વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, આવતીકાલનું હવામાન

આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. મિત્રો આવતીકાલનું હવામાન મુજબ જન્માષ્ટમીના તહેવાર ઉપર સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો એક મોટો રાઉન્ડ જમાવટ કરશે.

વરસાદનો રાઉન્ડ

મિત્રો આવનારા દિવસોમાં બંગાળની ખાડી એક્ટિવ બનશે સાથે સાથે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદનું મોટું સામ્રાજ્ય બનાવશે. ટૂંકમાં મિત્રો જન્માષ્ટમીના તહેવાર ઉપર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ અસર કરતા બનશે.

21 ઓગસ્ટે બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થશે. જે ક્રમશ મજબૂત બનીને 23 ઓગસ્ટની આજુબાજુ એક મજબૂત લો પ્રેસરમાં ફેરવાય એવા સમીકરણો હવામાનની ફેશ અપડેટમાં જોવા મળી રહ્યા છે. ટૂંકમાં મિત્રો આવતીકાલનું હવામાન ગુજરાતમાં વરસાદી બનશે.

ગ્લોબલ મોડલની હાલની સ્થિતિ મુજબ 24 ઓગસ્ટના દિવસથી ગુજરાતમાં મેઘ સવારી ચાલુ થશે. એટલે કે 24 ઓગસ્ટની આજુબાજુ ગુજરાતમાં વરસાદના રાઉન્ડની શરૂ થશે. જે પ્રથમ દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે.

આવતીકાલનું હવામાન વરસાદ

ગ્લોબલ મોડલની લાંબા ગાળાની અપડેટ મુજબ આવનારો વરસાદ સંભાવના હાલના હવામાન મોડલના ચિત્રો મુજબ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જેવો જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદના ચિત્રો સામે આવશે.

માટે ગ્લોબલ મોડલની અપડેટનું વિશ્લેષણ કરીએ તો, મિત્રો ખેતીકાર્યો ફટાફટ પતાવજો કેમ કે 25 ઓગસ્ટથી 30 ઓગસ્ટના દિવસો દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના જોવા મળશે. આવતીકાલનું હવામાન વરસાદી રહેશે.

મિત્રો હાલ સંભવિત વરસાદની સંભાવના 70% ફિક્સ શકાય છતાં પણ આ લાંબાગાળાનું આ એક હવામાનનું તારણ હોવાથી હવામાનના મોડલોમાં થોડો જાજો ફેરફાર પણ જોવા મળી શકે. છતાં પણ આ સિસ્ટમ અંગેની નિયમિત અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપતા રહીશું તો, અમારી સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!