મિત્રો ચોમાસું 2024 કંઈક અનોખી પેર્ટનમાંથી આ વર્ષે પસાર થઈ રહ્યું છે. કેમકે અત્યાર સુધીના સમય દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્યને ડાયરેક હિટ કરી નથી. પરંતુ સર્ક્યુલેશનની ઇફેક્ટથી અત્યાર સુધીના મોટાભાગનો વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં લોકલ સિસ્ટમ એક્ટિવ થશે. એટલે કે સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદની સંભાવનાઓ વધુ ઉજળી બનશે.
જૂનથી ઓગસ્ટ મહિનાના પ્રારંભ સુધીના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં મોટેભાગે બહોળું સર્ક્યુલેશન મહેરબાન બન્યું છે. આ વર્ષે બહોળું સાયકલોની સર્ક્યુલેશન દર વખતે ગુજરાત રાજ્યને અસર કર્તા બની રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં આ વર્ષે તાંડવ પણ જોવા મળ્યું છે. જે પ્રાદેશિક વિસ્તારની લોકલ સિસ્ટમ પણ ગણી શકાય. કેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જે વરસાદ આ વર્ષે પડ્યો છે તે ત્યાં લોકલ સિસ્ટમ આધારિત પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
લોકલ સિસ્ટમ એક્ટિવ થશે
દોસ્તો પાછલા વર્ષોનું એક ચિત્ર જોઈએ તો, મોટેભાગે જૂન, જુલાઈ અને ઓગસ્ટના દિવસો દરમ્યાન દક્ષિણ પશ્ચિમના પવનો મારો હંમેશા ગુજરાત રાજ્ય ઉપર જોવા મળતો હોય છે. પરંતુ ઓગસ્ટ મહિનો ઉતરતા જ્યારથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય છે, આ મહિનામાં પવનની પેર્ટન પણ થોડી જાજી બદલાતી હોય છે. આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે આકાર લે છે, ત્યારે લોકલ સિસ્ટમ એક્ટિવ થાય છે. જેની શરૂઆત સૌરાષ્ટ્રના ભાગોથી દર વર્ષે થતી હોય છે.
લોકલ સિસ્ટમ અંગેના પેરામિટરો થોડા વિસ્તારથી સમજીએ તો, મિત્રો જ્યારે જ્યારે સાઉથ વેસ્ટના પવનોની ગતિ મંદ થાય છે, ત્યારે ત્યારે ગુજરાત રાજ્યમાં હવામાનની રૂપરેખા પણ બદલાતી હોય છે. દિવસની શરૂઆતના સમયે એટલે કે બપોર સુધીના સમયગાળા દરમિયાન પવનની ગતિ ખૂબ જ ઓછી હોય છે. ત્યારબાદ બપોર પછી અનિયમિત દિશામાંથી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં પવનની સ્થિતિ જોવા મળે છે. જેને આપણે લોકલ સિસ્ટમ ગણીએ છીએ. જ્યારે જ્યારે લોકલ સિસ્ટમ આકાર લે છે, ત્યારે ત્યારે બપોર બાદ મંડાણી વરસાદ ગુજરાત રાજ્યમાં પડતો હોય છે.
સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદ જ્યારે જ્યારે રાજ્યમાં પડતો હોય છે, તેને આપણે લોકલ સિસ્ટમ આધારિત વરસાદ ગણીએ છીએ. મિત્રો લોકલ સિસ્ટમ જ્યારે જ્યારે અસર કર્તા બને છે, ત્યારે ત્યારે જે તે વિસ્તારોમાં વરસાદનો વિસ્તાર અનિયમિત હોય છે. જેમ કે જ્યાં વરસાદ 5 ઇંચ જેટલો પડ્યો હોય છે, પરંતુ તેની આજુબાજુ 25 km ના અંતરમાં આટલો વરસાદ પડ્યો હોતો નથી. એટલે જ આપણે મંડાણી વરસાદ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં લોકલ સિસ્ટમ આધારિત વરસાદ સાર્વત્રિક વરસાદ હોતો નથી.
સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદની સંભાવના
મુખ્યત્વે સપ્ટેમ્બર મહિનાને મંડાણી વરસાદનો ગઢ ગણવામાં આવે છે. કેમકે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના દરેક વિસ્તારમાં પવનની ગતિ ખૂબ જ અનિયમિત રૂપે જણાતી હોય છે. આવા તબક્કામાં જ્યારે જ્યારે ગરમીનો માહોલ વધુ પડતો બને છે, ત્યારે ત્યારે મોટેભાગે બપોર પછી ભારેથી અતિ ભારે વરસાદ જે તે સ્થળે નોંધાતો હોય છે. જેને આપણે મંડાણી વરસાદ કહીએ છીએ. એટલે જ મિત્રો આવી પરિસ્થિતિનું મુખ્ય રૂપે નિર્માણ સપ્ટેમ્બર મહિનામાં જોવા મળતું હોય છે.
વર્ષ 2024 દરમિયાન સપ્ટેમ્બર મહિનાના હવામાન અંગે એક લાંબા ગાળાનું તારણ જોઈએ તો, આ વર્ષે સપ્ટેમ્બર મહિનાના દિવસો દરમિયાન રાજ્યમાં મંડાણી વરસાદની સંભાવના વધુ પડતી જોવા મળી રહી છે. કેમકે આ વર્ષે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતા સાઉથ વેસ્ટના પવનો વધુ પડતા વળાંક લઈ રહ્યા છે. જ્યારે આ પવનનો સ્પેલ પૂરો થશે, ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનામાં મંડાણી વરસાદની શક્યતા આ વર્ષે વધુ પડતી જણાઈ રહી છે.
લોકલ સિસ્ટમ આધારિત ભારે વરસાદ
ભાદરવા મહિનામાં જ્યારે જ્યારે મંડાણી વરસાદનું મેઘતાંડવ સર્જાય છે, ત્યારે ત્યારે કલાકોમાં ક્યારેક ક્યારેક 5 થી 8 ઇંચ વરસાદ પડી જતો હોય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે ત્યારે આ પરિસ્થિતિ લોકલ સિસ્ટમ આધારિત હોય છે. એટલે જ આવા સંજોગોમાં ભારેથી અતિ ભારે વરસાદના ચિત્રો અવારનવાર ભાદરવા મહિનાના દિવસો દરમિયાન જોવા મળતા હોય છે. જે આપણે ભૂતકાળના અનેક વર્ષોમાં જોઈ ચૂક્યા છીએ.
મિત્રો આમ જોઈએ તો ઓતરા નક્ષત્ર 2024 અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2024 દરમિયાન મોટાભાગના દિવસોમાં આવી લોકલ સિસ્ટમ આધારિત વરસાદ પડતો હોય છે. એમાં પણ ખાસ કરીને ઓતરા નક્ષત્રમાં જ્યારે જ્યારે વરસાદ પડે છે, ત્યારે ત્યારે ખેડૂતોને પણ મોટી નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. કેમકે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ક્યારેક ક્યારેક કલ્પના ન હોય તેટલો વરસાદ પણ ખાબકતો હોય છે. ટૂંકમાં મિત્રો આ મંડાણી વરસાદને લોકલ સિસ્ટમ આધારિત ગણવામાં આવે છે. અને જે હસ્ત નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન સુધી આવી લોકલ સિસ્ટમ એક્ટિવ રહેતી હોય છે.
અરબ સાગરની સિસ્ટમ આધારિત ભારે વરસાદ
મિત્રો જ્યારે જ્યારે ચોમાસાનો સ્પેલ પૂરો થતો હોય છે, ત્યારે ત્યારે અરબ સાગર પણ ક્યારેક ક્યારેક પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરે છે. ટૂંકમાં મોનસુન વિદાય થતું હોય છે, ત્યારે ત્યારે અરબ સાગરમાં પણ અવાર નવાર સિસ્ટમ આધારિત ભારે વરસાદનો સામનો ગુજરાત રાજ્યને કરવો પડતો હોય છે. અરબ સાગરની સિસ્ટમ આધારિત જ્યારે જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે ત્યારે ભારે પવનનો પણ ખેડૂતોએ સામનો કરવો પડે છે. જેના ઘણા દાખલા આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ.
સાઉથ વેસ્ટ મોન્સૂન જ્યારે જ્યારે બ્રેક થાય છે, ત્યારે ત્યારે અરબ સાગરમાં પણ પવનની અનિયમિતતાનું સર્જન થતું હોય છે. ક્યારેક ક્યારેક નબળું વાવાઝોડું પણ ચોમાસું પૂરું થવાના સમયગાળા દરમિયાન જોવા મળતું હોય છે. જ્યારે જ્યારે ચોમાસાની આખરમાં અરબ સાગરમાં વાવાઝોડું એક્ટિવ થાય છે, ત્યારે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો હોય છે. ત્યારે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ લોકલ સિસ્ટમ અનુરૂપ હવામાનની હાજરી હોવાથી અરબ સાગરની સિસ્ટમને વધુ સપોર્ટ મળતો હોય છે.
ઓગસ્ટ દરમિયાન બંગાળની સિસ્ટમ
તાજેતરમાં ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલી અપડેટ મુજબ ઓગસ્ટ મહિના દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ કચ્છને ઓછી અસર કરે એવું જણાઈ રહ્યું છે. પરંતુ ઓગસ્ટ મહિનાના દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં સરેરાશ વરસાદ કરતાં વધુ વરસાદ આ વર્ષે જોવા મળી શકે.
પરંતુ ઓગસ્ટ મહિનામાં જે વરસાદ દર વર્ષે જોવા મળતો હોય છે, તેના કરતાં આ વર્ષે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પ્રમાણ ઓછું રહી શકે. ટૂંકમાં ઓગસ્ટ મહિના દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છને ઓછી અસર કરે એવું હાલ પ્રારંભિક જણાઈ રહ્યું છે.
એટલે જ મિત્રો દરેક વખતે હવામાન વિભાગ દ્વારા જે તે લાંબા ગાળાના ચાર્ટ મુજબ ફોરકાસ્ટ કરવામાં આવતી હોય છે, તેને સો ટકા સત્યના રૂપે પણ માની લેવી ન જોઈએ. કેમકે આપણે ઘણી વખત એવું પણ જોઈ ચૂક્યા છીએ કે, મોડલોમાં જે ચિત્રો જોવા મળતા હોય છે તેના કરતાં પરિસ્થિતિનું નિર્માણ કંઈક અલગ રીતે જ જોવા મળતું હોય છે. એટલે અત્યારથી ઓગસ્ટ મહિનામાં વરસાદ ઓછો થશે, એવું પણ માની લેવું ન જોઈએ.
લોકલ સિસ્ટમ વિશે મહત્વના સવાલ-જવાબ
રાજ્યના જે તે પ્રાદેશિક પ્રદેશોમાં અલગ અલગ પ્રકારનું હવામાન જોવા મળતું હોય છે, એ પરિસ્થિતિને અનુસંધાને જ્યારે જ્યારે વરસાદી હવામાન બને છે, તેને લોકલ સિસ્ટમ કહેવામાં આવે છે.
ગુજરાતમાં મોટેભાગે લોકલ સિસ્ટમ આધારિત વરસાદને મંડાણી વરસાદના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રકારનો વરસાદ મોટેભાગે બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળતો હોય છે.
ઓગસ્ટ મહિના બાદ જ્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થાય છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પવનની અસ્થિરતાને કારણે મુખ્યત્વે લોકલ સિસ્ટમની શરૂઆત થાય છે. એટલે જ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો લોકલ સિસ્ટમ માટેનો મુખ્ય ગણાય છે.
ના, લોકલ સિસ્ટમનો વરસાદ સાર્વત્રિક વરસાદ હોતો નથી. કેમકે જ્યારે જ્યારે લોકલ સિસ્ટમ આકાર લ્યે છે, ત્યારે ત્યારે મોટા ભાગના વિસ્તારોમાં આ વરસાદ પડતો નથી. એટલે જ લોકલ સિસ્ટમનો વરસાદ સાર્વત્રિક વરસાદ હોતો નથી.
હા, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં લોકલ સિસ્ટમનો વરસાદ ચોક્કસપણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતો હોય છે. જેને વિજ્ઞાનની ભાષામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
મિત્રો લોકલ સિસ્ટમનો વરસાદ કયા વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરે એ અંગે કોઈ ફિક્સ હોતું નથી. કેમકે હવામાનના મોડલના ચાર્ટમાં પણ લોકલ સિસ્ટમનો વરસાદ દ્રશ્યમાન થતો નથી. એટલે જ લોકલ સિસ્ટમનો વરસાદ ગમે તે વિસ્તારમાં થતો હોય છે. એટલે જ તેને મંડાણી વરસાદ કહેવામાં આવે છે.