બધા જ મિત્રોનું સ્વાગત છે Weather Tv માં.મિત્રો હવામાનની સચોટ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટને બુકમાર્ક કરી લેવી જેથી તમને અમારી નવી પોસ્ટની જાણકારી તરતજ મળી જાય.આજે આપણે વાત કરવી છે વાવાઝોડાઓ વિશેની.આવનારા સમયમાં એક પછી એક નવા નવા વાવાઝોડા ઊભા થશે.તેનું કારણ શું?તેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં કરીએ.
મિત્રો પૃથ્વીના ક્લાઇમેટમાં મોટો બદલાવ જોવા મળ્યો છે.તેને કારણે પૃથ્વીની વોટરસાઇકલ ઝડપી બની છે.તેની અસર સ્વરૂપે દરિયામાં તોફાનોનું પ્રમાણ વધી ગયું છે.એક બાજુ ધ્રુવીય પ્રદેશના આઇસબર્ગ ઝડપથી પીગળી રહ્યા છે જે (climate change)ક્લાયમેટ ચેન્જની સૌથી મોટી અસર ગણી શકાય.
ઉદાહરણ તરીકે આ વર્ષે હજી ચોમાસાનું આગમન થયું પણ નથી અને તેની પહેલા બંગાળની ખાડીમાં નાના મોટા એવા ત્રણ સમુદ્રી તોફાન બની ચૂક્યા છે.જે ભાગ્યે જ ચોમાસા પહેલા બનતા હોય છે.પૃથ્વીનું તાપમાન એકધારું વધી રહ્યું છે.(global warming)ગ્લોબલ વોર્મિંગને કારણે સમુદ્રમાંથી પાણીના બાષ્પીભવનમાં વધારો થશે સમુદ્રની સપાટી વધુ ખારી થશે અને વાતાવરણમાં પાણીનો ઉમેરો થશે જેને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં તોફાનોમાં વધારો થશે.
તો બીજી તરફ દુષ્કાળ,પાણીની અછત જેવી સમસ્યાઓ પણ ઉગ્ર બનશે.પૃથ્વીની વોટરસાઇકલ ઝડપી થવાને કારણે પૃથ્વીના સમુદ્ર અને વાતાવરણ એ બંને ઉપર વિપરીત અસર થઈ રહી છે.જેને કારણે તોફાનો વધારે તીવ્ર બની રહ્યા છે.મિત્રો વોટરસાઇકલએ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે,જેની મારફત પાણી પૃથ્વીની સપાટી અને વાતાવરણ વચ્ચે સતત ટ્રાન્સફર થયા કરે છે.
https://weathertv.in/heavy-rain-record/
ટૂંકમાં પૃથ્વીની વોટરસાઇકલ ખૂબ જ ઝડપી બની છે.તેને કારણે પૃથ્વીવાસીઓયે હવે વધુ પડતા(cyclone)વાવાઝોડા તો ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક દુષ્કાળનો અવારનવાર સામનો કરવો પડશે.