You are currently viewing આસો મહિનાના ભડલી વાક્યો : નવા વર્ષનો ખાસ કરજો વિચાર
Oplus_131072

આસો મહિનાના ભડલી વાક્યો : નવા વર્ષનો ખાસ કરજો વિચાર

આસો મહિનો એટલે વિક્રમ સવંતનો છેલ્લો મહિનો હોય છે. તો આજની આ ખૂબ જ અગત્યની પોસ્ટમાં આસો મહિનાના ભડલી વાક્યો મુજબ આસો મહિનામાં કેવા યોગનું નિર્માણ થાય તો, વર્ષ કેવું રહે? અને સાથે સાથે નવા વર્ષનો વર્તારો પણ આસો મહિનાના દિવસો દરમિયાન મેળવી શકાય.

આસો મહિનાના ભડલી વાક્યો મુજબ દિવાળીની રાત્રે સ્વાતી નક્ષત્ર હોય અને બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે વિશાખા નક્ષત્ર હોય તો, લડાઈ કે આપત્તિના યોગ જાણવા.

ભાદરવા મહિનાના ભડલી વાક્યો આધારિત ભાદરવા માસમાં કેવા યોગ જોવા મળે તો વર્ષ કેવું થાય એ અંગેની માહિતી અહીંથી મેળવી લેવી.

મિત્રો એકબીજા વિધાન મુજબ આસો વદ અમાસે જો શનિવાર આવે તો, આગામી સમય કષ્ટદાયક નીવડે છે. એ જ રીતે જો નવા વર્ષની શરૂઆત પણ શનિવારથી થાય તો, પણ તે વર્ષ ખૂબ જ સંકટમય પસાર થાય છે.

આસો માસમાં મૂળ નક્ષત્રે મૌની અમાવસ્યા હોય બેસતા વર્ષે ચિત્રા નક્ષત્ર હોય અને શ્રાવણી પૂનમે શ્રવણ નક્ષત્ર હોય તો, ચોમાસું ખૂબ જ સારું જાય છે. અને વરસાદ પણ ભરપૂર માત્રામાં તે વર્ષે વરસે છે.

આસો મહિનાના વદ પક્ષે બારસ, તેરસ, ચૌદસ અને અમાસ એટલે કે દિવાળીની દિવસે જો આકાશમાં વાદળ જોવા મળે તો, તે આવતા વર્ષની ખૂબ જ સારી નિશાની ગણવામાં આવે છે, એટલે કે આવતા વર્ષનું ચોમાસું સારું પસાર થાય.

Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલી આસો મહિનાના ભડલી વાક્યો આધારિત માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.