હવામાન સમાચાર 2025 – ચોમાસા દરમિયાન વરસાદનું સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે? એ અંતર્ગત હવામાન સમાચાર પ્રમાણે ચોમાસું દિવસો દરમિયાન કયા વારે કેવી વરસાદની સંભાવના ઊભી થશે એ અંગેની મહત્વની વાત અહીં કરશું.
હવામાન સમાચાર 2025 મુજબ રવિવારે સવારે બફારાની સાથે પશ્ચિમ દિશાનો ધીમો ધીમો પવન ફૂંકાય અને બપોરે આકાશમાં તેતર પક્ષી જેવા રંગના વાદળોની હાજરી હોય તો, બપોર બાદ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ઊભી થાય.
સોમવારે સવારે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય અને ઈશાન દિશામાં વીજળી જો જોવા મળે તો, ગણતરીની જ સેકન્ડમાં ભારે વરસાદના યોગ ઊભા થાય છે.
મંગળવારના દિવસનું અનુમાન મેળવ્યે તો, હવામાન સમાચાર 2025 મુજબ મંગળવારની સવારથી જ તપ હોય બપોરે દક્ષિણ તેમજ અગ્નિ ખૂણાનો પવન જોવા મળે તો, મંગળવારે રાત્રે વરસાદનું જોર ઉભું થાય છે.
બુધવારના દિવસનું ખાસ અવલોકન કરવું. જો મંગળવારની રાત્રે તારા દેખાતા હોય અને બુધવારે સવારે પશ્ચિમનો પવન જોવા મળે, તેજ દિવસે સાંજે ઉત્તરનો પવન ફૂંકાય તો, એક નાનકડી વાદળી પણ ચાર મહિનાનું પાણી આપે આવા યોગનું નિર્માણ થાય.
ચોમાસું દિવસો દરમિયાન હવામાન સમાચાર 2025 મુજબ ગુરુવારે જો સવારથી સાંજ સુધી એક જ દિશાનો પવન ફૂંકાય, તો મધરાતે વરસાદ આવે. ગુરુવારના દિવસે વરસાદી વાતાવરણમાં સાંજે જો ઝાડ પર બેઠેલી કોયલ બોલે તો, સૂર્યોદય પહેલા જ વરસાદની ભારે સંભાવના ઊભી થાય છે.
હવામાન સમાચાર 2025 મુજબ જો ચોમાસામાં શુક્રવારે સવારે ખૂબ જ સૂર્યપ્રકાશીત વાળું હવામાન હોય અને પવનનું જ જોર ખૂબ જ ઓછું જોવા મળે તથા દક્ષિણ દિશામાં સફેદ રંગના વાદળની હાજરી દર્શાય તો, શુક્રવારે બપોરે વરસાદ થશે આ વાત લખી લેવી.
મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન શનિવારે જો ચારે દિશામાંથી પવન ફૂંકાતો જોવા મળે અને સાથે સાથે ધૂળની ડમરી ઉડે અને સાંજે જો ઉત્તરનો પવન થઈ જાય તો, શનિવારની મધરાત પહેલા ભારે વરસાદના યોગ ઊભા થાય.
ખાસ નોંધ: ચોમાસું દિવસો દરમિયાન વરસાદનું સાપ્તાહિક ભવિષ્યની વાત ઉપર જે રજૂ કરવામાં આવી છે, એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ ભડલી વાક્યો તેમજ પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જે લોકવાયકા જોવા મળી રહી છે, એ માહિતીનો ઉલ્લેખ આ પોસ્ટમાં કરવામાં આવ્યો છે.