આવતીકાલનું હવામાન

મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓગસ્ટના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યા બાદ, આવનારા સપ્ટેમ્બર મહિનાના દિવસો દરમિયાન ગુજરાતમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે એ અંગેની માહિતી મેળવીએ.

આવતીકાલનું હવામાન

જયારથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ત્યારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભાદરવા મહિનામાં જેવું હવામાન દર વર્ષે જોવા મળતું હોય છે, એવી જ પેટર્ન જોવા મળી રહી છે. આવતીકાલનું હવામાન ગુજરાતમાં કેવું રહેશે એ અંગેનું એક તારણ મેળવીએ તો, ગુજરાત રિજિયનમાં આવનારા દિવસોમાં પણ વધતાં ઓછા પ્રમાણમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે.

હવામાનના મોડલ સંબંધિત વરસાદની આગાહી બાબતે આવતીકાલનુ હવામાન કેવું રહેશે એ અંગેનું એક અનુમાન મેળવિયે તો, 18 ઓગસ્ટના દિવસો સુધી દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનું જોર જોવા મળશે. જોકે પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે.

સૌરાષ્ટ્ર કચ્છનું આવતીકાલનું હવામાન

આવનારી 20 સપ્ટેમ્બર સુધીનું પ્રોડક્શન મેળવ્યે તો, સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળે એવી સંભાવના હાલ નહિવત જોવા મળી રહી છે. કેમ કે સૌરાષ્ટ્ર કચ્છનું આવતીકાલનું હવામાન મુખ્યત્વે વાદળછાયુ રહેશે. જોકે છુટા છવાયા અમુક વિસ્તારોમાં બપોર પછી વરસાદની એક્ટિવિટી આ દિવસો દરમિયાન જણાશે.

આવનારી 22 સપ્ટેમ્બરની આસપાસના દિવસોમાં ગ્લોબલ મોડલ મુજબ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બને એવા ચિત્રો હવામાનના લાંબાગાળાના મોડલોમાં જણાઈ રહ્યા છે. જોકે આ એક હજી લાંબા ગાળાનું અનુમાન હોવાથી આ બાબતે ચોકસાઈ પૂર્વક અનુમાન વ્યક્ત કરી શકાય નહીં.

મિત્રો રાજ્યનું આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેનું જો લાંબા ગાળાનું ઉપર જણાવેલું ચિત્ર મુજબ હવામાન બંગાળની ખાડીમાં સર્જાઈને આ લો પ્રેશર સિસ્ટમ જો પશ્ચિમ ભારત તરફ ફંટાઈ તો, સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

હવામાન

સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં જે સિસ્ટમ ગ્લોબલ મોડલ માં જોવા મળી રહી છે. એ હજી યુરોપિયન મોડલ હજી પુષ્ટિ કરતું નથી. એટલે જ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે એ અંગેની દરેક અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહીશું. તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!