હવામાન અપડેટ 2024 : બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે,વરસાદની આગાહી

ચોમાસું વિદાય લેવાની પુરજોસમાં તૈયારી કરી રહ્યું છે. મિત્રો ભાદરવા મહિનામાં જેવું દર વર્ષે હવામાન જોવા મળતું હોય છે એવા હવામાનના સમીકરણો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યા છે. આવા તબક્કામાં આવનારા દિવસોમાં હવામાન અપડેટ 2024 અંગેની વાત કરીએ તો, બંગાળની ખાડીમાં 22 સપ્ટેમ્બર બાદ સિસ્ટમ આકાર લેશે. એ પરિસ્થિતિને અનુસંધાને સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના ઊભી થશે.

હવામાન અપડેટ 2024 આવતીકાલનું હવામાન રહેશે

અમેરિકન હવામાન મોડલમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. એ મુજબ હવામાન અપડેટ 2024 અંગેની અપડેટની માહિતી લઈએ તો, હવે ગુજરાતમાં ચોમાસું 2024 પોતાની અંતિમ કક્ષામાંથી પસાર થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત રાજ્યમાં આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની વાત કરીએ તો, મિત્રો ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે છે.

હવામાન અપડેટ 2024 મુજબ 23 સપ્ટેમ્બરે ઉત્તર બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનીને આ સિસ્ટમ પશ્ચિમ ભારત તરફ ગતિ કરે એવા અણસાર ગ્લોબલ મોડલના ચિત્રોમાં જોવા મળી રહ્યા છે. જોકે યુરોપિયન મોડલ હજી આ વાતનું પુષ્ટિ કરતું નથી. એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદના રાઉન્ડ અંગેના ચિત્રો સ્પષ્ટ બની જશે.

આવતીકાલનું હવામાન દક્ષિણ ગુજરાત

ચોમાસાની વિદાય સૌથી છેલ્લે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળતી હોય છે. ટૂંકમાં આવતીકાલનું હવામાન દક્ષિણ ગુજરાતમાં કેવું રહેશે? એ અંગેની માહિતી મેળવિયે તો, મોટેભાગે સપ્ટેમ્બર મહિનાના બાકીના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગ્લોબલ મોડલમાં જોવા મળી રહી છે. જોકે આવનારી બંગાળની ખાડીની સિસ્ટમ કેટલી દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અસર કરે છે? એ પ્રમાણે વરસાદનો એક મોટો રાઉન્ડ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

મિત્રો હાલની હવામાન 2024 ની અપડેટ મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં બપોર બાદ ગાજવીજ વાળો વરસાદ વરસી શકે છે. કેમકે હાલમાં જે હવામાનની જે પેટર્ન જોવા મળી રહી છે, એ મુજબ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના ચાન્સ રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં સારા એવા જોવા મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રના હવામાન અંગેની વાત કરીએ તો દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન વરસાદની શક્યતા સારી એવી જોવા મળી રહી છે. જેમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ આ વિસ્તારોમાં ગાજવીજ વાળો વરસાદ જોવા મળી શકે. એમાં પણ ખાસ કરીને ભાવનગર જિલ્લાના મહુવા તળાજા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે.

error: Content is protected !!