આવતીકાલનું હવામાન કેવું રહેશે

મિત્રો ગુજરાત રાજ્યમાં ચોમાસું પોતાની અંતિમ કક્ષામાંથી પસાર થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં જાણો આવતીકાલનું હવામાન ગુજરાતમાં કેવું રહેશે એ અંગેની માહિતી વેધર મોડલના ચિત્રોમાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, એ અંગેની હવામાન અપડેટ આ પોસ્ટમાંથી મેળવશું.

આવતીકાલનું હવામાન 2024

આવતીકાલનું હવામાન 2024 અંગેનું વિશ્લેષણ કરીએ તો, હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા બે દિવસથી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છનું હવામાન સુકુ જોવા મળી રહ્યું છે. કેમકે અપર લેવલે ભેજની માત્રામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને અનુસંધાને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં વરસાદની માત્રામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તો આવનારા દિવસોમાં પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળે એવા ચિત્રો હવામાનના મોડલમાં દર્શાઈ રહ્યા નથી.

આવતીકાલનું હવામાન ગુજરાત

બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની અસરથી ગુજરાત રિજીયનમાં આવનારા દિવસોમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ તો એકાદ બે સ્થળે ભારે વરસાદની સંભાવના 18 સપ્ટેમ્બર સુધીના દિવસોમાં જોવા મળશે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટીનું જોર વધુ જોવા મળશે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ આણંદ ખેડા આ વિસ્તારોમાં કોઈ કોઈ સ્થળે હળવાથી મધ્યમની શક્યતા નકારી શકાતી નથી.

હવામાન આગાહી

મિત્રો ગુજરાત રાજ્યની હવામાન આગાહી અંગેના આવનારા દિવસોના ચિત્રોનું વિશ્લેષણ કરીએ તો, 18 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે. જ્યારે ગુજરાત રીજીયન માં વરસાદની એક્ટિવિટી મધ્યમ ચાલુ રહેશે. જ્યારે 20 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બને એવા સમીકરણો ગ્લોબલ મોડલમાં જણાઈ રહ્યા છે.

મુખ્યત્વે છેલ્લા બે દિવસથી જે હવામાનના ચિત્રોમાં હવામાન આગાહી અંગેના જે ચિત્રો જોવા મળી રહ્યા છે, એ મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીની એક મજબૂત સિસ્ટમ ગુજરાતને અસર કરે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે. છતાં પણ આ એક હજી લાંબા ગાળાનું તારણ હોવાથી આમાં ફેરફાર પણ જોવા મળી શકે.

જાણો આવતીકાલનું હવામાન કેવું રહેશે

આવનારા દિવસોનો ટૂંકમાં સારાંશ મેળવીએ તો, 10 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દિવસો દરમિયાન આવતીકાલનું હવામાન કેવું રહેશે? એ અંગેની માહિતી ટૂંકમાં મેળવીએ તો, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદનું જોર ઓછું જોવા મળશે. છતાં પણ બપોર બાદ આ વિસ્તારોમાં કોઈ કોઈ સ્થળે થંડર સ્ટ્રોંમ એક્ટિવિટીની સંભાવના જોવા મળશે.

તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના આ દિવસો દરમિયાન જોવા મળશે. મિત્રો આવતીકાલનું હવામાન સંબંધિત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જેમાં પંચમહાલ, અરવલ્લી, છોટા ઉદેપુર આ વિસ્તારોમાં કોઈ કોઈ સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ઊભી થશે.

error: Content is protected !!