આવતીકાલનું હવામાન આગાહી નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી

ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા ચાર થી પાંચ દિવસ દરમિયાન મેઘ સવારી ચાલુ જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં મહુવા તળાજા પંથકમાં છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો આવતીકાલનું હવામાન આગાહી અંગેનું એક લાંબાગાળાનું અનુમાન જોઈએ તો, ચોમાસું 2024 દરમિયાન નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદની સારી સંભાવના જોવા મળી રહી છે.

નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી

મોટેભાગે નવરાત્રી દરમિયાન ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોય છે. છતાં પણ દર વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની સારી એવી સંભાવના જોવા મળતી હોય છે. મિત્રો કયા કારણોસર નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના ઊભી થતી હોય છે, એ અંગેનું એક વિધાન જોઈએ તો, નવરાત્રીના દિવસો દરમિયાન પવનની અસ્થિરતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી હોય છે. આ પવનની અસ્થિરતાને અનુસંધાને બપોર બાદ નવરાત્રીના દિવસો દરમિયાન ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થતી હોય છે.

નવરાત્રીમાં વરસાદની આગાહી

લોકલ પવનોની એક્ટિવિટીને અનુસંધાને નવરાત્રીના દિવસો દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળતો હોય છે. તો મિત્રો ચોમાસું 2024 દરમિયાન પણ નવરાત્રીના દિવસો દરમિયાન પવનની અસ્થિરતાને હિસાબે એટલે કે લોકલ પેટર્નને અનુસંધાને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના આ વર્ષે પણ ગણી શકાય.

આવતીકાલનું હવામાન આગાહી

મિત્રો નજીકના દિવસોમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આશા ધુંધળી જણાઈ રહી છે. કેમકે આવતીકાલનું હવામાન આગાહી મુજબ 20 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદનો કોઈ મોટો રાઉન્ડ જોવા મળે એવા ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળે રહ્યા નથી. એટલે જ 20 સપ્ટેમ્બર સુધીનું ગુજરાત રાજ્યનું આવતીકાલનું હવામાન જોઈએ તો, રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં મેઘ સવારી ચાલુ રહેશે. જોકે ગુજરાત રિજિયન કરતા સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની સંભાવના ઓછી ઉભી થશે.

આમ તો ચોમાસું 2024 હવે વિદાય લેવાની અણી ઉપર આવી ચૂક્યું છે. 25 સપ્ટેમ્બર બાદ રાજસ્થાન તેમજ પંજાબના ઘણા વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024 વિધિવત રીતે વિદાય લેશે. જો આવું ને આવું હવામાન આગળ જોવા મળશે તો, સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ઉત્તર ગુજરાત તેમજ કચ્છના અમુક વિસ્તારોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024 વિધિવત રીતે વિદાય લેશે.

error: Content is protected !!