Vadodaraનું હવામાન – વાતાવરણમાં મોટા ફેરફારની શક્યતા વરસાદની આગાહી

આ વર્ષે ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગયા વર્ષની સરખામણીએ વધુ પડતા દક્ષિણમાંથી પસાર થઈ રહ્યા નથી. પરંતુ આવનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનના ભાગમાંથી પસાર થાય જેની અસર રૂપે ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આજની આ પોસ્ટમાં Vadodaraનું હવામાન આવનારા દિવસોમાં કેવું રહેશે? એ અંગેની વાત કરશું.

આવનારી તારીખ 2 થી 4 દરમિયાન ગુજરાત રાજ્યનું હવામાન અસ્થિર બનશે જેની અસર પડે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. Vadodaraનું હવામાન કેવું રહેશે? એ અંગેની વાત કરીએ તો, આવનારી 3 અને 4 તારીખ દરમિયાન શહેર તથા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

હવામાન મોડલના ચિત્રો અંગેની વાત કરીએ તો, હાલ વરસાદની સંભાવના અંગેની પરિસ્થિતિનું અનુમાન યુરોપિયન મોડલમાં જોવા મળી રહ્યું છે. જોકે ગ્લોબલ મોડલમાં યુરોપિયન મોડલ જેટલી સંભાવના હાલ જોવા મળી રહી નથી. પરંતુ હજી આ લાંબા ગાળાનું અનુમાન હોવાથી બંને મોડલની દરેક અપડેટમાં અલગ અલગ ચિત્રો જોવા મળશે.

Vadodaraનું હવામાન આવનારા દિવસોમાં કેવું રહેશે એ અંગેની દરેક અપડેટ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી અપડેટ કરતા રહેશું. સાથે સાથે હવામાનના ચિત્રો આધારીત હવામાનની લેટેસ્ટ ઇન્ફોર્મેશન નિયમિત મેળવવા માટે આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની માહિતી તમે અહીંથી પણ મેળવી શકશો.

આવનારી તારીખ 1 થી ઉત્તર ભારતમાં પસાર થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલી હદે દક્ષિણમાંથી પસાર થશે? તેના પર રાજ્યમાં વરસાદની સંભાવના કેટલી વધુ રહેશે? એ અંગેની સ્થિતિ સ્પષ્ટ બનશે. જેમ જેમ દિવસો નજીક આવતા જશે, તેમ તેમ ચિત્ર સ્પષ્ટ બનતું જશે. આ અંગેની દરેક અપડેટ અમે અહીં આપતા રહીશું, તો અમારી સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!