો ઇન્ડેક્સ પણ તટસ્થ ફેસમાં રહેવાથી 2024 નું ચોમાસું સામાન્ય અથવા તો સામાન્ય કરતાં પણ સારું રહી શકે એવી કલ્પના કરી શકાય.

2024 ના ચોમાસાના સમયગાળા દરમિયાન મિત્રો અલ નીનો વિશેષ પ્રભાવ જોવા મળી રહ્યો નથી. કેમકે લાંબાગાળાના હવામાનના મોડલ મુજબ આ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન અલ નીનો ની અસર નહિવત જોવા મળશે. એ મુજબ પણ 2024 નું ચોમાસું સારું રહેશે. એવું એક પ્રાથમિક અનુમાન લગાવી શકાય.

હવામાન અંગે થોડીક બીજી વાત કરી લઈએ તો, મિત્રો હવામાનના લાંબાગાળાના સમીકરણોમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ એક સારા ચોમાસાની તરફેણમાં જોવા મળી રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતમાં જ ઇન્ડિયન ઓશન ડાયપોલ એક સકારાત્મક ભૂમિકામાં જોવા મળતો હોવાથી 2024 નું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહી શકે છે. એવું એક પ્રાથમિક અનુમાન પણ લગાવી શકાય.

મિત્રો ગુજરાતના ખેડૂતો માટે અમારો મુખ્ય એક જ ઉદ્દેશ્ય છે કે, ગુજરાતના ખેડૂતો સુધી ગુજરાતના હવામાન અંગેની માહિતી નિયમિત રીતે મળતી રહે. તો મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાન આધારીત સચોટ એનાલિસિસ કરેલી હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.

error: Content is protected !!