વરસાદ હવામાન ક્યારે થાય : હવામાનનું ચિત્ર જાતે સમજો

ભારત દેશની પ્રજાનો મુખ્ય વ્યવસાય ખેતીનો હોવાથી પાણી વગરની ખેતી તદ્દન નકામી છે. કેમકે ખેતીના બિઝનેસમાં પાણીની જરૂરિયાત પાયાની ગણી શકાય. ભારત મોસમી પ્રકારના દેશોમાં આવતો હોવાથી ભારત ખેતીનો મુખ્ય આધાર ચોમાસા દરમિયાન થતા વરસાદ ઉપર રહેતો હોય છે. મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદ હવામાન ક્યારે થાય એ અંગે જો હવામાનનું ચિત્ર આપણે પોતે જ થોડું ઘણું જાણતા હોઈએ તો, આવનારા દિવસોમાં વરસાદની સંભાવના કેટલી રહેશે? એ અંગેનું એક સ્પષ્ટતા તારણ મેળવી શકીએ.

ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતા

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પાણીનો સ્ત્રોત બારેમાસ રહેતો હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેતીનો મુખ્ય આધાર ચોમાસું વરસાદ ગણી શકાય. દર વર્ષે ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતા જોવા મળતી હોય છે. મોટેભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદ હવામાન ચોમાસા દરમિયાન અવારનવાર સક્રિય થતું હોય છે. પરંતુ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદનું હવામાન ચોમાસાના દિવસો દરમિયાન પણ ખૂબ જ દક્ષિણ ગુજરાતની કમ્પેરમાં ઓછું સક્રિય બનતું હોય છે.

Rainy Weather

ચોમાસું 2024 નું ચિત્ર જોઈએ તો, આ વર્ષે કંઈક અલગ જ વરસાદ હવામાન ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિનું ભોગ બન્યું છે. તો ઉત્તર ગુજરાતમાં વરસાદની ટકાવારી આ વર્ષે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ ચોમાસાના ચિત્ર ઉપરથી ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતા સહજ રૂપે સમજી શકાય છે.

જે જે વિસ્તારોમાં મોટેભાગે વરસાદ હવામાન ઓછું સક્રિય રહેતું હોય છે, એ વિસ્તારોમાં આ વર્ષે મેઘો મન મૂકીને મહેરબાન થયો છે. જેમ કે દેવભૂમિ દ્વારકા જે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઝોનમાં આવે છે. એ વિસ્તારોમાં વરસાદ હવામાન ચોમાસાના દિવસો દરમિયાન ખૂબ જ ઓછું સક્રિય બનતું હોય છે. પરંતુ આ વર્ષે જુલાઈ મહિનાના અંતિમ દિવસો સુધીની વાત કરીએ તો, આ વિસ્તારોમાં 50 થી 60 ઇંચ જેટલો વરસાદ આ વર્ષે વરસી ચુક્યો છે. આ ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે, ગુજરાતમાં વરસાદ હવામાન ખૂબ જ અનિશ્ચિત રૂપે જોવા મળતું હોય છે.

વરસાદ હવામાન ક્યારે બંધાય

જ્યારે જ્યારે કોઈ દરિયાની સિસ્ટમ ગુજરાતને અસર કરતી હોય છે, આવા તબક્કે અવારનવાર ગુજરાત રાજ્યમાં વરસાદ હવામાન બંધાતું જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે બંગાળની ખાડીની અથવા અરબ સાગરની કોઈ મજબૂત સિસ્ટમ ગુજરાતની આજુબાજુ પહોંચે છે. ત્યારે ત્યારે હવામાનના ત્રણેય લેવલમાં યોગ્ય માત્રામાં ભેજની પરિસ્થિતિ જોવા મળતી હોવાથી વરસાદની શરૂઆત થતી હોય છે. જેમ કે અપર લેવલ, મિડ લેવલ તેમજ સરફેસ લેવલે ભરપૂર માત્રામાં જ્યારે જ્યારે ભેજનું આવરણ બને છે, ત્યારે ત્યારે વરસાદ હવામાન અચૂક પણે બંધાતું હોય છે.

મિત્રો એક સિમ્પલ ભાષામાં વાત કરીએ તો, સરફેસ લેવલે જો હવામાં ભેજની ટકાવારી 80 થી 90 ટકા હોય, પરંતુ મિડ લેવલ તેમજ અપર લેવલે ભેજની માત્રા ખુબ જ ઓછી જોવા મળતી હોય છે, આવા સંજોગોમાં વરસાદ હવામાન સક્રિય થતું નથી. કેમકે વરસાદનું હવામાન પરફેક્ટ રીતે ત્યારે જ બને છે કે, જ્યારે હવામાનના ત્રણેય લેવલમાં યોગ્ય માત્રાએ ભેજની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે.

હવે દરેક મિત્રોને પ્રશ્ન એ થતો હોય છે કે, ચોમાસા દરમિયાન ભેજની પોતપોતાના લોકેશનમાં કેટલી ટકાવારી હોય? એ અંગેની માહિતી ક્યાંથી મેળવવી? તો મિત્રો હાલના સમયના ખુબ જ લેટેસ્ટ હવામાનના મોડલ ઉપરથી આપણે આપણા વિસ્તારમાં ભેજની ટકાવારી કેટલી છે? એ અંગે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ.

જેમ કે Windy વેબસાઈટના માધ્યમથી હવામાનના ત્રણેય લેવલમાં ભેજની ટકાવારી કેટલી છે? એ આપણે આંગળીના ટેરવે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ. જેથી નજીકના દિવસોમાં તમારા વિસ્તારમાં વરસાદ હવામાન ક્યારે સક્રિય થશે? એ અંગેની માહિતી આપણે આસાનીથી મેળવી શકીએ છીએ.

હવામાનનું ચિત્ર જાતે શીખો

હવામાનનું ચિત્ર જાતે શીખવા માટે હવામાનના જુદા જુદા મોડલોનો અભ્યાસ કરવો પડે છે. જેમાં મુખ્ય હવામાન મોડલોની વાત કરીએ તો, વરસાદ હવામાન કેટલું પરફેક્ટ રહેશે? અને વરસાદની માત્રા કેટલી સ્ટાન્ડર્ડ રહેશે? એ અંગે અમેરિકાના મોડલો હંમેશા અગ્રેસર રહ્યા છે. જેને આપણે અમેરિકન મોડલ તરીકે પણ ઓળખીએ છીએ. અમુક લોકો તેને ગ્લોબલ ફોરકાસ્ટિંગ સર્વિસના નામથી પણ ઓળખે છે. જેનું શોર્ટ ફોર્મ GFS model કહેવાય છે.

વરસાદ હવામાન કેવું રહેશે? એ અંગે અભ્યાસ કરવા માટે હવામાનના મોડલોમાં ઘણા બધા પેરામીટરનો અભ્યાસ કરવો પડતો હોય છે. જેમ કે પવનની દિશા કઈ તરફની છે? હવામાં ભેજની ટકાવારી કેટલી રહેલી છે? ઝટકાના પવન અંગેના પણ ચિત્રો હવામાનના મોડલમાં સ્પષ્ટ રૂપે મેપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. જ્યારે જ્યારે વરસાદ હવામાન જે તે વિસ્તારમાં સક્રિય બનતું હોય છે તે વિસ્તારોનું રેન પ્રેપીરેશન મેપ દ્વારા સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. બીજા પેરામીટરની વાત કરીયે તો, હવાનું દબાણ કેટલું છે? હવાના કેટલા નીચા દબાણે વરસાદની શરૂઆત થાય છે? આ અંગેની પણ ઘણી બધી અપડેટ આપણે હવામાનના મોડલ દ્વારા આસાનીથી મેળવી શકીએ છીએ.

વરસાદ હવામાન અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી

મોટેભાગે ગુજરાતમાં વરસાદ થવાની પરિસ્થિતિ દર વખતે અલગ અલગ જોવા મળતી હોય છે. જેમ કે સિસ્ટમ આધારિત વરસાદ ભારે પવન સાથે અવિરત પણે ચાલુ રહેતો હોય છે. ક્યારેક ક્યારેક 2 થી 3 દિવસ સુધી સળંગ વરસાદ હવામાન જમાવટ કરતું હોય છે. પરંતુ મિત્રો દર વર્ષે ઓગસ્ટ મહિના બાદ સપ્ટેમ્બર મહિનાના દિવસોમાં જ્યારે સૂર્યપ્રકાશિત હવામાન બનતું હોય છે, આવા તબક્કામાં પવનની ગતિ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય છે. જેને આપણે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી તરીકે ઓળખીએ છીએ મતલબ કે ગાજવીજ વાળો વરસાદ.

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં કેપ ઇન્ડેક્સ ખૂબ જ ઊંચો રહેતો હોવાથી બપોર બાદ ભારે પવન સાથે તોફાની વરસાદનું હવામાન અવારનવાર ઉભું થતું હોય છે. ગણતરીની મિનિટોમાં જ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીમાં જોવા મળતો હોય છે. તીવ્ર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ’ હવામાન જ્યારે જ્યારે બનતું હોય છે, ત્યારે ત્યારે ટૂંક સમયમાં ખેદાન મેદાનના ચિત્રો સામે અવારનવાર ઊભા થતા હોય છે. જેને હવામાન વિભાગ અતિ ભારે વરસાદના ચાર્ટમાં ગણે છે.

વરસાદ હવામાન હેલી સ્વરૂપે

ગુજરાતમાં મોટે ભાગે વરસાદ દક્ષિણ પશ્ચિમના પવનોને આધીન રહેતો હોય છે. મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં વરસાદનું હવામાન સતત વિખરાતું હોતું નથી. એટલે કે રાત અને દિવસ દરમ્યાન હળવા ભારે ઝાપટા સ્વરૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળતો હોય છે. જેને આપણે હેલીના વરસાદ તરીકે પણ ઓળખીએ છીએ. આ હેલીનો વરસાદ ક્યારે શરૂ થાય છે? એ અંગેની વધુ માહિતી આપણે આ પોસ્ટમાં ડીપમાં મેળવશું.

મુંબઈથી ઉત્તર કેરલના વિસ્તારો સુધી અવારનવાર વરસાદી ટ્રફ બનતો હોય છે. જ્યારે જ્યારે વેસ્ટર્ન ઘાટીમાં આવા ટ્રફનું નિર્માણ થતું હોય છે, ત્યારે ત્યારે વરસાદની કોઈ સિસ્ટમની હાજરી વિના પણ અવિરત આ વિસ્તારમાં વરસાદ વરસતો હોય છે. એ જ રીતે ક્યારેક ક્યારેક પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આવા સામાન્ય વરસાદી ટ્રફનું નિર્માણ થતું હોય છે. જ્યારે જ્યારે આવા ટ્રફનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે અવિરત રીતે વરસાદ હવામાન વિખેરાતું નથી. રાત દિવસ સતત હળવો ભારે વરસાદ આ વિસ્તારોમાં વરસતો હોય છે. જેને આપણે હેલીનો વરસાદ તરીકે ઓળખીએ છીએ.

હેલીના વરસાદ હવામાન ક્યારેક ક્યારેક 5 દિવસથી 10 દિવસ સુધી પણ વિખેરાતું હોતું નથી. જેને હિસાબે જે તે વિસ્તારોમાં સતત અવિરત રૂપે વરસાદ ચાલુ રહેતો હોય છે. ક્યારેક ક્યારેક તો સૂર્યનારાયણ ભગવાનની હાજરી પણ ભાગ્ય જ જોવા મળતી હોય છે. મિત્રો આવું જ્યારે જ્યારે વરસાદ હવામાન બનતું હોય છે, ત્યારે ત્યારે લો લેવલ ક્લાઉડ મહેરબાન થાય છે. સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો જે તે વિસ્તારમાં લો લેવલ ક્લાઉડનું સર્જન કરીને અવિરત વરસાદ આપતા હોય છે.

હવામાનના ચિત્ર મુજબ ભેજનું મહત્વ

કોઈપણ વિસ્તારમાં વરસાદ હવામાન ઊભું થવા માટે પાયાની કોઈપણ મુખ્ય જરૂરિયાત હોય તો તેને ભેજ ગણી શકાય. કેમ કે હવામાનના દરેક ચિત્રમાં ભેજને એક પાયાનું પેરામીટર ગણવામાં આવે છે. મિત્રો ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે, આકાશમાં ઘનઘોર વાદળોની હાજરી હોવા છતાં પણ વરસાદની શરૂઆત થતી નથી.

જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ આપણી સામે જોવા મળતી હોય છે, ત્યારે ત્યારે સરફેસ લેવલે ભેજની યોગ્ય માત્રા જણાતી હોય છે. પરંતુ મિડ લેવલ અને અપર લેવલ ખાલીખમ જણાતું હોય છે. એટલે કે મિડ લેવલે અને અપર લેવલે ભેજની માત્રા સાવ નહિવત જોવા મળતી હોય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ બને છે, ત્યારે ડમ ડોર વાદળછાયુ હવામાન હોવા છતાં પણ વરસાદ વરસતો નથી.

સરફેસ લેવલે હંમેશા વરસાદી વાદળ પવનની ગતિની સાથે ગતિ કરતા હોય છે. જ્યારે જ્યારે મિડ લેવલનું વાદળ પવનની જે ગતિ હોય છે, તેના કરતાં વિરુદ્ધ દિશામાં વાદળો ગતિ કરતા હોય છે. જ્યારે અપર લેવલે વાદળો મોટેભાગે સ્થિર અવસ્થામાં જણાતા હોય છે. કેમ કે અપર લેવલે જે વાદળો હોય છે, તેને આપણે કસ અથવા લિસોટા પણ ગુજરાતી ભાષામાં કહીએ છીએ. એટલે જ મિત્રો કોઈપણ સ્થળે વરસાદ હવામાન બનવાના બંધારણ માટે ત્રણેય લેવલે ભેજની યોગ્ય માત્રા હોવી ખૂબ જ જરૂરી છે.

મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર પ્રદેશમાં મોટેભાગે વરસાદ હવામાન ત્યારે જ જણાતું હોય છે, જ્યારે યોગ્ય દિશામાંથી પવન ફૂંકાવાની શરૂઆત થતી હોય છે. જેમ કે સૌરાષ્ટ્રમાં મોટે ભાગે નોર્થ વેસ્ટનો પવન જ્યારે જ્યારે ફુંકાય છે, ત્યારે ત્યારે તે દિવસે મોટે ભાગે લગભગ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા જોવા મળતી હોય છે. એટલે જ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે નોર્થ વેસ્ટના પવનને ઉત્તમ કોટીનો પવન વરસાદ હવામાન બનવા માટે ગણવામાં આવે છે. મિત્રો વરસાદની આગાહી વરસાદનું વિજ્ઞાન સંબંધિત મહત્વની માહિતી મેળવવા માટે આ પોસ્ટનો ખાસ અભ્યાસ કરી લેવો.

સિસ્ટમ આધારિત વરસાદ હવામાન

ગુજરાતમાં મોટાભાગનો વરસાદ સિસ્ટમ આધારિત રહેતો હોય છે. મોટેભાગે બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ આધારિત વરસાદ હવામાન ગુજરાત રાજ્યમાં અવારનવાર જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને જે વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરે છે, એ વિસ્તારોનો ઉલ્લેખ કરીએ તો, તેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોનો સમાવેશ કરી શકાય. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં મોટેભાગે બંગાળની ખાડીની સિસ્ટમ આધારિત વરસાદ બીજા વિસ્તારોની કમ્પેરમાં ઓછો જોવા મળતો હોય છે.

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ ઉત્તર ભારત તરફ સરકે છે. ત્યારે અપર લેવલે એક બહોળું સાયકલોનિક સર્ક્યુલેશન અવારનવાર સર્જાતું હોય છે. જેનો પશ્ચિમનો છેડો ગુજરાત રાજ્યને કવર કરીને છેક અરબ સાગર સુધી લંબાતો હોય છે.

મિત્રો આવા તબક્કામાં અરબ સાગર પરથી ફૂંકાતા ભેજવાળા પવનો સૌરાષ્ટ્ર કચ્છને ભરપૂર માત્રામાં વરસાદ આપવા માટે ફાયદારૂપ બને છે, અને આવી પરિસ્થિતિમાં ક્યારેક ક્યારેક દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં અવારનવાર મેઘત્રાંડવના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. જ્યારે જ્યારે પાછલા વર્ષોમાં સૌરાષ્ટ્ર અતિવૃષ્ટિનું ભોગ બન્યું છે ત્યારે ત્યારે દર વખતે આવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું હતું.

વરસાદ હવામાન ક્યારે થાય – પ્રશ્નો અને જવાબો

વરસાદ ક્યારે પડે છે?

જ્યારે જ્યારે હવામાનની બધી જ પરિસ્થિતિઓ સૂટેબલ બને છે, ત્યારે ત્યારે વરસાદ પડે છે. જેમ કે હવામાનના ત્રણેય લેવલમાં ભેજની યોગ્ય માત્રાનું બંધારણ થાય તેમ જ હવાનું દબાણ યોગ્ય પરિસ્થિતિ રચાય છે. ત્યારે ત્યારે વરસાદની સંભાવના ઉદભવે છે. મિત્રો વરસાદ ત્યારે જ પડે છે, જ્યારે જ્યારે પવનની દિશા પણ સુયોગ્ય બને છે.

ગુજરાતમાં વરસાદનો સમય શું છે?

ભારત દેશ મોસમી પ્રકારની આબોહવા ધરાવતો હોવાથી ખાસ કરીને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદનો મુખ્ય સમય ચોમાસું સિઝન દરમિયાન ગણી શકાય. માટે મિત્રો ગુજરાતમાં પણ વરસાદનો મુખ્ય સમય ચોમાસાની ઋતુ દરમિયાન ગણી શકાય. ગુજરાતમાં મોટે ભાગે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિનાના દિવસો દરમ્યાન વરસાદ થાય છે.

મોન્સૂનના કેટલા પ્રકાર છે?

મોન્સૂન એટલે કે ચોમાસું. ભારતમાં મોન્સૂનના મુખ્યત્વે બે પ્રકાર જોવા મળે છે. એટલે કે બે પ્રકારના ચોમાસા ભારતમાં દર વર્ષે આવે છે. દેશના મુખ્ય ચોમાસાની વાત કરીએ તો, સાઉથ-વેસ્ટ મોન્સૂન ભારત દેશના મોટાભાગના રાજ્યોને કવર કરે છે. જ્યારે શિયાળાની સિઝન દરમિયાન દક્ષિણ ભારતમાં વિન્ટર મોન્સૂન પણ આવે છે. જે તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજ્યોને કવર કરે છે. જેને આપણે નોર્થ-ઈસ્ટ મોન્સૂન કરીએ છીએ.

વરસાદ ક્યારે ઓછો પડે છે?

જે જે વર્ષે ચોમાસું સિઝન દરમિયાન ખંડવૃષ્ટિના સમીકરણો વધુ જોવા મળતા હોય છે, આવા તબક્કામાં વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે. જ્યારે જ્યારે પવનની અયોગ્ય દિશા જોવા મળતી હોય છે, ત્યારે ત્યારે વાદળોનું વ્યવસ્થિત બંધારણ થતું હોવાથી પણ વરસાદ જે તે વિસ્તારોમાં ઓછો પડતો હોય છે. એટલે જ જ્યારે જ્યારે હવામાનના મુખ્ય પરીબળો યોગ્ય બનતા નથી, આવા તબક્કે વરસાદ ખૂબ જ ઓછો પડે છે.

વરસાદની આગાહી કઈ રીતે થાય છે?

વરસાદની આગાહી અંગેની વાત કરીએ તો, વરસાદની આગાહી મુખ્યત્વે 2 રૂપે થાય છે. એમાં પણ ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાતમાં મોટેભાગે 2 રીતે વરસાદની આગાહી થાય છે. એક આધુનિક વિજ્ઞાનના સજ્જ હવામાનના મોડલોને આધારે વરસાદની આગાહી થાય છે. અને બીજી આગાહી અંગેની વાત કરીએ તો, તે છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારિત વરસાદની આગાહી. જેમાં શિયાળાના દરમિયાન બનેલા ગર્ભ તેમજ ભડલી વાક્યના સહારે વરસાદની આગાહી થાય છે. એટલે જ મિત્રો વરસાદની આગાહી મુખ્યત્વે 2 રીતે થતી હોય છે.

ગુજરાતમાં વાર્ષિક વરસાદ કેટલો પડે છે?

ગુજરાતના વાર્ષિક વરસાદ અંગેની વાત કરીએ તો, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં વાર્ષિક વરસાદનું ચિત્ર બદલાયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, મોટેભાગે દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક વરસાદ 70 ઇંચ થી 100 ઇંચની આજુબાજુ ગણી શકાય. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વાર્ષિક વરસાદની માત્રા અલગ અલગ જોવા મળે છે. ઓલ ઓવર સૌરાષ્ટ્રના વાર્ષિક વરસાદની વાત કરીએ તો, 25 ઇંચથી 40 ઇંચની વચ્ચે સૌરાષ્ટ્રનો વાર્ષિક વરસાદ ગણી શકાય. કચ્છનો વાર્ષિક વરસાદ 20 ઇંચથી 35 ઇંચની વચ્ચે ગણી શકાય. જ્યારે ઉત્તર ગુજરાતમાં વાર્ષિક વરસાદ 25 ઇંચથી 40 ઇંચ ની વચ્ચે ગણાય છે.

બંગાળની ખાડીની સિસ્ટમથી વરસાદ હવામાનનો લાભ વધુ કોને મળે?

બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે સિસ્ટમ બને છે, ત્યારે ત્યારે મુખ્ય રૂપે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવે છે. જો મધ્યપ્રદેશ ઉપર આવ્યા બાદ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો, આ સિસ્ટમનો સૌથી વધુ લાભ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતને મળે છે. જો સિસ્ટમ વધુ મજબૂત હોય તો, સિસ્ટમથી વરસાદ હવામાનનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છને પણ મળે છે. પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ કેટલી વધુ મજબૂત છે? એ અંગે પ્રેડીક્શન મેળવવું પડે.BOB low pressure system

અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ ક્યારે બને?

મિત્રો ચોમાસાની સિઝન દરમિયાન બંગાળની ખાડીમાં જેટલી સિસ્ટમ બનતી હોય છે, પરંતું તેટલી માત્રામાં વરસાદની સિસ્ટમ અરબ સાગરમાં બનતી નથી. અરબ સાગરની વરસાદની સિસ્ટમ અંગેની વાત કરીએ તો, મુખ્ય રૂપે ચોમાસાના આગમન પહેલા અવારનવાર અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બનતી હોય છે. અને ક્યારેક ક્યારેક આ સિસ્ટમ વાવાઝોડામાં પણ ફેરવવાથી જોવા મળતી હોય છે. મિત્રો જ્યારે જ્યારે ચોમાસાની વિદાય થાય છે, ત્યારે ત્યારે પવનની અનિશ્ચિતતાને કારણે મોટેભાગે અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ આ સમયે પણ બનતી હોય છે

error: Content is protected !!