આજનું હવામાન: ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આજનું હવામાન મુજબ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અરબ સાગરમાં સક્રિય રહેલી સિસ્ટમને આધારે સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થશે.

આજનું હવામાન

ગુજરાત રાજ્યમાં વરસાદની વાદળોએ જમાવટ લીધી છે. જેનું મુખ્ય કારણ અરબ સાગરમાં રહેલી સિસ્ટમને ગણી શકાય. ગઈકાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં બપોર બાદ મેઘ તાંડવની શરૂઆત થઈ હતી. જે મધ્યરાત્રી સુધી જોવા મળી હતી. આજનું હવામાન મુજબ આજે પણ બપોર બાદ સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મંડાણી વરસાદ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં આજનું હવામાન કેવું રહેશે? એ અંગેની હવામાન અપડેટ મેળવવીએ તો, આજે દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વધુ જણાશે. જ્યારે કચ્છના પણ છુટાછવાયા વિસ્તારોમાં આજે બપોર બાદ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સંભાવના ગણી શકાય.

આજે વરસાદની આગાહી

આજનું હવામાન વરસાદ અંગે કેવું રહેશે એ અંગેની હવામાન આગાહી મેળવીએ. તો આજે મુખ્ય રૂપે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ચીખલી, ભરૂચ, સુરતની સાથે સાથે વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

જ્યાં સુધી અરબ સાગરમાં સક્રિય રહેલી વરસાદની સિસ્ટમ ગુજરાતની બાજુમાં હશે, ત્યાં સુધી આવનારા દિવસોમાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જેમ જેમ વરસાદની સિસ્ટમ ગુજરાતથી દૂર જતી રહેશે, તેમ તેમ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થતો જશે.

દરરોજની વરસાદની આગાહી અહીંથી મેળવો.

ચોમાસું વિદાય થઈ ગયું હોવા છતાં પણ સમગ્ર રાજ્યમાં હવામાન વરસાદી જણાઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ જ્યારે જ્યારે ચોમાસું વિદાય લેતું હોય છે, એ સમયગાળા દરમિયાન અરબ સાગર સક્રિય બનતો હોય છે. આ પરિસ્થિતિને અનુસંધાને જ હવામાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સાથે જોવા મળી રહ્યું છે.

આજનું હવામાન વરસાદ

સૌરાષ્ટ્રમાં આજે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર આ વિસ્તારોમાં આજનું હવામાન વરસાદ સાથે જોવા મળશે. જેમાં બપોર બાદ કડાકા ભડાકા અને ગાજ વીજ સાથે મંડાણી વરસાદની સંભાવના આ જિલ્લાઓમાં રહેશે.

જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સાથે પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના ઓછી જોવા મળી રહી છે.