વૈશાખ મહિનો એટલે આવનારું ચોમાસું કેવું રહે? એ અંગેનું એક અનુમાન લગાવવાનું બ્રહ્માસ્ત્ર ગણી શકાય. મિત્રો વૈશાખ મહિનાના ભડલી વાક્યો મુજબ વૈશાખ મહિનામાં ખાસ અવલોકન કરવું જેથી આવનારા ચોમાસા અંગેની સ્થતીનું ચિત્ર સ્પષ્ટ બનશે.
પ્રથમ વૈશાખ મહિનાના અંજવાળિયા પક્ષ અંગેનો વિચાર કરીએ તો, વૈશાખ મહિનાના ભડલી વાક્યો મુજબ વૈશાખ સુદ એકમે જો વાદળ વીજળી અથવા તો કમોસમી વરસાદ થાય તો, સર્વ પ્રકારના ધાન્યો ખૂબ જ પાકે વર્ષ ખૂબ જ શુભકારી નીવડે.
અખાત્રીજના દિવસનું ખાસ અવલોકન કરવું. જોકે અખાત્રીજના પવન અંગેનું અનુમાન કે રીતે લગાવવું એ અંગેની વાત આપણે કોઈ નવી પોસ્ટમાં કરશું.
પરંતુ ભડલી વાક્ય મુજબ અખાત્રીજના દિવસના એક બીજા વિધાનની વાત કરીએ તો, અખાત્રીજે ગુરુવાર અને રોહિણી નક્ષત્ર હોય તો, ચોમાસામાં ભરપૂર અન્ન પાકે એવો વરસાદ થાય.
ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંગેની વિશેષ માહિતી અહીંથી મેળવી લેવી.
વૈશાખ મહિનાના ભડલી વાક્યો મુજબ વૈશાખ મહિનાની અંજવાળી ત્રીજના દિવસે રોહિણી નક્ષત્ર ન હોય? પોષ માસની અમાસે મૂળ નક્ષત્ર ન હોય, શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધને વરસાદના છાંટા ન હોય, કારક મહિનાની પૂનમે કૃતિકા નક્ષત્રની હાજરી ન હોય, અને મહા મહિનામાં વીજળી પડે તો, તે વર્ષનો વરસાદ લગભગ નિષ્ફળ જાય છે.
મિત્રો દરેક વર્ષે વૈશાખ મહિનામાં ઉપર આપેલા ભડલી વાક્યો અંગેનું ખાસ અવલોકન કરવું. જેથી આવનારું ચોમાસું. કેવું રહેશે? એ અંગેનું એક અનુમાન લગાવી શકાય.
Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલી વૈશાખ મહિનાના ભડલી વાક્ય અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટ ની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી વિવિધ લોકવાયકા તેમજ ભડલી વાક્ય સ્ત્રોતમાંથી લેવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.