વરસાદ વિરામ લેશે ગુજરાતમાં, બંગાળની ખાડી સક્રિય થઈ

ગુજરાતના ખેડૂતો માટે એક આનંદના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં અવિરત વરસાદનો રાઉન્ડ જામ્યો હતો તે હવે આગામી 24 ઓક્ટોબર બાદથી ગુજરાતમાં વરસાદ વિરામ લેશે. વરસાદ વિરામ અંગેની સંપૂર્ણ વાત આ પોસ્ટના માધ્યમથી મેળવીએ.

ચોમાસું વિદાય થયા બાદ પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે કમોસમી વરસાદ પડ્યો છે, તેને અનુસંધાને ગુજરાતના ખેડૂતોને પારવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકો આ કમોસમી વરસાદની લપેટમાં આવ્યા છે.

પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોને રાહત થાય એવા ચિત્રો જોવા મળી રહ્યા છે. મિત્રો 24 ઓક્ટોબર બાદથી ગુજરાતનું વાતાવરણ વાદળ રહિત બનતું જશે. ટૂંકમાં કમોસમી વરસાદની સંભાવના હળવી બનતી જશે. જોકે 23 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં હજી પણ કમોસમી વરસાદની શક્યતા નકારી શકાતી નથી.

25 ઓક્ટોબર બાદ થી ગુજરાતમાં વરસાદનો વિરામ થશે. તો બીજી તરફ બંગાળની ખાડી સક્રિય બની છે. બંગાળની ખાડીમાં એક ચક્રવાત આકાર લઈ રહ્યું છે. પરંતુ મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે નહીં. આ વાવાઝોડાનો ટ્રેક હાલના ચિત્રો મુજબ બાંગ્લાદેશ તરફ ફંટાઈ એવા ચિત્રો જોવા મળી રહ્યા છે.

ઓક્ટોબર મહિનાના અંતિમ દિવસોથી ગુજરાતનું વાતાવરણ સૂકું બનતું જશે. એટલે હાલ આવનારા દિવસોમાં ગુજરાતમાં કોઈ કોમોસમી વરસાદનો મોટો રાઉન્ડ આવે એવી સંભાવનાઓ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. એટલે એવું કહી શકાય કે, 24 ઓક્ટોબર બાદ ગુજરાતમાંથી વરસાદ વિરામ લેશે.

error: Content is protected !!