હવામાન કેવું રહેશે : Weather Report

વિશ્વના દરેક વિસ્તારોનું હવામાન અલગ અલગ પેટર્ન ધરાવતું હોય છે. ભારત દેશની જ વાત કરીએ તો, મિત્રો ભારતના દરેક રાજ્યના હવામાનમાં કંઈકને કંઈક ફેરફાર જોવા મળતો હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં હવામાન અંગેની મહત્વની વાત કરશું.

દક્ષિણ એશિયાના દક્ષિણના દેશોનું હવામાન એ મોસમી પ્રકારની આબોહવા ધરાવતું જોવા મળે છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ભારત, થાઈલેન્ડ, બર્મા સહિત શ્રીલંકા જેવા દેશોનું હવામાન મોસમી પ્રકારની આબોહવા ધરાવતું હવામાન ગણાય છે. કેમ કે અહીં સમય અંતરે હવામાનમાં બદલાવ જોવા મળતો હોય છે.

મિત્રો હવામાનની આગાહી અત્યારના સમયમાં કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. કેમ કે હવામાનના વિવિધ મોડલના સહારે જે તે પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે? ગરમીનું પ્રમાણ કેવું રહેશે, તો જે તે પ્રદેશમાં વરસાદની સંભાવના આગામી દિવસોમાં કેવી રહી શકે? એ સંબંધીત હવામાનની આગાહી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે.

હવામાન

વિશ્વના દરેક ખંડનું હવામાન અલગ-અલગ જોવા મળતું હોય છે. જેમ કે એશિયા ખંડમાં પણ ઉત્તર એશિયાના દેશોનું હવામાન મોટેભાગે વર્ષ દરમિયાન ઠંડુ રહેતું હોય છે. તો દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનું હવામાન ગરમ રહેતું હોય છે. આ દેશોમાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જોવા મળતી હોય છે. તો પૂર્વ એશિયાના દેશોનું હવામાન એકદમ ઠંડુ તેમજ વરસાદની સંભાવના વધુ ધરાવતું ગણી શકાય.

મુખ્યત્વે હવામાનની ખુબ જ સચોટ આગાહી અત્યારના હવામાનના મોડલના આધારે કરી શકાય છે. હવામાનના ઘણા બધા મોડલો જોવા મળતા હોય છે. જેમાં ગ્લોબલ ફોરકાસ્ટિંગ સર્વિસ, યુરોપિયન મોડલ આ બધા હવામાનના મોડલમાં સચોટ રીતે હવામાનની આગાહી સરળતા પૂર્વક કરી શકાય છે. જોકે ટૂંકા ગાળાના હવામાનની આગાહી કરવામાં ગ્લોબલ મોડલ બાજી મારી જાય છે.

દરિયાઈ લેવલે જો કોઈ મોટી સિસ્ટમ આકાર લઈ રહી હોય ત્યારે આ અંગે હવામાનનો ટ્રેક યુરોપિયન મોડલમાં ખૂબ જ ચોકસાઈ પૂર્વક જોવા મળી શકે છે. કેમકે જ્યારે જ્યારે દરિયામાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ આકાર લેતી હોય ત્યારે નજીકના કાંઠાના વિસ્તારોનું હવામાન કેવું રહેશે? એ ચિત્રો યુરોપિયન મોડલમાં સચોટ રીતે જાણી શકાય છે.

મિત્રો યુરોપના દેશોની વાત કરીએ તો, યુરોપનું હવામાન વર્ષ દરમિયાન મોટેભાગે ઠંડુ રહેતું હોય છે. એમાં પણ ઉત્તર યુરોપના દેશોમાં અવીરત બરફ વરસાદનો રાઉન્ડ જોવા મળતા હોય છે. કેમકે આ વિસ્તારોમાં સૂર્યના કિરણો ખૂબ જ ત્રાસા પડતા હોવાથી આ વિસ્તારનું હવામાન મોટેભાગે ઠંડુ જોવા મળતું હોય છે. જેમાં અમુક અમુક વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પણ રહેતું હોય છે.

એ જ રીતે ઉત્તર એશિયામાં આવેલા સાઇબરીયા પ્રદેશનું હવામાન પણ વર્ષ દરમિયાન ખૂબ જ ઠંડું જોવા મળતું હોય છે. અહીં મોટેભાગે બરફના થર જામેલા જોવા મળતા હોય છે. કેમકે સૂર્યના કિરણો અહી પણ ખૂબ જ ત્રાસા અહીં પડતા હોવાથી મોટેભાગે અહીંના વિસ્તારનું તાપમાન માઇનસની આજુબાજુ જોવા મળતું હોય છે.

તો આફ્રિકા ખંડમાં આવેલા સહારા રણની વાત કરીએ તો, મિત્રો સહારા રણનું હવામાન ખૂબ જ વિષમ પ્રકારનું જોવા મળતું હોય છે. અહીં તાપમાનનો પારો 50 ડિગ્રી ઉપર પણ જોવા મળતો હોય છે. કેમકે સહારા રણનું હવામાન વિષમ હવામાન ગણાય છે. વરસાદની સંભાવના અહીં ખૂબ જ નહિવત જોવા મળતી હોય છે. તો રાત્રે ઠંડીનો પ્રકોપ ભરપૂર માત્રામાં જોવા મળતો હોય છે.

ભારતમાં આવેલા ચેરાપુંજી અંગેની વાત કરીએ તો, મિત્રો આ વિસ્તારમાં વિશ્વનો સૌથી વધુમાં વધુ વરસાદ આ વિસ્તારમાં નોંધાતો જોવા મળે છે. કેમ કે ભૌગોલિક સ્થાન મુજબ અહીંના હવામાનમાં વરસાદને લગતા સુટેબલ પરિબળોનું નિર્માણ થતું હોવાથી આ વિસ્તારમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાતો જોવા મળે છે.

એ જ રીતે થરના રણના હવામાનના પરિબળો કંઈક વિપરીત જોવા મળતા હોય છે. અહીં ઉનાળાની સિઝન દરમિયાન તાપમાનનો પારો ક્યારેક ક્યારેક 50 ડિગ્રીની આજુબાજુ પણ જોવા મળતો હોય છે. તો ચોમાસું દરમિયાન અહીં વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળતી હોય છે. જેનું મુખ્ય રીઝન અહીં હવામાનની વિષમતા ગણી શકાય.

તો મિત્રો બીજી તરફ વેસ્ટ પેસિફિક સમુદ્ર લાગુના દેશોના હવામાનની પેટર્ન અંગેની વાત કરીએ તો, મિત્રો અહીં વર્ષ દરમિયાન અવાર નવાર સમુદ્રી તોફાનો નો સામનો કરવો પડે છે. કેમકે વેસ્ટ પેસિફિક સમુદ્રમાં બનતા ચક્રવાતો મોટે ભાગે તાઈવાન તેમજ ફિલિપાઇન્સ ટાપુઓ ઉપર અવાર નવાર ટકરાતા જોવા મળે છે. જેનું મુખ્ય રીઝન વેસ્ટ પેસિફિક સમુદ્રના હવામાનની પેટર્નને ગણી શકાય.

એટલે જ મિત્રો હવામાનની પેટર્નને આધારે જે તે પ્રદેશના હવામાનની સ્થિતિ અનુસરતી હોય છે. દાખલા તરીકે ભારત તેમજ ચીનના હવામાનની પેટર્ન પણ અલગ અલગ જોવા મળતી હોય છે. કેમકે જે તે પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિને આધારે હવામાનની પેટર્ન નક્કી થતી હોય છે.

મિત્રો આમ હવામાનની રૂપરેખા વિશ્વના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ જોવા મળે છે. ઉત્તર અમેરિકા ખંડના વિસ્તારોનું હવામાન મોટે ભાગે ઠંડુ રહેતું હોય છે. તો દક્ષિણ અમેરિકા ખંડના વિસ્તારોનું હવામાન વરસાદી હવામાન સાથે સાથે વર્ષ દરમિયાન હંમેશાં વાદળછાયું રહેતું હોય છે.

ગુજરાતનું હવામાન કેવું રહેશે? ચોમાસું સિઝન દરમિયાન ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે? એ અંતર્ગત નિયમિત રીતે અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરીએ છીએ. તો મિત્રો ગુજરાતના હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આભાર.

error: Content is protected !!