વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? : પશ્ચિમી વિક્ષોભ Western disturbance

મિત્રો ચોમાસા દરમિયાન જેમ આપણે લો પ્રેશર સિસ્ટમ અંગે અવારનવાર સાંભળતા હોઇએ છીયે એ મુજબ જ ભારતમાં જ્યારે શિયાળાનું આગમન થાય છે. ત્યારે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ. તો આજની આ મહત્વની પોસ્ટમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું? એ અંગેની ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાનો પ્રયાસ કરશું.

Western Disturbance

શિયાળા દરમિયાન જ્યારે જ્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે. ત્યારે ત્યારે લગભગ ઉત્તર ભારત સહિત મધ્ય ભારત તેમજ ગુજરાતનું હવામાન પણ અચાનક બદલાય છે. ઠંડીના દિવસો દરમિયાન આકાશમાં વાદળોની હાજરી અચાનક જોવા મળે ત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે એવું અનુમાન લગાવવું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક્ટિવિટી છેક યુરોપ લાગુના ભૂમધ્ય સમુદ્રમાંથી થતી હલચલની એક્ટિવિટીને ગણી શકાય. મિત્રો જ્યારે જ્યારે ભૂમધ્ય સમુદ્ર લાગુના વિસ્તારોમાં હાઈપ્રેશરનું નિર્માણ થાય છે, ત્યારે તેના પૂર્વ સાઈડના સ્પીડિલી પવનો પૂર્વ દિશા તરફ ફંટાય છે. એટલે કે અફઘાનિસ્તાન તેમજ ભારત સહિત ચીન બાજુ આ સ્પીડિલી પવનો ફૂંકાય છે.

મિત્રો આ પવનો જ્યારે જ્યારે હિમાલય પર્વત ઉપર ટકરાય છે, ત્યારે આ પવનો બે દિશામાં અલગ અલગ રીતે ફંટાઈ જાય છે. જેમાં ઉત્તરના પવનો ચીન તેમજ તિબેટ સાઈડ ફંટાઈ જાય છે. જ્યારે દક્ષિણ દિશાના પવનો હિમાલય પર્વત સાથે ટકરાઈને ઉત્તર ભારતના મેદાની ભાગો તરફ ફંટાઈ જાય છે. ભારતમાં આ પવનો એન્ટર થાય છે ત્યારે આ ગતિવિધિને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરીકે ઓળખવામાં આવે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પશ્ચિમી વિક્ષોભ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો વિન્ટર સેશનમાં જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ઉત્તર ભારતના રાજ્યો સહિત ઘણા બધા વિસ્તારોમાં બરફ વર્ષા અથવા તો વરસાદના સમીકરણો આ સિસ્ટમ ઊભી કરે છે. જેને આપણે હિમ વરસાદનો રાઉન્ડ પણ કહીએ છીએ.

ક્યારેક ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતથી થોડું નીચે દક્ષિણમાં પસાર થતું હોય છે. ત્યારે ત્યારે મોટે ભાગે રાજસ્થાન તેમજ ગુજરાતમાં શિયાળા દરમિયાન માવઠાનો મોટો રાઉન્ડ જોવા મળતો હોય છે. કેમકે આ અરસામાં ઉત્તરના બરફીલા પવનની સાથે સાથે વરસાદ પણ ખાબકે છે. જેનું મુખ્ય રીઝન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પડતું દક્ષિણ માંથી પસાર થતું હોય છે.

આમ જોઈએ તો, મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમગ્ર વર્ષ દરમિયાન અવારનવાર પસાર થતા જ હોય છે. છતાં પણ શિયાળાની સિઝન દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું પ્રમાણ વધુ પડતું જોવા મળતું હોય છે. ચોમાસું દરમિયાન જ્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય છે, ત્યારે ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આવવાને બદલે પૂર્વ ભારત તરફ અવારનવાર ફંટાઈ જતી હોય છે.

પશ્ચિમી વિક્ષોભની અસર

જ્યારે જ્યારે ઉત્તર ભારતમાંથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય છે, ત્યારે ત્યારે જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ સહિત હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં દિવસો સુધી અવિરત બરફ વરસાદનો રાઉન્ડ જોવા મળતો હોય છે. આ પરિસ્થિતિને હિસાબે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં શિયાળા દરમિયાન તાપમાન માઇનસની આજુબાજુ જોવા મળતું હોય છે. જે એક સામાન્ય બાબત ગણી શકાય.

મિત્રો મોટાભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પંજાબ સહિત ઉત્તર રાજસ્થાનમાં વધુ જોવા મળતી હોય છે. જોકે ગુજરાતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અવારનવાર જોવા મળતી હોય છે. પરંતુ પંજાબ અને રાજસ્થાનની કમ્પેરમાં ગુજરાતમાં અસર ઓછી જોવા મળતી હોય છે. પરંતુ જ્યારે જ્યારે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે, ત્યારે માવઠાનો રાઉન્ડ જોવા મળતો હોય છે. જેને આપણે કમોસમી વરસાદ પણ કહીએ છીએ.

મિત્રો શિયાળા દરમિયાન જ્યારે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ જોવા મળે છે, ત્યારે ત્યારે શિયાળુ પાકોમાં જેમાં ધાણા તેમજ ધીરુના પાક ઉપર આની વિપરીત અસર જોવા મળે છે. જેમાં મિત્રો જીરું જેવા સવેંદશીલ પાકો આવા કમોસમી વરસાદથી પાક બગડી જવાની શક્યતા વધુ રહેતી હોય છે.

ટૂંકમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ફોર્મ્યુલા ભૂમધ્ય સમુદ્રમાંથી જોવા મળે છે. અને આવી મજબૂત સિસ્ટમ જ્યારે જ્યારે પશ્ચિમ દિશા તરફ ફંટાય છે, ત્યારે ત્યારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કજાકિસ્તાન સહિત ભારતના અનેક ભાગોમાં વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળે છે. જોકે આ અરસામાં બરફ વરસાદ પડવાના ચાન્સ વધુ રહેતા હોય છે.

તો મિત્રો હવામાન અપડેટની સાથે સાથે ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યના હવામાનની નિયમિત અપડેટ તમારા મોબાઈલ ફોનમાં મેળવવા માટે અમારી આ વેબસાઈટ Weather Tv ને તમારા ફોનમાં જરૂરથી સેવ કરી લેવી. જેથી હવામાન લક્ષી નિયમિત અપડેટ તમને મળતી રહે. બધા જ મિત્રો નો ખુબ ખુબ આભાર.

error: Content is protected !!