આવતીકાલનું હવામાન: ગુજરાત પર બે-બે વાવાઝોડાનું સંકટ

આવતીકાલનું હવામાન: અરબી સમુદ્ર સક્રિય બન્યો છે. અરબી સમુદ્રમાં આવનારા દિવસો દરમિયાન એક નહીં પરંતુ બે બે વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. જોકે અરબી સમુદ્રમાં જે બે શક્તિશાળી વરસાદની સિસ્ટમ બનશે તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે? એ અંગેની સંપૂર્ણ હવામાન માહિતી આ પોસ્ટમાંથી મેળવશું.

આવતીકાલનું હવામાન

ઓહો ઓક્ટોબર મહિનામાં જાણે મેઘાવી માહોલ જમાવટ કરે એવા ચિત્રો ગુજરાતમાં જોવા મળશે. કેમકે આવતીકાલનું હવામાન મુજબ આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલનું હવામાન વરસાદ સાથે જમાવટ કરશે.

અરબી સમુદ્રમાં હાલમાં આકાર લઈ રહેલું ડિપ્રેશન એ વાવાઝોડાની કેટેગરી સુધી પણ જઈ શકે છે. પરંતુ હાલના હવામાનના મોડલના સમીકરણો મુજબ આ સિસ્ટમ ગુજરાતથી દુરથી પસાર થઈને અરેબિયન કન્ટ્રી સાઈડ જાય એવા ચિત્રો સત્યની નજીક જોવા મળી રહ્યા છે.

દરરોજની હવામાન આગાહી અહીંથી મેળવો.

અરબી સમુદ્રમાં હાલમાં સક્રિય રહેલી વરસાદની સિસ્ટમથી રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થશે. જેમાં બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. મુખ્ય વરસાદની આગાહી વાળા વિસ્તારોની વાત કરીએ તો, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો વધુ પ્રભાવિત થાય એવા ચિત્રો સ્પષ્ટ બની રહ્યા છે.

આવતીકાલનુ હવામાન ગુજરાત

આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં કેવું રહેશે? એ અંગેની વિશેષ હવામાન અપડેટ મેળવીએ તો, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર આ જિલ્લાના વિસ્તારોમાં આવનારા ત્રણ થી ચાર દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, ચીખલી, દાદરા અને નગર હવેલી, સેલવાસ આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ મજબૂત થઈને આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ઉભી કરશે.

આવતીકાલનું હવામાન વરસાદ

અરબી સમુદ્રમાં સક્રિય રહેલી સિસ્ટમ બાદ ફરીથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનીને આ સિસ્ટમ અરબી સમુદ્રમાં એન્ટર થશે. આ પરિસ્થિતિને અનુસંધાને ફરીથી ગુજરાતમાં આવતીકાલનું હવામાન વરસાદ સાથે જોવા મળશે. ટૂંકમાં એક પછી એક એમ બે મજબૂત સિસ્ટમ ક્રમશ અરબી સમુદ્રમાં બનશે.

હવામાન આગાહી પ્રમાણે આછેરી ઝલક જોઈએ તો, આવનારા દિવસોમાં જાણે ચોમાસું મધ્યાંતરમાં હોય એવું હવામાન ફીલ થતુ જોવા મળશે. જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમને આધીન રહેશે. જોકે આ બંને સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પણ પહોંચી શકે છે. કેમ કે આવા મજબુત ચિત્રો હવામાન મોડલમાં જોવા મળી રહ્યા છે.