આશ્લેષા નક્ષત્ર 2024: ભારે વરસાદના યોગ

દરેક વરસાદના નક્ષત્રનું અનોખું મહત્વ હોય છે. જેમ કે દરેક વરસાદના નક્ષત્ર સંબંધિત વર્ષોથી કહેવત પણ જોવા મળતી હોય છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં આશ્લેષા નક્ષત્ર અંગે માહિતી મેળવશું. કેમકે આશ્લેષા નક્ષત્રના દિવસોમાં ભારે વરસાદના યોગ દર વર્ષે જોવા મળતા હોય છે.

મોટે ભાગે આશ્લેષા નક્ષત્ર ઓગસ્ટ મહિનામાં આવતું હોય છે. આ દિવસો દરમિયાન બંગાળની ખાડીની સિસ્ટમ અવારનવાર ગુજરાતને હિટ કરતી હોય છે. પરંતુ મિત્રો આશ્લેષા નક્ષત્ર બેસતા સાથે જ કેવું વાતાવરણ જોવા મળે છે? એના પર આ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદની પરિસ્થિતિ પણ નક્કી થતી હોય છે.

આશ્લેષા નક્ષત્ર લઈને વર્ષોથી એક કહેવત લોકવાયકામાં વણાયેલી છે “આશ્લેષા આંધળી ચગીતો ચગી નહીંતર ફગી” આ કહેવત પરથી સમજાય જાય છે કે, જો આશ્લેષા નક્ષત્ર બેસતા જ વરસાદની સારી એવી શરૂઆત જોવા મળે તો, આશ્લેષા નક્ષત્રના બધા જ દિવસો દરમ્યાન વધતા ઓછા પ્રમાણમાં વરસાદી માહોલ અવારનવાર ઉભો થાય છે.

નક્ષત્ર વાહન અંગેનો વિચાર કરીએ તો, જો આશ્લેષા નક્ષત્રનું વાહન જે વર્ષે ઘોડો આવતું હોય છે, તે વર્ષે આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન ભારે વરસાદની સંભાવના ઓછી જોવા મળતી હોય છે. મોટે ભાગે તે વર્ષે પવન સાથે હળવા ભારે ઝાપટા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતા હોય છે.

પરંતુ જે વર્ષે નક્ષત્રનું વાહન વરસાદી હોય એટલે કે ભેંસ, દેડકો, મોર અથવા તો હાથીનું વાહન આશ્લેષા નક્ષત્રમાં જોવા મળતું હોય તો, તે વર્ષે આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડ અવારનવાર જોવા મળતા હોય છે. કોઈ કોઈ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ પણ અવિરત આવતા હોય છે.

દર વર્ષે આશ્લેષા નક્ષત્રના જ્યોતિષશાસ્ત્રના યોગ ઉપર ખાસ અભ્યાસ કરવો. જેથી આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ કેવો ઉભો થશે? એ અંગેનું એક સચોટ અનુમાન મેળવી શકાય. તો આવી રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો.