નક્ષત્ર ની યાદી 2025: વરસાદ ગાભા કાઢશે

નક્ષત્ર ની યાદી 2025: આ વર્ષે ચોમાસું 2025 ના સમયગાળા દરમિયાન વરસાદના નક્ષત્ર ની યાદી 2025 અનુસાર 6 નક્ષત્રનું વાહન વરસાદને અતિપ્રિય હોવાથી વર્ષ 2025 દરમિયાન વરસાદના નક્ષત્ર મુજબ આ વર્ષે વરસાદ રીતસર ગાભા કાઢે એવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે.

વરસાદના નક્ષત્ર ની યાદી 2025

વરસાદના નક્ષત્ર ની યાદી 2025 મુજબ મૃગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળે.

ચોમાસાની મુખ્ય શરૂઆત આદ્રા નક્ષત્રથી થાય છે. તો વર્ષ 2025 દરમિયાન આદ્રા નક્ષત્રનું વાહન મૂષક એટલે કે ઉંદરનું હોવાથી આદ્રા નક્ષત્રના સમયમાં વરસાદની શરૂઆત રાજ્યમાં છુટ્ટી છવાઈ જોવા મળી શકે.

પુનર્વસુ નક્ષત્ર જેને આપણે પખ નક્ષત્રના નામથી પણ ઓળખીએ છીએ. વર્ષ 2025 દરમિયાન પુનર્વસુ નક્ષત્રનું વાહન ઘોડાનું હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા મળી શકે.

વરસાદના નક્ષત્રની યાદી 2025 મુજબ વર્ષ 2025 દરમ્યાન પુષ્ય નક્ષત્રનું વાહન મોરનું હોવાથી પુષ્ય નક્ષત્રના સમયમાં ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થશે. પુષ્ય નક્ષત્રના સમયગાળા દરમિયાન નદીનાળા છલકાય તેવા યોગ ઊભા થઈ શકે.

વરસાદના નક્ષત્ર 2025 ક્યારે બેસે એ અંગેની સંપૂર્ણ માહિતી વાંચવા અહીં ક્લિક કરો.

આ વર્ષે આશ્લેષા નક્ષત્રનું વાહન ગદર્ભ એટલે કે ગધેડાનું હોવાથી આશ્લેષા નક્ષત્રના સમયમાં ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા શકે.

નક્ષત્ર ની યાદી 2025

નક્ષત્ર ની યાદી 2025 મુજબ મઘા નક્ષત્રનું વાહન વર્ષ 2025 માં દેડકાનું હોવાથી મઘા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થઈ શકે.

વર્ષ 2025 માં ભેંસના વાહન સાથે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આ વર્ષે બેસશે. વાહન ભેંસનું હોવાથી પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદના યોગ આ વર્ષના ચોમાસામાં જોવા મળી શકે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન આ વર્ષે શિયાળનું હોવાથી ગુજરાત રાજ્યમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે.

વરસાદ ભુક્કા કાઢશે

વરસાદના નક્ષત્રની યાદી 2025 મુજબ વર્ષ 2025 માં હસ્ત નક્ષત્રનું વાહન મોરનું હોવાથી હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન મેઘ ગર્જના સાથે ભારે વરસાદની સંભાવના આ વર્ષે ઉભી થઈ શકે.

ચિત્રા નક્ષત્રનું વર્ષ 2025 દરમિયાન વાહન હાથીનું હોવાથી ચિત્રા નક્ષત્રમાં પણ ગુજરાતમાં અવિરત મેઘ સવારી ચાલુ રહે એવા ચિત્રો જોવા મળી શકે.

મિત્રો નક્ષત્રની યાદી 2025 મુજબ સ્વાતિ નક્ષત્રનું વાહન પણ દેડકાનું હોવાથી સ્વાતિ નક્ષત્રના સમયગાળા દરમ્યાન પણ અવાર નવાર માવઠાનો માહોલ ઉભો થઈ શકે.

ખાસ નોંધ: વરસાદના નક્ષત્રની યાદી પ્રમાણે આ વર્ષે વરસાદના નક્ષત્ર 2025 ના નક્ષત્રના વાહન મુજબ વરસાદની સંભાવના આ વર્ષે જે જોવા મળી રહી છે, એ Weather Tv વેબસાઈટનું પર્સનલ તારણ નથી. પરંતુ વર્ષ 2025 ના જ્યોતિષશાસ્ત્રમાં જે યોગ જોવા મળી રહ્યા છે, એ મુજબ આ માહિતી આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!