ભાદરવા મહિનાના ભડલી વાક્યો – મંડાણી વરસાદની આગાહી

ભાદરવો મહિનો એટલે મંડાણી વરસાદનો મહિનો ગણી શકાય. કેમ કે ભાદરવા મહિનામાં મંડાણી વરસાદની આગાહી અવારનવાર આપણે જોવા મળતી હોય છે. મિત્રો આજની આ પોસ્ટમાં ભાદરવા મહિનાના ભડલી વાક્યો કથન મુજબ વરસાદ કેવો રહે? એ અંગેની માહિતી મેળવીએ.

ભાદરવા મહિનાના ભડલી વાક્ય મુજબ ભાદરવા સુદ પાંચમે સ્વાતિ નક્ષત્રનો યોગ હોય તો ભાદરવા મહિનામાં સુંદર વરસાદ થાય. ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં મોટેભાગે વહેલી સવારે ઠાર તેમજ ઝાકળ જોવા મળતી હોય છે. મિત્રો જ્યારે જ્યારે ભાદરવા મહિનામાં ઝાકળનું સામ્રાજ્ય જોવા મળે ત્યારે બપોર બાદ અવશ્ય મંડાણી વરસાદ થાય છે.

ભાદરવા મહિનાના સુદ પક્ષમાં રવિવારે મૂળ નક્ષત્ર હોય તો, વરસાદ ઓછો થાય. ભાદરવી અમાસે રવિવાર આવતો હોય અને આકાશમાં પશ્ચિમે મેઘ ધનુષ્ય જોવા મળે તો, હાહાકાર મચી જાય એવો સમય આવે.

શ્રાવણ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે શ્રાવણ મહિનામાં કેવા યોગ જોવા મળે તો વરસાદ કેવો થાય એ અંગેની વિશેષ માહિતી અહીં વાંચી લેવી.

મિત્રો ભાદરવા મહિનાના ભડલી વાક્યો મુજબ ભાદરવા સુદ છઠના દિવસે જો અનુરાધા નક્ષત્રની હાજરી જણાય તો, વરસાદ સારો થાય એટલે આ દિવસનું ખાસ અવલોકન કરવું.

મોટેભાગે ભાદરવા મહિનામાં પવનની અસ્થિરતા ખૂબજ જોવા મળતી હોય છે. કેમકે ચોમાસાની વિદાય પણ ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં થતી હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાંથી આ દિવસો દરમિયાન ચોમાસું વિદાય લેતું હોય છે. એટલે ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં બપોર બાદ ભારે પવન સાથે તીવ્ર વરસાદી એક્ટિવિટી જોવા મળતી હોય છે.

ખાસ નોંધ : ઉપર રજૂ કરવામાં આવેલી ભાદરવા મહિનાના ભડલી વાક્યો આધારિત માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે, આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!