ચોમાસુ નક્ષત્ર 2024 : ચોમાસું 2024 અતિવૃષ્ટિના યોગ

મિત્રો આજની આ પોસ્ટમાં વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્ર મુજબ ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ કેવા કેવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, સાથે સાથે ચોમાસું 2024 વરસાદના નક્ષત્ર આધારિત વરસાદની સંભાવના કેવી જોવા મળી શકે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો આજના આ સમયમાં વૈજ્ઞાનિક મોડલોના આધારે હવામાનની આગાહી સચોટ રીતે કરી શકાય છે. પરંતુ ભૂતકાળના વર્ષોમાં જ્યારે આવા વિજ્ઞાનના ઉપકરણો હતા નહીં, ત્યારે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ચોમાસાની આગાહી કરવામાં આવતી હતી. જે આજે વરસો બાદ પણ લોકવાયકામાં ગુથાયેલી જોવા મળે છે.

આવી ઘણી બધી આગાહીઓમાં ચોમાસુ નક્ષત્ર ને પણ મહત્વનું સ્થાન આપવામાં આવતું હતું. તો મિત્રો આજની આ પોસ્ટમાં ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન કેવા કેવા સમીકરણોના યોગ બની રહ્યા છે? એ અંતર્ગત માહિતી મેળવશું.

આજની આ પોસ્ટમાં રજૂ થયેલી તમામ માહિતી વર્ષ 2024 દરમિયાન જ્યોતિષશાસ્ત્રમાં ચોમાસુ નક્ષત્ર 2024 ના કેવા કેવા યોગોનું નિર્માણ જોવા મળી રહ્યું છે. એ મુજબની માહિતી અહી અપડેટ કરવામાં આવી છે.

મિત્રો આ માહિતી Weather Tv વેબસાઈટની પોતાની પર્સનલ માહિતી નથી. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચોમાસું 2024 દરમિયાન ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ વરસાદની કેવી સંભાવના જોવા મળશે? એ અંગેની વાત કરવામાં આવી છે.

ચોમાસુ નક્ષત્ર 2024 અંગેની અપડેટ મેળવ્યે તો, મિત્રો મૃગશીર્ષ નક્ષત્રથી વરસાદના નક્ષત્ર ની શરૂઆત થાય છે. અને સ્વાતિ નક્ષત્ર સુધી વરસાદના નક્ષત્ર ની ગણતરી કરવામાં આવે છે. પરંતુ મિત્રો વરસાદના મુખ્ય નક્ષત્રોની વાત કરીએ તો, આદ્રા નક્ષત્રથી ચિત્રા નક્ષત્ર સુધીના સમયગાળાને ચોમાસુ નક્ષત્ર ગણી શકાય.

ચોમાસુ નક્ષત્ર 2024

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય. કેમકે આ નક્ષત્ર દરમિયાન વાહન શિયાળનું છે. એટલે મૃગશીર્ષ નક્ષત્ર 2024 દરમિયાન પવનનું જોર વધુ રહી શકે. તો કોઈ કોઈ વિસ્તારોમાં મૃગશીર્ષ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સારી સંભાવના ગણી શકાય.

ખરા અર્થના ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી ગણવામાં આવે છે. તો મિત્રો આ વર્ષે ચોમાસુ નક્ષત્ર 2024 મુજબ આદ્રા નક્ષત્ર ના સમયગાળા દરમિયાન વરસાદના યોગ સારા એવા જોવા મળી રહ્યા છે. આદ્રા નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું હોવાથી આદ્રા નક્ષત્રમાં વરસાદના સારા એવા યોગ સમગ્ર રાજ્યમાં ઉભા થઈ શકે.

મોટેભાગે પુનર્વસું નક્ષત્રના સમયગાળા દરમિયાન પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે. તો મિત્રો આ વર્ષે જ્યોતિષશાસ્ત્રના યોગ મુજબ ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન પુનર્વસું નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન હાથીનું હોવાથી આ નક્ષત્રમાં સમયગાળા દરમિયાન અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે.

વરસાદના નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રના વરસાદને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. કેમ કે પુષ્ય નક્ષત્રનો વરસાદ ખેતીના પાકો સહિત ધરતીને અમીરૂપ વરસાદથી આ પુષ્ય નક્ષત્ર તૃપ્ત કરે છે. તો મિત્રો વર્ષ 2024 દરમિયાન પુષ્ય નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન દેડકાનું હોવાથી પુષ્ય નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન રાજ્યમાં ભારે વરસાદના યોગ ઉભા થઈ શકે.

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન આવતા આશ્લેષા નક્ષત્ર ની વાત કરીએ તો, મિત્રો આ વર્ષે આશ્લેષા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન ગધેડાનું હોવાથી આશ્લેષા નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના યોગ ઓછા ઉભા થઇ શકે. એટલે કે આશ્લેષા નક્ષત્ર દરમ્યાન વરસાદની સંભાવના ઓછી ગણી શકાય. આશ્લેષા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન ખંડ વૃષ્ટિના યોગ વધુ જોવા મળી રહ્યા છે.

મઘા નક્ષત્રની વાત કરીએ તો, મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીને સર્વ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પ્રાચીન લોકવાયકા મુજબ મઘા નક્ષત્રના વરસાદના પાણીને અમૃત સમાન પણ ગણવામાં આવે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન મઘા નક્ષત્ર 2024 ના દિવસો દરમિયાન વાહન આ વર્ષે શિયાળનું હોવાથી મઘા નક્ષત્રમાં પણ વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

વરસાદના નક્ષત્રોમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને ઘણા લોકો પુરબા નક્ષત્રથી પણ ઓળખે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું વાહન ઉંદરનું હોવાથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદની સંભાવના મધ્યમ ગણી શકાય.

આગલા નક્ષત્ર ની વાત કરીએ તો, “વર્ષે જો ઓતરા તો ધાન ન ખાય કુતરા” આ કહેવત સંબંધિત નક્ષત્ર એટલે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રને ઘણા લોકો ઓતરા નક્ષત્રિથી પણ ઓળખે છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન ઉતરા ફાલ્ગુની નક્ષત્ર 2024 નું વાહન હાથીનું હોવાથી, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિનો માહોલ પણ જોવા મળી શકે.

વરસાદના નક્ષત્રોમાં હાથીયા નક્ષત્રની વાત આવે છે, ત્યારે આકાશમાં થતી ગર્જનાની ગડગડાટ યાદ આવી જાય છે. કેમ કે હસ્ત નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદ ભયંકર રીતે ગાજતો હોય છે. હસ્ત નક્ષત્રમાં મોટેભાગે તોફાની વરસાદ જોવા મળતો હોય છે.

મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન હસ્ત નક્ષત્ર 2024 અંગેના વાહનની અંગેની વાત કરીએ તો, હસ્ત નક્ષત્ર 2024 દરમિયાન વાહન મોરનું હોવાથી હાથીયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના યોગ ઊભા થઈ શકે.

ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ચોમાસાની વિદાયની શરૂઆત લગભગ જોવા મળતી હોય છે. તો મિત્રો ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન ચિત્રા નક્ષત્ર 2024 ના સમયગાળા દરમિયાન વાહન આ વર્ષે ભેંસનું હોવાથી ચિત્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદના ચિત્રો જોવા મળી શકે.

મોટેભાગે સ્વાતિ નક્ષત્રમાં થતા વરસાદને માવઠાના વરસાદ તરીકે પણ ગણવામાં આવે છે. કેમકે સ્વાતિ નક્ષત્રમાં વરસાદ જ્યારે પડે છે, ત્યારે ખેતીના પાકોમાં મોટી નુકસાની પણ જોવા મળતી હોય છે. કેમકે સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન લગભગ ખેતીના પાકો તૈયાર ગયા હોય છે.

આવા તબક્કે જો વરસાદ થાય તો, મોટી નુકસાની ખેડૂતોને થતી હોય છે. તો વર્ષ 2024 દરમ્યાન સ્વાતિ નક્ષત્રનું વાહન શિયાળનું હોવાથી સ્વાતિ નક્ષત્રના દિવસો દરમિયાન વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે.

વર્ષ 2024 ચોમાસું દરમિયાન વરસાદના નક્ષત્રનું ટૂંકમાં સારાંશ મેળવ્યે તો મિત્રો, આ વર્ષે 6 નક્ષત્રનું વરસાદનું વાહન સારું જોવા મળી રહ્યું છે. જોકે મુખ્ય વરસાદના નક્ષત્રો ગણાતા આદ્રા, પુનર્વસું, પુષ્ય, ઉત્તરા ફાલગુની, હસ્ત અને ચિત્રા આ નક્ષત્રોમાં આ વર્ષે વાહનનો યોગ સારો જણાઈ રહ્યો છે. કેમકે જે વાહન હોય તેને જો પાણી અંગે વધુ લગાવ હોય તો, તે નક્ષત્રના સમયગાળા દરમ્યાન વરસાદના યોગ સારા ઉભા થઈ શકે.

ચોમાસુ નક્ષત્ર 2024 દરમિયાન આદ્રા નક્ષત્રનું વાહન મોરનું છે. પુનર્વસું નક્ષત્રનું વાહન હાથીનું છે. પુષ્ય નક્ષત્રનું વાહન દેડકાનું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું વાહન હાથીનું છે. હસ્ત નક્ષત્રનું વાહન મોરનું છે. અને છેલ્લે ચિત્રા નક્ષત્રનું વાહન ભેંસનું છે. આમ આ નક્ષત્રોમાં વાહન વરસાદ પ્રિય હોવાથી આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના વધુ ગણી શકાય.

મિત્રો વર્ષ 2024 દરમિયાન ક્યું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? એ સંબંધિત સંપૂર્ણ માહિતી સાથેની વાત આપણે વરસાદના નક્ષત્ર 2024 માં વર્ણન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ પોસ્ટને સંપૂર્ણ રીતે વાંચી લેવી. જેથી ક્યું નક્ષત્ર કઈ તારીખે બેસે છે? અને નક્ષત્ર સંજોગીયું છે કે નહીં? એ અંગેની તમામ અપડેટ તમને આ ઉપર જણાવેલી પોસ્ટના માધ્યમથી મળી જશે.

ખાસ નોંધ : વરસાદના નક્ષત્ર 2024 સંદર્ભે આ પોસ્ટમાં રજૂ કરવામાં આવેલી તમામ માહિતી જ્યોતિષશાસ્ત્ર 2024 માં બનતા યોગ મુજબ જણાવવામાં આવી છે. તો મિત્રો ઉપર જણાવવામાં આવેલા તમામ વિધાનો Weather Tv વેબસાઈટના પર્સનલ નથી. એ વાતનું ખાસ ધ્યાન રાખવું.

મિત્રો સાયન્સ આધારિતની સાથે સાથે પ્રાચીન વર્ષા વિજ્ઞાનની તમામ હવામાનની અંગેની બધી જ અપડેટ રેગ્યુલર મેળવવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહેજો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

error: Content is protected !!