Avatikal Nu Havaman: જાણો આવતીકાલનું હવામાન કેવું રહેશે

આવતીકાલનું હવામાન 2024: ઉત્તર પંજાબ લાગુ પાકિસ્તાનના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી અપર લેવલે અંતી સાયકલોનીક સર્ક્યુલેશન Aunty Cyclonic Circulation જોવા મળી રહ્યું છે. આ પેટર્નને હિસાબે પંજાબ સહિત ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું 2024 વિદાય લે એવા સમીકરણો રચાઈ રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં Avatikal Nu Havaman આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંગેની માહિતી મેળવીએ.

Avatikal Nu Havaman

Avatikal Nu Havaman: ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની થોડી માહિતી મેળવીએ. તો મિત્રો સૌરાષ્ટ્રમાં આવનારા ત્રણથી ચાર દિવસ દરમિયાન હવામાન વાદળછાયું રહેશે. તાપમાનનો પારો પણ ઊંચો જોવા મળશે. કેમ કે વાદળોનું પ્રમાણ આવતા ત્રણથી ચાર દિવસ દરમિયાન ઓછું જોવા મળશે. આ પેટર્નને હિસાબે સૌરાષ્ટ્રનું આવતીકાલનું હવામાન મુખ્યત્વે સૂકું તેમજ ગરમ રહેશે. છતાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

મિત્રો 20 સપ્ટેમ્બર સુધીનું સૌરાષ્ટ્રના હવામાનનું પ્રેડીક્શન જોઈએ તો, ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અથવા તો હળવો વરસાદ જોવા મળી શકે છે. જેમાં ભાવનગર જિલ્લામાં મહુવા તળાજા પંથકના વિસ્તારોમાં વરસાદનું કંઈક માત્રામાં જોર જોવા મળી શકે. જ્યારે અમરેલી જિલ્લાના એકાદ બે વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા ગણી શકાય. ટૂંકમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 20 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન કોઈ ભારે વરસાદના સમીકરણો જોવા મળી રહ્યા નથી.

જાણો ગુજરાતનુ આવતીકાલનું હવામાન કેવું રહેશે

આવતીકાલનું હવામાન: ગુજરાત રિજીયનની વાત કરીએ તો, મિત્રો ગુજરાત રિજીયનમાં આવનારા દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવતીકાલનું હવામાન (Avatikal Nu Havaman) વરસાદી જોવા મળી શકે છે. એમાં પણ ખાસ કરીને ડાંગ વલસાડ જેવા મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના આવનારા ત્રણથી પાંચ દિવસ દરમિયાન જોવા મળી રહી છે.

જ્યારે પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન વાદળછાયું રહેશે. 20 સપ્ટેમ્બર સુધીનું એક અનુમાન આ વિસ્તારોનું જોઈએ તો, છુટા છવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે. છતાં પણ ગ્લોબલ મોડલની અપડેટ મુજબ આ વિસ્તારોમાં એકાદ બે સ્થળે બોપરબાદ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા નકારી શકાતી નથી.

આવતીકાલનું હવામાન 2024

Avatikal Nu Havaman: આવતીકાલનું હવામાન 2024 મુજબ મુજબ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો, કચ્છમાં પણ મોટેભાગે 22 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાનનું એક અનુમાન જોઈએ તો, કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હાલ હવામાનના મોડલ મુજબ જોવા મળી રહી નથી. એકંદરે આવનારા ચારથી પાંચ દિવસ દરમિયાન કચ્છમાં પણ તાપમાનનો પારો ઊંચો જોવા મળી શકે.

ભેજ અને તાપમાનની વાત કરીએ, તો આવનારા દિવસોમાં કચ્છના વિસ્તારોનું હવામાન ગરમ તેમજ કંઈક અંશે સરફેસ લેવલે ભેજનું પ્રમાણ ઊંચું રહેવાથી વાદળછાયુ હવામાન 20 સપ્ટેમ્બર સુધી જોવા મળે તેવા ચિત્રો ગ્લોબલ મોડલમાં જોવા મળી રહ્યા છે.

આવતીકાલની વરસાદની આગાહી

વરસાદની આગાહી 2024: ગુજરાત રાજ્યમાં આવતીકાલની વરસાદની આગાહી અંગે એક લાંબાગાળાનું ચિત્ર જોઈએ તો, 25 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનીને આ સિસ્ટમ પશ્ચિમના રાજ્યો તરફ ફંટાશે. હાલના ચિત્રો મુજબ આ સિસ્ટમ દક્ષિણ એમપી તેમજ ઉત્તર મહારાષ્ટ્રના ભાગોમાં થઈને અરબસાગરમાં એન્ટર થાય એવા ચિત્રો GFS મોડલમાં છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા છે.

ગ્લોબલ મોડલમાં થઈ રહેલી અપડેટમાં કોઈ મોટો ફેરફાર જોવા ન મળે તો, સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાયના તબક્કામાં વરસાદનો એક ભારે રાઉન્ડ જોવા મળે એવી શક્યતા પણ નકારી શકાતી નથી.

Avatikal Nu Havaman અપડેટ

આવતીકાલનું હવામાન ગુજરાત: સમગ્ર ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની ટાઈમ ટુ ટાઈમ હવામાન અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહીશું. તો અમારી આ વેબસાઈટને તમારા મોબાઇલ ફોનમાં સેવ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો. જેથી સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની અપડેટ તમને નિયમિત રીતે મળતી રહે.

error: Content is protected !!