શ્રાવણ મહિનાના ભડલી વાક્યો – ચોમાસું હેલીના વરસાદનો મહિનો

શ્રાવણ મહિનો એટલે ચોમાસું હેલીના વરસાદનો મહિનો ગણાય છે. શ્રાવણ મહિનામાં શ્રાવણી સરુડા અવારનવાર વરસતા હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં શ્રાવણ મહિનાના ભડલી વાક્યો અનુસાર શ્રાવણ મહિનામાં કેવા યોગ બને તો ચોમાસું કેવી જમાવટ કરે? એ અંગેની માહિતી મેળવશું.

શ્રાવણ મહિનાના ભડલી વાક્યો મુજબ શ્રાવણ સુદ ચોથના દિવસે વરસાદ થાય તો, ચોમાસામાં ચારેય મહિનામાં વરસાદ સારો થાય. શ્રાવણ મહિનાની અંજવાળી પાંચમનો વિચાર કરીએ તો, શ્રાવણ સુદ પાંચમે જો મેઘગર્જના સંભળાય તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું જાય.

મિત્રો પૂર્ણિયાંત શ્રાવણ વદ દસમે રોહિણી નક્ષત્રની હાજરી હોય તો તે વર્ષે દુષ્કાળના એંધાણ ગણવા. પૂર્ણિયાંત શ્રાવણ વદમાં મંગળ તુલા રાશિમાં, ગુરુ કર્ક રાશિમાં તેમજ શુક્ર સિંહ રાશિમાં હોય તો, તે વર્ષનું ચોમાસું નિષ્ફળ જાય.

પૂર્ણિયાંત શ્રાવણ વદ અગિયારસના દિવસે રોહિણી નક્ષત્ર હોય તો, વરસાદ સારો થાય અને દિવસે સવારે સૂર્ય વાદળમાં ઉગે અથવા તો મધરાત્રે મેઘ ગાજે તો, પણ સાર્વત્રિક વરસાદ જોવા મળે.

શ્રાવણ મહિનાના ભડલી વાક્યો મુજબ શ્રાવણ સુદ પાંચમે જો પશ્ચિમ કે દક્ષિણ નો પવન ફૂંકાય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધુ ગણવી.

અષાઢ મહિનાના ભડલી વાક્યો મુજબ ચોમાસું ગતિવિધિ કેવી જોવા મળે? એ અંગેની ડીપમાં માહિતી અહીંથી વાંચી લેવી.

શ્રાવણ મહિનામાં સ્વાતિ અને વિશાખા નક્ષત્રોમાં વરસાદ થાય નહીં તો, અન્ન ઉત્પાદન ઓછું થાય. શ્રાવણ મહિનામાં સૂર્ય કર્ક રાશિમાં હોય તો, આ ગાળામાં કાકરી પલડે તેટલા જ છાંટા થાય. અને જો સૂર્ય સિંહ રાશિમાં ભ્રમણ કરતો જણાય તો, તે સમયગાળા દરમિયાન વરસાદ ન પડે તો, દુષ્કાળ સમજવો. કીડીઓને પણ ફરી ફરીને ખાવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય.

ખાસ નોંધ : ઉપર રજૂ કરવામાં આવેલી શ્રાવણ મહિનાના ભડલી વાક્યો આધારિત માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યના સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

error: Content is protected !!