આવતીકાલનું હવામાન 2025 : હવામાન ભયંકર રૂપમાં હશે

આવતીકાલનું હવામાન 2025: પાછલા ઘણા વર્ષોથી દર વર્ષે હવામાન કંઈક ને કંઈક ભયંકર રૂપમાં જોવા મળી રહ્યું છે. શિયાળે અવારનવાર માવઠાનો માહોલ ઉનાળે ભયંકર ગરમીનો માહોલ તો ચોમાસું સિઝન દરમિયાન વાવાઝોડાથી લઇને ઘાતક સિસ્ટમો સમગ્ર દેશને અસર કરી રહી છે. આજની આ મહત્વની પોસ્ટમાં વર્ષ 2025 દરમિયાન હવામાનનું રૂપ કેવું જોવા મળશે? એ અંગેની એક લાંબાગાળાની માહિતી મેળવશું.

આવતીકાલનું હવામાન 2025

વર્ષ 2025 ના શિયાળા અંગેનું એક પ્રાથમિક અનુમાન મેળવીએ તો, આ વર્ષેનો શિયાળો ઘણા વિસ્તારોમાં ઘાતક ઠંડીના માહોલ સાથે છવાશે. શિયાળાના મધ્યાંતરમાં અનેક વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિઝિટમાં જાય એવી સ્થિતિ હવામાનના મોડલના સમીકરણો જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉપરા ઉપરી જોવા મળી શકે છે. વિન્ટર સીઝનનું ટૂંકમાં તારણ મેળવીએ તો, આવતીકાલનું હવામાન 2025 મુજબ શિયાળામાં અતિ કોલ્ડ વેવની સાથે સાથે માવઠાના રાઉન્ડ પણ વિશેષ રૂપે જોવા મળશે.

આ વર્ષે ઉનાળો પણ આકરો તપશે. કેમકે દર વર્ષે સરેરાશ તાપમાનમાં નોંધપાત્ર કંઈકને કંઈક વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2025 નું એક લાંબાગાળાનું અનુમાન મેળવ્યે તો, આવતીકાલનું હવામાન 2025 મુજબ આ વર્ષનો ઉનાળો ભયંકર જોવા મળી શકે છે. ઉનાળાના મધ્યાંતરમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ વટાવી જશે. સમર સિઝનમાં પણ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કટકે કટકે જોવા મળશે. એટલે કે ઉનાળાની ઋતુ દરમિયાન પણ ગુજરાત રાજ્યમાં કંઈક અંશે કમોસમી વરસાદની શક્યતા જણાશે.

હવામાન આગાહી

દર વર્ષે લાંબાગાળાની હવામાન આગાહી મેળવવા માટે આપણે મુખ્ય રૂપે ઓસ્ટ્રેલિયન મેટલોર્જીકલ ડિપાર્ટમેન્ટ તેમજ અમેરિકન મેટલોર્જીકલ ડિપાર્ટમેન્ટના હવામાનના મોડલના આધારે આવનારા વર્ષમાં હવામાનનું રૂપ કેવું જોવા મળશે? એ અંગેની માહિતી મેળવતા હોઈએ છીએ. લાંબા ગાળાના હવામાનના આ મોડલો દર 30 દિવસે અપડેટ થતા હોય છે.

અલ નીનો

આવતીકાલનું હવામાન 2025 પ્રમાણે આવનારું ચોમાસું 2025 કેવું રહી શકે છે? એ અંગેની લાંબા ગાળાની હવામાન આગાહી અંગેની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયન મેટલોર્જીકલના છેલ્લા ડેટા મુજબ માર્ચ મહિનાના આખરમાં તેમજ એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોમાં નીનો ઇન્ડેક્સ અલ નીનો તરફ તરફ જાય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે.

આવતીકાલનું હવામાન વરસાદ 2025

ચોમાસું 2025 કેવું રહી શકે? એ અંગેની હવામાન આગાહી મેળવીએ તો, ઓસ્ટ્રેલિયન મેટલોર્જીકલ ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ ડેટા મુજબ એપ્રિલ 2025 ના શરૂઆતના દિવસોમાં ઇન્ડિયન ઓસન ડાયપોલ પોઝિટિવ ફેસ તરફ ઝૂકાવ કરે એવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જે ચોમાસું 2025 માટે સારી નિશાની ગણી શકાય. એટલે કે વર્ષ 2025 નું ચોમાસું નોર્મલ રહે એવું લાંબાગાળાનું અનુમાન મેળવી શકાય.

Iod index

જો પરિસ્થિતિ અરબસાગરમાં અનુકૂળ રહે તો, જૂન 2025 ના સમયગાળા દરમિયાન ઇન્ડિયન ઓસન ડાયપોલ IOD પોઝિટિવ ફેસની આજુબાજુ આવી જશે. જે અનુસાર આવતીકાલનું હવામાન 2025 પ્રમાણે ગુજરાતમાં ચોમાસું 2025 ટનાટન રહી શકે છે. અથવા તો નોર્મલની આજુબાજુ રહી શકે એવું એક પ્રાથમિક અનુમાન ગણી શકાય.

દર વર્ષની જેમ આ વર્ષ પણ વર્ષ 2025 દરમ્યાન ચોમાસાની શરૂઆત અને ચોમાસું વિદાય થયા બાદ અરબસાગરમાં વાવાઝોડું બને તેવી સંભાવના આ વર્ષે પણ જોવા મળશે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ ચોમાસું 2025 દરમ્યાન વાવાઝોડું સર્જાઈ એવું ચિત્ર લાંબાગાળાની હવામાન આગાહી મુજબ જોવા મળી રહ્યું છે.

કોઈપણ લાઈવ વાવાઝોડું અહીં જુઓ.

ટૂંકમાં વર્ષ 2025 દરમિયાન શિયાળો સારી એવી કન્ડિશનમાં જમાવટ કરશે. શિયાળાના દિવસો દરમિયાન ઘણીવાર માવઠાનો સામનો પણ કરવો પડે. ઉનાળા દરમિયાન હીટ વેવનો માહોલ દેશના ઘણા વિસ્તારોમાં જોવા મળશે. ગુજરાતનું ચોમાસું વર્ષ 2025 દરમિયાન નોર્મલ અથવા તો નોર્મલની આસપાસ રહી શકે. એવું એક લાંબાગાળાનું તારણ ગણી શકાય.