ઠંડી નુ હવામાન ફરીથી જામશે : હવામાનમાં મોટો યુ ટર્ન

મિત્રો આવનારા દિવસોમાં હવામાનની વિપરીત પરિસ્થિતિના સમીકરણો જોવા મળશે. આવનારા દિવસોમાં ફરીથી શિયાળાની અનુભૂતિ થાય એવા દિવસોનું આગમન થશે. ટૂંકમાં આવનારા દિવસોમાં ઠંડી નુ હવામાન ફરીથી જામશે. કેમકે હવામાનમાં મોટો યુ ટર્ન આવતા દિવસોમાં જોવા મળી રહ્યો છે.

મિત્રો આપણે અગાઉ જણાવ્યા મુજબ ઝાકળ વર્ષાનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. ઘણા વિસ્તારોમાં ઝાકળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો ઝાકળ વર્ષાના રાઉન્ડ બાદ રાજ્યનું હવામાન ફરીથી ઠંડુગા૨ બની શકે છે. કેમકે 22 ફેબ્રુઆરીના દિવસો બાદ ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડી નુ હવામાન ફરીથી જમાવટ કરશે.

આવનારા દિવસોના હવામાનની પરિસ્થિતિ અંગે આ પોસ્ટના માધ્યમથી વિસ્તારથી અપડેટ મેળવશું. કેમકે મિત્રો આવનારા એક અઠવાડિયાના દિવસો દરમિયાન રાજ્યના હવામાનમાં મોટા ફેર બદલાવ જોવા મળી રહ્યા છે. ઝાકળ વર્ષા ત્યારબાદ ગરમીનો માહોલ અને ત્યારબાદ ઠંડી નુ હવામાન ફરીથી ઊભું થઈ શકે છે. એ અંગેની વિશેષ અપડેટ આ પોસ્ટના માધ્યમથી મેળવશું.

ઠંડીનો રાઉન્ડ

વર્ષ 2024 ના શિયાળા દરમિયાન ઠંડી નુ હવામાન જેવી જમાવટ કરવું જોઈએ તેવું ઠંડી નુ હવામાન રાજ્યમાં જોવા મળ્યું નથી. જેનું મુખ્ય કારણ આ વર્ષે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ વરસાદનું જોર ખૂબ જ નબળું રહ્યું હતું. આ પરિસ્થિતિ મુજબ વર્ષ 2024 ના શિયાળા દરમિયાન રાજ્યમાં ઠંડી નુ હવામાન જમાવટ કરી શક્યું ન હતું.

2024 ના શિયાળાના દિવસો દરમિયાન આ વર્ષે નોનો ઇન્ડેક્ષ અલ નીનો તરફી પોઝિટિવ રહેવાથી આ વર્ષે શિયાળો કંઈક અંશે નબળો રહ્યો. તો હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. આવા તબક્કે ફરીથી આવનારા દિવસોમાં ઠંડી નુ હવામાન ફરીથી ગુજરાત રાજ્યને અસર કરી શકે છે. જે અંગેની વાત થોડીક વિસ્તારથી કરીએ.

મિત્રો આગળ વાત કરી હતી એ મુજબ રાજ્યમાં 19 ફેબ્રુઆરીથી ઝાકળ વરસાદનો રાઉન્ડ શરૂ થશે. જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ગાઢ ઝાકળનો માહોલ જોવા મળી શકે છે. આ અંગેની વિસ્તારથી માહિતી આપણે આગળની પોસ્ટમાં રજૂ કરી છે.

મિત્રો તાપમાન અંગેની વાત કરીએ તો, રાજ્યનું તાપમાન 17 ફેબ્રુઆરીથી જ ધીરે ધીરે ઊંચું જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરીના દિવસો વચ્ચે રાજ્યના તાપમાનમાં એક મોટો ઉછાળો જોવા મળશે. જે નોર્મલ તાપમાન 16 ફેબ્રુઆરી પહેલા જોવા મળતું હતું, તેમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો આ દિવસો દરમિયાન જોવા મળી શકે છે.

ઠંડી નુ હવામાન

19 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરીના દિવસો વચ્ચે ઝાકળનો માહોલ પણ સર્જાવાથી આ દિવસો દરમિયાન રાત્રીનું તાપમાન નોર્મલથી થોડું નીચું જોવા મળી શકે. એટલે કે રાત્રિના સમયગાળા દરમિયાન આ દિવસોમાં ઠંડી નુ હવામાન રીતસર અનુભવાશે. જોકે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફરક આ દિવસો દરમિયાન 10 થી 12 ડિગ્રીનો જોવા મળશે.

મિત્રો 20 ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ભારત લાગુ જમ્મુ કાશ્મીરના ભાગો લાગુ હિમાલયની તળેટીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે. મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું તીવ્ર હશે કે, 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભારે બરફ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે. આ પરિસ્થિતિને અનુસંધાને ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી નુ હવામાન ફરીથી જોવા મળશે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો, મિત્રો ગુજરાત રાજ્યમાં 22 ફેબ્રુઆરી બાદ ઠંડી નુ હવામાન ફરીથી અસર કર્તા બનશે. 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન તાપમાન 3 થી 6 ડિગ્રી જેટલું નીચું જોવા મળશે. એટલે રીતસર ફરીથી ઠંડી નુ હવામાન અનુભવાશે. ટૂંકમાં એક નાનો ઠંડીનો રાઉન્ડ ફરીથી રાજ્યમાં જોવા મળી શકે.

રાજ્યમાં ઠંડીનું હવામાન

ઉત્તર ભારતમાં થતી હિમ વરસાદના પગલે ઉત્તર ભારતના ઠંડા પવનો ગુજરાત રાજ્યને અસર કર્તા બનશે. ટૂંકમાં 22 ફેબ્રુઆરી બાદથી જે પશ્ચિમના પવનો રાજ્યમાં ફુકાતા જોવા મળશે, તે ડિરેક્શન નોર્થ ઇસ્ટનું બનશે. જેને હિસાબે ઉત્તર ભારતમાં થતી હિમ વરસાદનો સીધો પ્રભાવ ગુજરાત રાજ્યને અસર કરી ને રાજ્યમાં ઠંડી નુ હવામાન અનુભવાશે.

આ દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં પવનની ગતિમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના દિવસો દરમિયાન પવનોની રફતાર 15 km થી લઈ અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે. આ ઠંડા પવનો ને હિસાબે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળશે. તેને અનુસંધાને ઠંડી નુ હવામાન ફરીથી ગુજરાતમાં એક વખત આગમન કરશે.

28 ફેબ્રુઆરી બાદ ઠંડી નુ હવામાન ક્રમશ ફરીથી ઘટવા લાગશે. તાપમાનનો પારો ધીરે ધીરે ફરીથી રાજ્યમાં ઊંચો આવતો જોવા મળશે. ટૂંકમાં 28 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઉછાળો જોવા મળશે. અને ફરીથી ગરમીના માહોલનો અહેસાસ રાજ્યના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે. આમ ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં એક ઠંડીનો મીની રાઉન્ડ રાજ્યમાં જોવા મળી શકે છે.

હવામાનમાં બદલાવ

મિત્રો ફેબ્રુઆરી મહિનાનું એક પ્રેડીક્શન જોઈએ તો, ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના કોઈપણ વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના ખુબ જ ઓછી જોવા મળી રહી છે. ટૂંકમાં 20 ફેબ્રુઆરી બાદ ઠંડી ત્યારબાદ ગરમી આમ બે ઋતુનો અનુભવ ફેબ્રુઆરીના અંતિમ 10 દિવસોમાં થશે.

આ વર્ષે ઉનાળામાં High ટેમ્પરેચર જોવા મળી શકે છે. કેમકે છેલ્લા ઘણા વર્ષોમાં નોર્મલ તાપમાન જે ઉનાળામાં જોવા મળતું હોય છે, એના કરતાં ઘણું ઊંચું તાપમાન દર વર્ષે જોવા મળી રહ્યું છે. તો માર્ચ મહિનાની શરૂઆત ભયંકર ગરમી સાથે થાય તો નવી વાત ગણાશે નહીં. કેમકે આ વર્ષનો ઉનાળો આકરો તેમજ લાંબો ચાલી શકે છે.

આવનારા દિવસોમાં જે ઠંડીનો નાનકડો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ લગભગ આ વર્ષનું ઠંડી નુ હવામાન રાજ્યમાં આ નાનકડા રાઉન્ડ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ ફરીથી કોઈ તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી શકે, એવું હાલ હવામાનના મોડેલની અપડેટમાં કોઈ એવા ચિત્રો જોવા મળી રહ્યા નથી.

ગુજરાતી મહિનાની વાત કરીએ તો, મિત્રો હવે ફાગણ મહિનાની શરૂઆત થશે. ફાગણ મહિનામાં મોટેભાગે ગરમીની શરૂઆત પણ શાનદાર રીતે થતી જોવા મળતી હોય છે. કેમ કે ફાગણ અને ચૈત્ર આ બંને મહિના દરમિયાન ગરમીનો પારો રાજ્યમાં ઊંચો જોવા મળતો હોય છે. ઉનાળાની ઋતુઓમાં આવતી વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુના દિવસો દરમિયાન રાજ્યનું તાપમાન ખૂબ જ ઊંચું જોવા મળતું હોય છે.

દેશી વિજ્ઞાનના પરિબળો જોઈએ તો, શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડી નુ હવામાન જમાવટ કરવું જોઈએ. ત્યારબાદ ઉનાળાના ચાર મહિના દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વિશેષ રૂપે જોવા મળે તો, આવનારા ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદના સંભાવના ખૂબ જ સારી જોવા મળે છે. આવી વાત પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.

અપવાદ રૂપ ઉનાળાની સિઝન દરમિયાન જ્યારે જ્યારે ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત રીતે પસાર થતા હોય છે. ત્યારે પણ ગુજરાત રાજ્યમાં ઉનાળા દરમિયાન પણ કમોસમી વરસાદની સંભાવના જણાતી હોય છે. જેનું મુખ્ય રીઝન ઉત્તર ભારતમાંથી પસાર થતા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પ્લસ પશ્ચિમના ભેજવાળા પવનોને અનુસંધાને રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના ઊભી કરતા હોય છે.

મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીની માહિતી ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીની માહિતી અને સાથે સાથે ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ સંબંધિત સંભાવના કેવી રહેશે? સાથે સાથે કયા વિસ્તારોમાં વરસાદની સિસ્ટમ વધુ અસર કરશે? એ સંબંધિત તમામ માહિતી Weather Tv વેબસાઈટ પરથી નિયમિત રીતે અપડેટ થાય છે. તો અમારી સાથે જોડાયેલા રહેજો.

error: Content is protected !!