ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય થઈ ચૂક્યું છે. મિત્રો આવનારા દિવસોમાં રાજ્યમાં હવે વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળી રહી છે. સાથે સાથે આવનારા નજીકના દિવસોમાં હવે સવાર સાંજ ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ જશે.
આ વર્ષે ચોમાસું વિદાય થયા બાદ પણ ગુજરાત રાજ્યમાં વરસાદના મોટા-મોટા રાઉન્ડ જોવા મળ્યા. જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ બે વખત અરબસાગરમાં એન્ટર થઈ. આ પરિસ્થિતિને અનુસંધાને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો.
મિત્રો હવે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય સંપૂર્ણ રીતે થઈ ચૂક્યું છે. આવનારા દિવસોમાં વરસાદની કોઈ મોટી સંભાવના જણાઈ રહી નથી. સાથે સાથે રાત્રે તાપમાનનો પારો હવે નીચો જોવા મળશે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.
ભૂતકાળના વર્ષોની યાદી જોઈએ તો દિવાળીની આજુબાજુના દિવસોમાં ગુજરાતનું વાતાવરણ વાદળછાયુ જોવા મળતું હોય છે. પરંતુ આ વર્ષે દિવાળી પર કોઈ મોટું માવઠું થાય એવી સંભાવના જોવા મળી રહી નથી. જે ખેડૂતો માટે ખરેખર રાહતના સમાચાર ગણી શકાય.
નવેમ્બર મહિનાનું પ્રેડીક્શન જોઈએ તો, નવેમ્બર મહિનામાં ઠંડીનો ભારે રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળતો નથી. પરંતુ ખરા અર્થની ઠંડી ડિસેમ્બર મહિનાથી શરૂ થતી હોય છે. જોકે આ વર્ષે વરસાદ વધુ માત્રામાં વરસ્યો હોવાથી ગુજરાત રાજ્યમાં આ વર્ષે ઠંડીનું જોર વધુ રહી શકે. જો ઠંડીનો જોર વધુ રહે તો, શિયાળુ પાકો માટે ખૂબ જ ફાયદાકારક ખેડૂતો માટે નીવડી શકે છે.
આવનારા દિવસોમાં ઠંડીની જોરદાર શરૂઆત ક્યારે થશે? એ અંગેની રેગ્યુલર માહિતી Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહીશું. તો અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો.