મોટેભાગે રોહિણી નક્ષત્ર 24 અથવા તો 25 મેની આજુબાજુ બેસતું હોય છે. કેમકે રોણ નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસું બેસવાની એક્ટિવિટી સક્રિય બનતી હોય છે. રોહિણી નક્ષત્રને આપણે રોણ તરીકે પણ ઓળખીએ છીએ. આજની આ પોસ્ટમાં રોહિણી નક્ષત્ર 2025 ક્યારે બેસે? એ અંગેની વાત કરશું.
વર્ષ 2025 દરમિયાન રોણ નક્ષત્ર 25 મેના રોજ બેસશે. સૂર્યનારાયણ ભગવાનનો રોહિણી નક્ષત્રમાં વિધિવત પ્રવેશ Dt: 25-5-2025 ના રોજ એટલે કે વૈશાખ વદ તેરસના રવિવારે 9:34 મિનિટે થશે.
મિત્રો રોણ નક્ષત્ર 14 દિવસનું હોય છે. આ 14 દિવસના 4 ભાગ પાડવા. ભડલી વાક્યો પ્રમાણે રોણ નક્ષત્રના પ્રથમ ભાગમાં જો વરસાદ થાય તો, તે વર્ષે પાણીનો અભાવ રહે.
રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં જો વરસાદ થાય તો, 72 દિવસ સુધી વરસાદ ન પડે. જેને આપણે બહોતેરૂ પણ કરીએ છીએ. જો કે એક માન્યતા મુજબ 72 દિવસો પૈકીના છેલ્લા 12 દિવસોમાં ગાયના ઘાસ માટે વરસાદ થાય છે. જેથી 72 દિવસ પૈકીના 60 દિવસ વરસાદ વિહોણા જવાની સંભાવના વધુ રહે.
ત્રીજા ચરણમાં એટલે કે રોહિણી નક્ષત્રના ત્રીજા ભાગમાં જો વરસાદ થાય તો, તે વર્ષે ઘાસચારાનો અભાવ થાય. માટે ત્રીજા ચરણમાં થતા વરસાદને પણ સારો ગણવામાં આવતો નથી.
પરંતુ મિત્રો રોહિણી નક્ષત્રના ચોથા ચરણમાં થતા વરસાદને શુભ ગણવામાં આવે છે. એટલે કે હાનિકારક ગણવામાં આવતો નથી. ભડલી વાક્યો મુજબ રોણ નક્ષત્રના ચોથા ભાગમાં થતા વરસાદને સારો ગણવામાં આવે છે.
ટૂંકમાં રોહિણી નક્ષત્રના પ્રથમ ત્રણ ચરણ ખૂબ જ તપવા જોઈએ. આકાશ બને તેટલું સ્વચ્છ રહે તો આવનારા ચોમાસા માટે શુભ ગણવામાં આવે છે. રોણ નક્ષત્રના અંતિમ દિવસોમાં જો કમોસમી વરસાદ થાય તો, તે વરસાદને ખૂબ જ સારો માનવામાં આવે છે.
ખાસ નોંધ : ઉપર જણાવવામાં આવેલી રોણ નક્ષત્ર સંબંધિત વાત એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ ઉપર રજૂ કરવામાં આવેલી બધી જ માહિતી રોણ નક્ષત્રના ભડલી વાક્યો મુજબ રજૂ કરવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.