ભડલી વાક્યો આધારે ચોમાસું વર્તારો

પ્રાચીનકાળથી ચાલી આવી રહેલા ભડલી વાક્યો આધારે આવનારું ચોમાસું વર્તારો સચોટ મેળવી શકાય છે. કેમકે ગુજરાતના લોકો ભડલી વાક્યો પર આંખ આંખ મીંચીને વિશ્વાસ કરે છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ભીડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંગેની માહિતી મેળવશું.

ભડલી વાક્યો

શિયાળાની ત્રણેય ઋતુમાં જો ઠંડીનું સામ્રાજ્ય વ્યવસ્થિત જોવા મળે તો આવનારું ચોમાસું ટનાટન રહે છે.. મિત્રો મુખ્યત્વે હેમંત અને શિશિ૨ ઋતુમાં ઠંડીનું સામ્રાજ્ય રહેવું જોઈએ. આ બંને ઋતુમાં પણ ખાસ કરીને શિશિ૨ ઋતુમાં જેટલી ઠંડી પડે તેટલી આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય.

ફાગણ મહિનાની પૂનમની સાંજે જો પશ્ચિમનો પવન ફૂંકાય તો આવનારા ચોમાસા માટે ખૂબ જ સારી નિશાની ગણી શકાય. એટલે જ ભડલી વાક્યો મુજબ હોળી પ્રગટે ત્યારે પશ્ચિમનો અથવા તો ઉત્તરનો પવન ફૂંકાય તો, તે ખૂબ જ સારી નિશાની ગણવામાં આવે છે. આમ તો જો કે વાયવ્ય ખુણાનો પવન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જેઠ મહિનાની અંજવાળી બીજે વરસાદની ગર્જના સંભળાવવી જોઈ નહીં.. જો જેઠ સુદ બીજના દિવસે વરસાદ થાય અથવા તો મેઘ ગર્જના થાય તો, ભડલી વાક્યો મુજબ આવનારા ચોમાસામાં એક મોટા વાયરાનો ખતરો મંડાતો જોવા મળતો હોય છે.

ચોમાસું વર્તારો

ભડલી વાક્યો મુજબ ચૈત્ર મહિનો સ્વચ્છ રહેવો જોઈએ. એટલે કે ચૈત્ર મહિનાનું આકાશ જેટલું વાદળાહિત રહે એટલું જ આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે. એમાં પણ ચૈત્ર મહિનાના દનૈયા સારા એવા તપવા જોઈએ. જો ચૈત્ર મહિનાના દનૈયાના દિવસો દરમિયાન વરસાદ અથવા છાંટા છૂટી થાય તો આવનારું ચોમાસું નબળું આવે છે.

અખાત્રીજના દિવસે વહેલી સવારે પવનનું ખાસ અવલોકન કરવું. જો અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલા પશ્ચિમ, ઉત્તર અથવા તો વાયવ્ય ખૂણાનો પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ટનાટન આવશે. પરંતુ આ સમય એ જો પૂર્વ, દક્ષિણ અથવા તો અગ્નિ ખૂણાનો પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ખૂબ જ નબળું આવે છે.

મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન બનતા ગર્ભનું ખાસ નિરીક્ષણ કરવું. જો ગર્ભની આગળ પાછળના દિવસોમાં ઠાર અથવા તો ઝાકળ બિંદુ જણાય તો, તે ગર્ભનો ભડલી વાક્ય મુજબ નાશ થાય છે. એટલે ચોમાસે તે ગર્ભનો વરસાદ જોવા મળતો નથી. બદલી વાક્ય મુજબ જો સ્વાતિ નક્ષત્ર બેસતા જ છાંટા છૂટી તો, થાય તો આવનારું ચોમાસું ખૂબ જ સારું એવું જમાવટ કરશે આ વાત લખી લેવી.

error: Content is protected !!