આવતીકાલનું હવામાન 2025: ગુજરાત હવામાન આગાહી

આવતીકાલનું હવામાન 2025 : મુજબ વર્ષ 2025 દરમિયાન આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં કેવું રહેશે? જેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું દરમિયાન હવામાનની પરિસ્થિતિ કેવી રહેશે? એ અંગેની મહત્વની હવામાન આગાહી 2025 ની માહિતી આ પોસ્ટમાંથી મેળવીએ.

આવતીકાલનું હવામાન 2025

વર્ષ 2025 ના શિયાળા અંગેની વાત કરીએ તો, આ વર્ષે શિયાળામાં ઠંડીનું સામ્રાજ્ય ગુજરાત રાજ્યમાં સારું એવું જમાવટ કરશે. એમાં પણ મુખ્યત્વે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં ગગડે એવા ચિત્રો સામે આવશે. આવતીકાલનું હવામાન 2025 પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વર્ષાના રાઉન્ડ અવારનવાર જોવા મળશે.

આવતીકાલનું હવામાન 2025 મુજબ આ વર્ષનો ઉનાળો પણ આકરા મૂડમાં જોવા મળશે. ઉનાળા દરમ્યાન એપ્રિલ, મે મહિનાઓમાં રાજ્યના ઘણા સેન્ટરોનું તાપમાન 45 ડિગ્રીને પણ વટાવી જાય એવા ચિત્રો વર્ષ 2025 દરમિયાન જોવા મળશે. કેમકે પાછલા ઘણા વર્ષોથી સરેરાશ તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેને અનુસંધાને વર્ષ 2025 નો ઉનાળો આકરો રહેશે.

ચોમાસું 2025 આગાહી

મિત્રો આવતીકાલનુ હવામાન મુજબ ચોમાસું 2025 અંગેની વિશેષ માહિતી મેળવીએ તો, હાલમાં નેચરલ ફેસમાં ચાલી રહેલો નિનો ઇન્ડેક્સ એપ્રિલ 2025 દરમિયાન અલ નીનો તરફ ઝુકાવ કરે એવા ચિત્રો ઓસ્ટ્રેલિયન મેટ્રોજીકલ ડિપાર્ટમેન્ટના ચાર્ટમાં જોવા મળી રહ્યા છે. મોટેભાગે નિનો ઇન્ડેક્સના ચાર્ટ દર મહિને અપડેટ થતા હોય છે. એટલે હજી આ એક લાંબાગાળાનું અનુમાન ગણી શકાય. વર્ષ 2025 દરમિયાન બંગાળની ખાડી તેમજ અરબસાગરમાં અવારનવાર વાવાઝોડાની સંભાવના પણ જણાશે.

જ્યારે વાવાઝોડું બને છે, ત્યારે તમારા મોબાઈલ ફોનમાંથી વાવાઝોડું લાઈવ લોકેશન ટ્રેક કરી શકો છો. વાવાઝોડું લાઈવ જોવા અહીં ક્લિક કરવું.

ચોમાસું 2025 અંગેની ઇન્ડિયન ઓશન ડાયપોલની પરિસ્થિતિ અંગેની હવામાન આગાહી મેળવીએ તો, આવતીકાલનુ હવામાન મુજબ ઓસ્ટ્રેલિયન મેટ્રોજીકલ ડિપાર્ટમેન્ટના ચાર્ટ મુજબ ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે IOD એપ્રિલ 2025 ની આસપાસ નેચરલ ફેસમાંથી પોઝિટિવ તરફ ઝુકાવ કરે એવા ચિત્રો જોવા મળી રહ્યા છે.

જે ગુજરાતના ચોમાસા માટે ખૂબ જ સારી બાબત ગણી શકાય. ઇન્ડિયન ઓશન ડાયપોલ જ્યારે જ્યારે પોઝિટિવ ફેસમાં હોય છે, ત્યારે ત્યારે મુખ્યત્વે આવતીકાલનું હવામાન વરસાદ સાથે ગુજરાતમાં જોવા મળતું હોય છે. મોટેભાગે ગુજરાતનું ચોમાસું નોર્મલ રહેતું હોય છે. અથવા તો ક્યારેક નોર્મલથી પણ સારું જોવા મળતું હોય છે.

આવતીકાલનું હવામાન

ટૂંકમાં મિત્રો આવતીકાલનું હવામાન મુજબ વર્ષ 2025 દરમિયાન શિયાળો નોર્મલ રહી શકે. શિયાળાના દિવસો દરમિયાન ક્યારેક ક્યારેક કમોસમી વરસાદના રાઉન્ડ પણ જોવા મળી શકે. બીજી તરફ વર્ષ 2025 ઉનાળો આકરો રહે એવા ચિત્રો હવામાનના લાંબાગાળાના ચાર્ટમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ચોમાસું 2025 નોર્મલ અથવા તો નોર્મલની આજુબાજુ રહે એવા લાંબાગાળાના હવામાનના મોડલના ચિત્રોમાં સમીકરણો જોવા મળી રહ્યા છે.

Disclaimer: આવતીકાલનું હવામાન 2025 અંગેની ઉપર અપડેટ કરવામાં આવેલી માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. દર વર્ષે ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગ દ્વારા જે લાંબાગાળાની ફોરકાસ્ટ અપડેટ કરવામાં આવે છે. એ માહિતીને અનુસરીને અહીં હવામાન અપડેટ આપવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!