વરસાદની સિસ્ટમ : હવામાન સમાચાર

મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં વરસાદની સિસ્ટમ અંગેની વાત વિસ્તારથી સમજશું. કેમ કે જ્યારે જ્યારે ગુજરાતમાં શાનદાર રીતે ચોમાસાનું આગમન થયા બાદ વરસાદની સિસ્ટમ અવાર નવાર બનતી હોય છે. તો વરસાદની સિસ્ટમ અંગેની વિસ્તૃત માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

Weather System

25 મી મેની આજુબાજુ સાઉથ વેસ્ટના પવનો વ્યવસ્થિત રીતે સમગ્ર દેશમાં સેટ થયા બાદ ચોમાસું પવનની શરૂઆત લગભગ ભારતના બધા જ વિસ્તારોમાં થઈ જતી હોય છે. આ પેટર્નને હિસાબે જ ભારતમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરતું હોય છે. સાઉથ વેસ્ટના પવનોની ગતિવિધિ બંગાળની ખાડીમાં કંઈક અલગ રીતે જોવા મળે છે. અને આ પવનો બંગાળની ખાડીમાં અવાર નવાર વરસાદની સિસ્ટમ ઊભી કરે છે.

વરસાદની સિસ્ટમ

વરસાદની સિસ્ટમ અંગેની વાત કરીએ તો, મિત્રો શરૂઆતના તબક્કામાં સર્ક્યુલેશન સિસ્ટમ ડેવલોપ થતી હોય છે. આ સિસ્ટમ જ્યારે વધુ મજબૂત બને છે, ત્યારે લો પ્રેશર સિસ્ટમમાં રૂપાંતરિત થાય છે. અને આ લો પ્રેશર ત્યારબાદ જમીનના ભાગોમાં આવીને વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઊભું કરતું હોય છે.

વરસાદની સિસ્ટમ બનવા માટે મુખ્યત્વે દરિયાઈ સપાટી ઉપર હવાનું દબાણ નીચું હોવું જરૂરી છે. કેમ કે દરિયાની સપાટી ઉપર જ્યારે જ્યારે હવાનું દબાણ ઘટે છે, ત્યારે વરસાદની સિસ્ટમનું નિર્માણ થાય છે. જે તે દરિયાઈ સપાટી ઉપર વરસાદની સિસ્ટમનું નિર્માણ થાય છે, ત્યારે વાદળોનો મોટો ગંજ ૨ચાતો હોય છે. જે આધારિત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થતી હોય છે.

ચોમાસું દરમિયાન ગુજરાતમાં આવનારા વરસાદના રાઉન્ડ અંગેની વાત કરીએ તો, મિત્રો ગુજરાતનો વરસાદ મોટેભાગે બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમને આધારિત હોય છે. કેમકે જ્યારે જ્યારે બંગાળની ખાડીમાં બનેલી વરસાદની સિસ્ટમ નોર્થ વેસ્ટનો ટ્રેક લઈ અને મધ્યપ્રદેશની આજુબાજુ આવે છે. ત્યારે ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળતો હોય છે.

જ્યારે-જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે લગભગ મોટેભાગે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં વરસાદની એક્ટિવિટીની શરૂઆત થતી જોવા મળતી હોય છે. ટૂંકમાં મિત્રો ગુજરાતમાં ચોમાસું સિઝન દરમિયાન મોટાભાગનો વરસાદ બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમને આધારિત જોવા મળતો હોય છે.

અરબ સાગરની વરસાદી સિસ્ટમ

મિત્રો અરબ સાગરમાં બનતી વરસાદી સિસ્ટમ અંગેની વાત કરીએ તો, અરબ સાગરમાં મોટેભાગે વરસાદની સિસ્ટમ ચોમાસાની શરૂઆત પહેલા અથવા તો ચોમાસું જ્યારે જ્યારે ગુજરાતમાંથી વિદાય લેતું હોય, એ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં આવી એક્ટિવિટી વધુ જોવા મળતી હોય છે. ચોમાસું સિઝનની મધ્યાંતર ભાગમાં અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળતી હોય છે.

કેમકે ચોમાસાની શરૂઆત પહેલા અને ચોમાસાની જ્યારે જ્યારે વિદાય થતી હોય એ, અરસા દરમિયાન અરબ સાગરમાં પવનોની ગતિ ખૂબ જ અસ્ત-વ્યસ્ત જોવા મળે છે. આવા સંજોગોમાં ક્યારેક ક્યારેક અરબ સાગરમાં વાવાઝોડું જેવી મજબૂત કેટેગરીની વરસાદની સિસ્ટમ પણ આકાર લેતી હોય. કેમ કે એવા દાખલા પણ ભૂતકાળના ઘણા વર્ષોમાં જોવા મળ્યા છે.

લો પ્રેશર સિસ્ટમ

ટૂંકમાં મિત્રો એવું કહી શકાય કે, જ્યારે ભેજવાળા પવનો દરિયાઈ સપાટી ઉપર મોટો વળાંક લેતા હોય આવા અરસામાં જો દરિયાઈ સપાટી ઉપર હવાનું દબાણ ક્રમશ નીચું જતું જોવા મળે છે. ત્યારે ત્યારે એક સર્ક્યુલેશનનું નિર્માણ થાય છે. અને ત્યારબાદ આ સર્ક્યુલેશન મજબૂત થઈને લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય છે. આવી પરિસ્થિતિ જ્યારે જ્યારે ઊભી થાય છે ત્યારે ત્યારે વરસાદનો એક મોટો રાઉન્ડ જે તે વિસ્તારને અસર કર્તા બને છે.

ગુજરાતમાં સરેરાશ થતા વરસાદ તેમજ ભારતમાં સરેરાશ થતા વરસાદનો મોટો આધાર બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ આધારીત ગણી શકાય. જોકે મિત્રો પશ્ચિમ ભારતમાં વેસ્ટન ઘાટીના વિસ્તારમાં વરસાદની સિસ્ટમની હાજરી ન હોવા છતા પણ ચોમાસા દરમિયાન સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં જોવા મળતો હોય છે. પરંતુ આ અંગેનું શું કારણ રહેલું છે? એ અંગેની વાત આપણે નવી પોસ્ટના માધ્યમથી કરશું.

ચોમાસું દરમિયાન આકાર લેતી વરસાદી સિસ્ટમ, પવનનો ટ્રફ, વાવાઝોડું, સર્ક્યુલેશન સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ, વોરટેક્ષ સિસ્ટમ આ બધી જ અલગ અલગ હવામાનમાં પેટર્ન બનતી હોય છે. એ સંબંધિત દરેક વિષય ઉપર આપણે નવી નવી પોસ્ટના માધ્યમથી માહિતી આપતા રહીશું.

તો મિત્રો હવામાન આધારિત નવી નવી જાણકારીની માહીતી સાથે સાથે ગુજરાત રાજ્ય સંબંધિત હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો આભાર.

error: Content is protected !!