Weather update: યુરોપિયન મોડલના ચિત્રો મુજબ વરસાદનો રાઉન્ડ

Weather update આવતીકાલનું હવામાન: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદની એક્ટિવિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ 20 તારીખ બાદ એટલે કે 20 સપ્ટેમ્બર બાદ ગુજરાત રાજ્યમાં ફરીથી વરસાદનો એક મીની રાઉન્ડ જોવા મળી શકે છે. તો આજની આ પોસ્ટમાં યુરોપિયન મોડલના ચિત્રો મુજબ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે એ અંગેની Weather update મેળવીએ.

Weather update આવતીકાલનું હવામાન

આવતીકાલનું હવામાન 2024: ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બપોર બાદ હાઈ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. જોકે મોટાભાગના વિસ્તારોનું હવામાન વાદળછાયું પણ જોવા મળી રહ્યું છે. જોકે વરસાદના કોઈ મોટા સમાચાર છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા નથી. Weather Update મુજબ યુરોપિયન મોડલના ચિત્રોના ગણિત ઉપર એક અંદાજ મેળવ્યે તો, 20 સપ્ટેમ્બરે ગુજરાત ઉપર અપર લેવલે સાયકલોનિક સર્ક્યુલેશન જોવા મળશે.

પરંતુ આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં અપર લેવલે ભેજની માત્રા યોગ્ય પ્રમાણમાં જોવા મળતી નથી. એટલે આ સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં 20 સપ્ટેમ્બરની આસપાસ વરસાદના સારા એવા ચિત્રો જોવા મળી રહ્યા નથી. કેમકે જ્યારે જ્યારે અપર લેવલે સર્ક્યુલેશનની હાજરી હોય પરંતુ જો ભેજની યોગ્ય માત્રામાં હાજરી ન હોય તો, વરસાદનો રાઉન્ડ જોવા મળતો નથી.

યુરોપિયન મોડલ ના ચિત્રો મુજબ વરસાદનો રાઉન્ડ

આવતીકાલનું હવામાન વરસાદ: 24 સપ્ટેમ્બરની આજુબાજુ ફરીથી યુરોપિયન મોડલના ચિત્રો મુજબ વરસાદી સમીકરણો જોવા મળી રહ્યા છે. કેમકે 22 સપ્ટેમ્બર બાદ ફરીથી જે અપર લેવલે ઉત્તર ગુજરાત લાગુ જે સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે, તેમાં ભેજની માત્રા યોગ્ય જણાઈ રહી છે. એ મુજબ 23 સપ્ટેમ્બર બાદ વરસાદનો એક મીની રાઉન્ડ ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે.

સંભવિત વરસાદનો મીની રાઉન્ડ કયા વિસ્તારોમાં જોવા મળી શકે એ અંગેની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના છુટા છવાયા વિસ્તારો, પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો, ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના રાઉન્ડની શક્યતા ગણી શકાય. જ્યારે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ આ દિવસો દરમિયાન બોપર બાદ મંડાણી વરસાદ જેવી સંભાવના નકારી શકાતી નથી.

Weather update Gfs model: ગ્લોબલની ફ્રેશ અપડેટ મુજબ આપણે અગાઉ જે વાત કરી ચૂક્યા છીએ એ મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં એક મોટો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે. એવી સંભાવના હજી પણ અંકબંધ જોવા મળી રહી છે. આ અંગેની નિયમિત Weather update અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી રજૂ કરતા રહેશું.

error: Content is protected !!