ચોમાસું 2025: ચોમાસું થશે ટનાટન, ઓસ્ટ્રેલિયન મોડલનો વર્તારો

ચોમાસું 2025: પાછલા 3 વર્ષથી ગુજરાતના ચોમાસાની હિસ્ટ્રી જોઈએ તો, લગભગ નોર્મલ અથવા તો નોર્મલ કરતાં દરેક ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. તો મિત્રો આજની આ ખૂબ જ અગત્યની પોસ્ટમાં ચોમાસું 2025 ગુજરાત રાજ્યમાં કેવું રહી શકે એ અંગેની મહત્વની વાત કરશું.

ચોમાસું 2025

2025 માં ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એટલે કે ચોમાસું ક્યારે બેસે 2025 એ અંગેની પણ મહત્વની વાત આ પોસ્ટમાં કરશું. મુખ્યત્વે ચોમાસાના આગમન અંગેની વાત કરીએ તો દક્ષિણ બંગાળની ખાડીમાં નિકોબાર ટાપુમાં જ્યારે ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું બંગાળની ખાડી કવર કરીને અરબ સાગરમાં એન્ટર થતું હોય છે.

અરબ સાગરમાં જૂન મહિના દરમ્યાન પવનની અસ્થિરતાને અનુસંધાને ઘણા વર્ષોમાં આપણે એવું પણ જોઈ ચૂક્યા છીએ કે, બંગાળની ખાડીમાં સક્રિય રહેલું ચોમાસું જ્યારે અરબ સાગરમાં આવે છે, ત્યારબાદ અમુક દિવસ સુધી સ્થગિત થતું હોય છે. પરંતુ આવું દર વર્ષે જોવા મળતું નથી. ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગના લાંબાગાળાના ચાર્ટ જોઈએ તો, ચોમાસું 2025 આ વર્ષે ગુજરાતમાં નોર્મલ અથવા તો નોર્મલની આસપાસ રહી શકે.

ચોમાસુ 2025 ગુજરાત આગાહી

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, મોટેભાગે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 10 જૂનથી 20 જૂન દરમિયાન જોવા મળતી હોય છે. મિત્રો સારા ચોમાસા માટે અસર કરતું મુખ્ય પેરામીટર lOD જ્યારે જ્યારે પોઝિટિવ અથવા તો પોઝિટિવ ફેસની આજુબાજુ રહેતો હોય છે, ત્યારે ત્યારે ચોમાસુ 2025 ગુજરાત રાજ્યની આગાહી અંગેની વાત કરીએ તો, તે વર્ષે મોટેભાગે ગુજરાતમાં ચોમાસું વરસાદ સરેરાશ અથવા તો સરેરાશ કરતા વધુ જોવા મળતો હોય છે.

ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગના છેલ્લા ડેટા મુજબ વર્ષ 2025 દરમિયાન ચોમાસુ 2025 સમગ્ર ગુજરાત રાજ્યમાં નોર્મલ અથવા તો નોર્મલની આજુબાજુ રહે એવું એક પ્રાથમિક કક્ષાનું અનુમાન ગણી શકાય. મોટેભાગે એપ્રિલ મહિનામાં ભારતીય હવામાન વિભાગની સાથે સાથે ઇન્ટરનેશનલ હવામાન વિભાગની પણ લાંબાગાળાની તેમજ મિડલ રેંજની ચોમાસુ આગાહી આવતી હોય છે.

આધુનિક વિજ્ઞાનના મોડલના સહારે ચોમાસુ 2025 કેવું રહી શકે? એ અંગેની આપણે ઉપર વાત કરી. પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાન મુજબ પણ ચોમાસુ કેવું રહી શકે? એ અંગેની લોકવાયકા ભડલી વાક્યોમાં જોવા મળતી હોય છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે પણ ચોમાસું વર્તારો મેળવી શકાય છે. તો ભડલી વાક્યો આધારે ચોમાસું કેવું રહી શકે? એ અંગેની વાત પણ તમે અહીં આપેલી લીંકમાંથી તમે મેળવી શકો છો.

error: Content is protected !!