મિત્રો ધાણીનું નામ સાંભળતા જ ધાણીના વિક્રમી ભાવ ગયા વર્ષોમાં જોવા મળ્યા એ દિવસોની યાદ આવી જાય. કેમ કે ધાણીની ખેતી હવે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. તો આજની આ પોસ્ટમાં ધાણીની ખેતી અંગેની ઘણી બધી માહિતી મેળવશું.
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસું ખૂબ જ અનિયમિત જોવા મળી રહ્યું છે. આ વરસાદના અનિયમિત પ્રમાણથી સૌરાષ્ટ્ર તેમજ કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ શિયાળુ પિયતોમાં મોટો કાપ જોવા મળી રહ્યો છે. પાણીની અભાવે લસણ, ઘઉં જેવા લાંબા ગાળાના પાકોનું વાવેતર ઘટ્યું છે.
આવી પરિસ્થિતિઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધાણા તેમજ ધાણીનું વાવેતર રાજ્યમાં વધુ પડતું જોવા મળી રહ્યું છે. કેમકે ધાણીનો પાક એવો છે કે, આ પાકને જીરાની જેમ ખૂબ જ ઓછું પાણી હોય તો પણ આ પાક તૈયાર થઈ જાય છે. આમ જોવા જઈએ તો, ધાણીની ખેતી અનુરૂપ 60 દિવસની આજુબાજુ છેલ્લું પિયત મળી જાય તો પણ ધાણીનો પાક વ્યવસ્થિત રીતે તૈયાર થઈ જાય.
પ્રથમ તો ખર્ચ અંગેની વાત કરીએ તો, ધાણીની ખેતી અંગે ખર્ચના આંકડા ઊંચા જતા નથી. કેમ કે ધાણા તેમજ ધાણીના પાકોમાં કોઈ મોટા ગંભીર રોગો જોવા મળતા નથી. મુખ્યત્વે આ ધાણીની ખેતી ખરેખર લો બજેટ ખેતી પણ ગણી શકાય. કેમ કે બિયારણ પણ સસ્તું હોય છે અને જંતુનાશક દવાઓનો વપરાશ ખૂબ જ ધાણીની ખેતીમાં ઓછો થાય છે.
ધાણીની ખેતી
ધાણીની ખેતી અંગે વાવેતર અંગેનું પ્રથમ માર્ગદર્શન લઈએ તો, 1 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચેનો સમયગાળો ધાણીના વાવેતર માટે બેસ્ટ ગણવામાં આવે છે. કેમકે આ દિવસો દરમિયાન ઠંડીની શરૂઆત ધીરે ધીરે થતી હોવાથી ધાણીનું બીજનું અંકુરણ ખૂબ જ સારું એવું ઝડપથી નીકળે છે. એટલે કે ટૂંકમાં મિત્રો આ દિવસો દરમિયાન ધાણીનો ઉગાવો ખૂબ જ સારો મેળવી શકાય.
જો વાવેતર સમયે દિવસનું તાપમાન 35 ડિગ્રીની આજુબાજુ જોવા મળતું હોય તો, ધાણીના બીજનું જર્મીનેશન યોગ્ય માત્રામાં થતું નથી. એટલે આ ધાણીની ખેતીમાં ઉગાવો આ દિવસો દરમિયાન જોવા મળતો નથી. એટલે જ મિત્રો જ્યારે ઠંડીના દિવસો શરૂઆત થતા હોય ત્યારે જ ધાણીનું વાવેતર કરવું હિતાવહ છે.
ગુજરાતમાં ધાણીનું વાવેતર મોટેભાગે ખેડૂતો જમીનને વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને ટ્રેક્ટરથી કરતા હોય છે. કેમકે આધુનિક યંત્રોથી વાવેતર ખૂબ જ ઝડપથી થઈ જાય છે. અને સાથે સાથે દર વીઘે ધાણીના બીજ પણ સપ્રમાણ પડવાથી ધાણીનું વાવેતર સારું એવું ટ્રેક્ટરની ઓટોમેટીક ઓરણીથી થઈ શકે છે.
ધાણીનું વાવેતર કેમ કરવું
ધાણીની ખેતી મુજબ ધાણીનો ઉગાવો બરાબર આવી ગયા બાદ એટલે કે મોટેભાગે 3 પિયતમાં ધાણી 12 થી 14 દિવસના ગાળામાં વ્યવસ્થિત રીતે ઉગી જાય છે. ત્યારબાદ ખાસ પિયતની જરૂર પડતી હોતી નથી. મોટાભાગના ખેડૂતો ધાણીનો પાક ઉગ્યા બાદ ચોથું પિયર 15 થી 20 દિવસ પિયત આપતા નથી. કેમ કે ધાણી બરાબર ડાંડલીયે ચડી ગયા ત્યારબાદ ચોથું પિયત આપતા હોય છે.
30 દિવસની આજુબાજુ ધાણીના પાકમાં સફેદ માખી અથવા તો લીલી પોપટીનો ઉપદ્રવ અમુક અમુક વર્ષોમાં જોવા મળે છે. જો આવી પરિસ્થિતિ જોવા મળે તો, જંતુનાશક દવાનો સ્પ્રે કરવો. જેથી ધાણીની ખેતીમાં ધાણી માં પાકની વૃદ્ધિ માટે અવરોધ રૂપ આ ચુસિયા વર્ગ પ્રકારની જીવાત બંને નહીં. એટલે જ યોગ્ય સમયે સારા એવા જંતુનાશકનો સ્પ્રે કરવો હિતાવહ છે.
40 થી 50 દિવસના ગાળા દરમિયાન ધાણીની ખેતી લક્ષી એકાદ બે યુરિયાના છંટકાવ કરવા ખૂબ જ હિતાવહ છે. કેમ કે નાઇટ્રોજન આ સમયગાળા દરમિયાન જાણીને વૃદ્ધિ માટે એક સારું એવું ટોનિક સાબિત થાય છે. એટલે જ ધાણીની મધ્યમ ઊંચાઈ હોય ત્યાં સુધીમાં જ યુરિયા આપી દેવું હિતાવહ છે. ત્યારબાદ વધુ પડતું નાઇટ્રોજન આપવું નહીં.
ધાણીની ખેતી મુજબ 55 દિવસની આજુબાજુ પ્રથમ ફૂગ્નાશક સારું એવું છાંટી દેવું. કેમ કે ધાણીની ખેતીમાં ફંગી સાઈડ વાપરવા ખૂબ જ જરૂરી છે. કેમકે ધાણીના પાકમાં મોટેભાગે સફેદ છારો નામની ફૂગ જોવા મળતી હોય છે. એટલે જ બજારમાં મળતા સારી કંપનીના ફૂગનાશકનો ઉપયોગ કરવો ખૂબ જ હિતાવહ છે.
લીલવણી ધાણી
ધાણીની ખેતીમાં કાપણી અંગેની વાત કરીએ તો, મિત્રો આ ભૂમિકા જ ખૂબ જ મહત્વની છે. કેમકે યોગ્ય સમયે ધાણીની કાપણી થાય તો જ લીલો કલર મળે છે. નહીંતર મોટેભાગે કલર લીલો મળતો નથી. મિત્રો ધાણીની ખેતી મુજબ કાપણી જ ખૂબ જ મહત્વનો સમયગાળો હોય છે. કેમકે જો ધાણીનો લીલો કલર આવે તો જ બજારમાં આ પાકના ભાવ ખૂબ જ ઊંચા થાય છે.
મિત્રો ધાણીની કાપણી અંગેની વાત કરીએ તો, જો એકદમ લીલો કલર ધાણીનો કરવો હોય તો, 80 દિવસની આજુબાજુ ધાણીની કાપણી કરી લેવી. આ સમયગાળા દરમિયાન આવનારા સમયમાં ઝાકળનો માહોલ ન હોવો જોઈએ એ વાતનો ખાસ ખ્યાલ રાખવો.
કેમ કે જો પાથરે ઝાકળ બેસે તો, ધાણીનો કલર એકદમ લાલ થઈ જાય છે. અને આવી ધાણીનો ભાવ મળતો નથી. એટલે જ ધાણીના શ્રેષ્ઠ લીલા કલર માટે અત્રે પડેલી ધાણી ઉપર રાત્રે ઝાકળ વરસાદ થવી ન જોઈએ. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.
ધાણીનો કાપણીનો સમય જ્યારે નજીક આવે ત્યારે સારા એવા વેધર એનાલિસિસનું તમે માર્ગદર્શન મેળવી શકો છો. કેમ કે વેધર એનાલિસિસ પાસે આવનારા દિવસોમાં ઝાકળનો રાઉન્ડ આવશે કે નહીં? એ અંગેની ખાસ માહિતી હોય છે.
એટલે જ આ સમયગાળા દરમિયાન સારા એવા વેધર એનાલિસિસના સંપર્કમાં રહેવું ખૂબ જ હિતાવહ છે. જેથી આપણે ધાણીનો લીલો કલર મેળવવા માટેના યોગ્ય હવામાન અંગેની માહિતી મેળવી શકીએ.
મિત્રો ધાણીની કાપણી થઈ ગયા બાદ હવામાન જેટલું ભેજ રહિત હોય એટલું સારું પરિણામ મેળવી શકીએ. આ ગાળામાં જો ભૂર પવન હોય તો, ખૂબ જ સારી બાબત ગણાય. કેમ કે સાઉથ ઇસ્ટના પવનો જ્યારે જ્યારે ફુકાતા હોય છે ત્યારે ત્યારે હવામાન મોટેભાગે ભેજ રહિત હોય છે. જે ખેતરમાં પાથરે પડેલી ધાણી માટે સોના સમાન આવું હવામાન સાબિત થાય છે.
પાથરે ધાણી સુકાઈ ગયા બાદ તેની કાલર એટલે કે સટ્ટા કરવામાં આવે છે. આવી ધાણીની કલરોને ઘણા ખેડૂતો 15 થી 20 દિવસ ખેતરમાં રાખે છે. 15 થી 20 દિવસ કાલરમાં રહેલી ધાણી એકદમ વરીયાળી જેવી લીલી થઈ જાય છે. અને મિત્રો આવી ધાણીના દામ માર્કેટયાર્ડમાં ખૂબ જ ઊંચા મળતા હોય છે.
ધાણીની ખેતીમાં કલર સુકાઈ ગયા બાદ થ્રેસરથી ધાણી તૈયાર કરવામાં આવે છે. થ્રેસરમાં તૈયાર થઈ ગયા બાદ યોગ્ય સફાઈ કરી અને આ પાક જો માર્કેટિંગ યાર્ડમાં વેચવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ ઊંચા ભાવ મળી શકે. કેમ કે ધાણીમાં બને તેટલું કસ્તર ઓછું હોય તો, વેપારીઓ ખૂબ જ સારા ભાવ આવી ધાણીને આપતા હોય છે.
મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતો આવી એવર ગ્રીન લીલી ધાણી બનાવવા માટેના એક્સપર્ટ ગણાય છે. કેમકે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાણવડ તાલુકાના ખેડૂતો લગભગ સૌથી ઊંચા ભાવ ધાણીના મેળવે છે. કેમકે આ પંથકની ધાણી એકદમ લીલવણી ધાણી તરીકે અનોખી ઉપસી આવે છે.
તો મિત્રો આવી ને આવી નવી નવી ખેતી આધારિત તેમ જ હવામાન અંગેની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખુબ ખુબ આભાર.