વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના

વર્ષ 2024 નો છેલ્લો મહિનો ડિસેમ્બર ચાલી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના કંઈક અંશે જોવા મળી રહી છે. પરંતુ હાલ આ સંભાવના ખૂબ જ ઓછી ગણી શકાય. માવઠા અંગેની સંપૂર્ણ અપડેટ આ પોસ્ટમાંથી મેળવીએ.

છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યમાં હાઈ લેવલ ક્લાઉડ જોવા મળી રહ્યા છે. જેને દેશી ભાષામાં આપણે કસરૂપી વાદળ કહીએ છીએ. મિત્રો આ પરિસ્થિતિનું મુખ્ય કારણ અરબસાગરમાં સર્ક્યુલેશન તેમજ બંગાળની ખાડીમાં બની રહેલું લો પ્રેસરને કારણભૂત ગણી શકાય.

વર્ષના અંતિમ દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રના છુટા છવાયા વિસ્તારોમાં માવઠાની સંભાવના ઊભી થશે. જેનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાંથી પસાર થનાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ગણાશે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, વર્ષના અંતિમ દિવસોમાં ગુજરાતનું હવામાન વાદળછાયુ બની શકે છે. પરંતુ માવઠા અંગેની સંભાવના હાલના હવામાનના મોડલ મુજબ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. છતાં પણ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થશે તો, અમે નિયમિત અપડેટ રજૂ કરતા રહેશું.

ગુજરાત રાજ્યમાં ઠંડી અંગેની વાત કરીએ તો, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એકધારી બરફ વરસાદનો રાઉન્ડ ચાલુ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને અનુસંધાને ડિસેમ્બર મહિનાના છેવાડાના દિવસો સુધી ગુજરાત રાજ્યમાં વત્તા ઓછા પ્રમાણમાં ઠંડીનો રાઉન્ડ એકધારો જોવા મળશે.

જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ઘણા વિસ્તારોમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં જોવા મળશે. એટલે કે રીતસર કોલ્ડ વેવનો માહોલ આવનારા દિવસોમાં જોવા મળશે. જો કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બાકીના વિસ્તારો કરતા ઠંડીનો માહોલ ઓછો જોવા મળશે.

તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના હવામાન અંગેની લેટેસ્ટ ઇન્ફોર્મેશન રેગ્યુલર તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે હંમેશા જોડાયેલા રહેજો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!