વિક્રમ સવંત 2082 ના વર્ષના વરસાદના નક્ષત્ર 2026 સંબંધિત આ પોસ્ટમાં વાત કરશું. ચોમાસા દરમિયાન કયું નક્ષત્ર ક્યારે બેસે છે? અને તેમનું વાહન શું છે? જેથી ખેડૂતોને આવનારા ચોમાસામાં વરસાદના નક્ષત્રની યાદી 2026 અંગેનું માર્ગદર્શન મળશે.
મૃગશીર્ષ નક્ષત્ર 2026: મૃગશીર્ષ નક્ષત્ર Dt: 8-6-2026 ના રોજ સોમવારે બેસે છે. આ નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વધતુ જણાશે. સાથે સાથે મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી હવામાન બંધાશે.
આદ્રા નક્ષત્ર 2026: આદ્રા નક્ષત્ર Dt: 22-6-2026 ના રોજ સોમવારે બેસે છે. વાહન ગધેડાનું છે. તેથી મિત્રો આદ્રા નક્ષત્રના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.
પુનવર્સુ નક્ષત્ર 2026: સૂર્યનારાયણ ભગવાનનો પુનવર્સુ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 6-7-2026 ના રોજ સોમવારે થશે. નક્ષત્રનું વાહન ઘોડાનું છે. આ નક્ષત્ર સંજોગ્યું આ વર્ષે જોવા મળી રહ્યું છે. તેથી ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના ઉજળી જોવા મળશે.
પુષ્ય નક્ષત્ર 2026: મિત્રો સૂર્યનારાયણ ભગવાનનો પુષ્ય નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 20-7-2026 ના રોજ સોમવારે થશે. પુષ્ય નક્ષત્રનું વાહન ગજનું છે, તેથી રાજ્યમાં ઘણી જગ્યાએ સારા વરસાદની અપેક્ષા રાખી શકાય.
આશ્લેષા નક્ષત્ર 2026: આશ્લેષા નક્ષત્રમાં સૂર્યનો મંગલમય પ્રવેશ Dt: 3-8-2026 ના રોજ સોમવારે થશે. મિત્રો આ નક્ષત્રનું વાહન હાથીનું છે, તેથી આશ્લેષા નક્ષત્રના દિવસો દરમિયાન રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ઊભી થશે.
વરસાદના નક્ષત્ર 2026 અંગેની વીડિયો માહિતી નીચેની લીંકમાંથી તમે મેળવી શકશો.
મઘા નક્ષત્ર 2026: સૂર્ય ભગવાનનો મઘા નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 17-8-2026 ના રોજ સોમવારે થશે. મિત્રો મઘા નક્ષત્ર દરમ્યાન વાહનનું મોરનું રહેશે, તેથી રાજ્યના ઘણા વિસ્તારોમાં પવન સાથે સારા વરસાદના ચિત્રો જોવા મળશે.
પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર 2026: આદિ નારાયણ ભગવાનનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 30-8-2026 ના રોજ રવિવારે થશે. મિત્રો આ નક્ષત્ર સંજોગ્યું છે. નક્ષત્ર વાહન ગદર્ભનું છે. તેથી ઘણી જગ્યાએ અતિવૃષ્ટિની સંભાવના આ વર્ષે જોવા મળી રહી છે.
ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2026: સૂર્યનારાયણ ભગવાનનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 13-9-2026 ના રોજ રવિવારે થશે. નક્ષત્રનું વાહન દેડકાનું હોવાથી આ નક્ષત્ર દરમિયાન છુટા છવાયા વરસાદની સંભાવના રહેશે.
હસ્ત નક્ષત્ર 2026: આદિ નારાયણ ભગવાનનો હાથીયો નક્ષત્ર 2026 માં શુભ પ્રવેશ Dt: 27-9-2026 ના રોજ રવિવારે થશે. હાથી નક્ષત્રનું વાહન ઉંદરનું છે. હાથીયો નક્ષત્ર 2026 એટલે કે હસ્ત નક્ષત્ર સંજોગીયું હોવાથી આ વર્ષે હાથીયા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે, અને પાણીની સમસ્યા પણ દૂર થશે.
ચિત્રા નક્ષત્ર 2026: સૂર્યનારાયણ ભગવાનનો ચિત્રા નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 10-10-2026 ના રોજ શનિવારે થશે. નક્ષત્રનું વાહન હાથીનું છે, તેથી ચિત્રા નક્ષત્રના દિવસો દરમિયાન પણ સારા વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
સ્વાતિ નક્ષત્ર 2026: આદિ નારાયણ ભગવાનનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ Dt: 24-10 -2026 ના રોજ શનિવારે થશે. નક્ષત્રનું વાહન દેડકાનું છે આ વર્ષે સ્વાતિ નક્ષત્ર સંજોગ્યું જોવા મળી રહ્યું હોવાથી ઘણી જગ્યાએ ભારે માવઠાની સંભાવના ઉભી થશે અને ચોમાસું ઋતુ વિદાય લેતી જણાશે.
Disclaimer: મિત્રો ઉપર જણાવવામાં આવેલી વરસાદના નક્ષત્ર 2026 અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. વરસાદના નક્ષત્ર 2026 અંગેની ઉપર દર્શાવવામાં આવેલી તમામ માહિતી એ વિક્રમ સવંત 2082 ના પંચાંગમાંથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.