રાશિફળ 2025 – આજનું રાશિ ભવિષ્ય

રાશિફળ, આજનું રાશિ ભવિષ્ય, સાપ્તાહિક રાશિ ભવિષ્ય, આવતીકાલનું રાશિફળ, રાશિ ભવિષ્ય, રાશિ ભવિષ્ય 2025, આજ નુ રાશિફળ, Today Rashifal, Today Rashifal 2025, Aaj ka Rashifal, Kal ka rashifal, Gujarati Rashi.

રાશિ ભવિષ્ય 2025 મુજબ વિક્રમ સવંત 2081 ની સાલનું રાશિફળ 2025 નું પૂર્વ અનુમાન આ પોસ્ટમાં મેળવશું. વર્ષ વિક્રમ સવંત 2081 દરમિયાન દરેક રાશિમાં કેવા યોગનું નિર્માણ જોવા મળી રહ્યું છે? એ અંગેની મહત્વની વાત આ પોસ્ટમાં કરશું.

મેષ રાશિફળ 2025

મેષ રાશિના જાતકોએ વિક્રમ સવંત 2081 ના વર્ષમાં તંદુરસ્તીની બાબતે વાત કરીએ તો, જૂની બીમારી અંગેની સમય અંતરે ડોક્ટરની સલાહ યોગ્ય સમયે લેતી રહેવી. રાહુનું સ્થાન બારમે છે. આકસ્મિક ચિંતનથી મનનો ભાર રહેતો લાગશે. નાની-નાની બીમારીઓમાં જાતે દવા લેવાનું ટાળવું. જુની બીમારીમાં મંદગતિએ સુધારો જણાશે. પેટ તેમજ કમરને લગતા રોગો અંગે સાવચેતી રાખવી.

મેષ રાશિફળ વિક્રમ સવંત 2081 અંગે આર્થિક બાબતનો વિચાર કરીએ તો, બિનજરૂરી ખર્ચ ટાળવા. ધર્મ કાર્ય તેમજ માંગલિક કાર્ય પાછળ વિશેષ ખર્ચ રહેશે. ધનેશ આઠમાં સ્થાને આ વર્ષે રહેશે. જમીન મિલકતમાં બિનજરૂરી રોકાણ ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું. વર્ષના પુર્વાધમાં આકસ્મિક ખર્ચ આવી શકે છે. આવકના સ્ત્રોતોમાં ગણતરીના આંકડાઓ ઘણી વખત ઘટતા લાગશે. બિન અનુભવી ક્ષેત્રે નાણાનું રોકાણ ટાળવું.

વૃષભ રાશીફળ 2025

વિક્રમ સવંત 2081 ના વર્ષમાં વૃષભ રાશિના રાશિફળ અંગેની વાત કરીએ તો, તંદુરસ્તી બાબતે વર્ષારંભે વૃષભ રાશિમાં અષ્ટમેશ લાભેશ ગુરૂ રહેલ છે. જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. પારિવારિક તેમજ ધાર્મિક કાર્યો શક્ય બને. સામાજિક તેમજ માંગલિક કાર્યો પાછળ ખર્ચ રહે. ભૌતિક કાર્યમાં સફળતા મળતી લાગશે. બેઠાડું જીવન શૈલીથી વધતા વજનથી ચિંતીત બનો. તે માટે યોગ્ય મહેનત જરૂર રાખજો. ખાન પાનમાં સમય પાલન મુજબ ચીવટ રાખવી. જૂની બીમારી અંગે વર્ષનો ઉત્તરાર્ધ સારો રહેશે.

વૃષભ રાશીના જાતકો માટે આર્થિક બાબતની વાત કરીએ તો, રાહુ 11 મે છે. કારતક ગુરુની દ્રષ્ટિ ધનેશ ઉપર રહેલી છે. જેથી આર્થિક ક્ષેત્રે આ વર્ષે પ્રગતિકારક રહેશે. અટકાતા લાભો પ્રાપ્ત થતા આનંદમય બનશો. સંતાન પાછળ લાગતા ખર્ચથી ચિંતીત રહેશો. એપ્રિલ-મે દરમિયાન વધુ વળતર કે લોભ લાલચથી નાણાનો ખોટું રોકાણ ન થઈ જાય એ વાતની તકેદારી રાખવી.

મિથુન રાશિફળ 2025

વિક્રમ સવંત 2081 ની સાલની મિથુન રાશિના રાશિફળ અંગે તંદુરસ્તી અંગેનો વિચાર કરીએ તો, એકંદરે તંદુરસ્તી મધ્યમથી સારી રહેશે. ચામડીના રોગ જ્ઞાનતંતુના લગતા રોગો અંગે તકેદારી રાખવી. જૂની બીમારીઓ અંગે ડોક્ટરની સલાહ સમય મુજબ લેતી રહેવી. વર્ષના ઉર્તાધમાં કાર્યશક્તિ સારી રહેશે. કાર્યનું ફળ મળતા નાના નાના લાભો પ્રાપ્ત થતા આનંદમય બનશો. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન વડીલ વર્ગની તંદુરસ્તીના અનુસંધાને ચીંતીત રહેશો. એકંદરે વિક્રમ સવંત 2081 નું વર્ષ હકારાત્મક મનોવલણ કેળવતા સારું રહી શકે.

આર્થિક બાબતની વાત કરીએ તો, રાશિ કુંડળીના ધનસંગ્રહ સ્થાનમાં લાભેશ મંગળ રહેલો છે. ભાગ્ય શનિ સ્વગ્રહિ છે. જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. પારિવારિક આવક વૃદ્ધિ થતા હર્ષ પામશો. વર્ષના ઉતાર્ધમાં ગુરુની દ્રષ્ટિએ કેન્દ્ર ત્રિકોણના સ્થાન ઉપર રહેશે. જેથી ધર્મ યાત્રા વગેરે પાછળ ખર્ચ રહેતો લાગશે. આર્થિક ક્ષેત્રે યોગ્ય આયોજનથી નાણાકીય વ્યવહાર કરશો તો, બેંક બેલેન્સમાં વધારો કરી શકશો.

કર્ક રાશિફળ 2025

કર્ક રાશીના જાતકો માટે વિક્રમ સંવત 2081 ના વર્ષની તંદુરસ્તી અંગેની વાત કરીએ તો, અષ્ટમ ભાવમાં શનિ સ્વગ્રહી બને છે. જેથી તંદુરસ્તી એકંદરે આ વર્ષે સારી રહેશે. જૂની બીમારીઓમાં રાહત રહેતી લાગશે. રાહુ ભાગ્ય ભુવનમાં છે, તેથી આધ્યાત્મિક વૃત્તિ વિકસાવીને મનને શાંતિ પ્રાપ્ત કરવા પ્રયાણશીલ બનશો. સંતાનની તંદુરસ્તી અંગે જાગૃતતા કેળવણી પડશે.

કર્ક રાશીના જાતકો માટે આર્થિક બાબતની વાત કરીએ તો, શુક્ર ત્રિકોણમાં છે. ભૌતિક સુખોના સાધનો વસાવવાની ઈચ્છા પ્રબળ બનતી લાગશે. અહીં બિનજરૂરી ખરીદી ટાળવી. વધુ વળતર કે લોભ લાલચથી નાણાનું ખોટું રોકાણ ન થાય એ અંગેની તાકેદારી રાખવી. પ્રવાસ કે ખરીદીએ જતા નાણા અલગ અલગ જગ્યાએ રાખશો. આર્થિક આયોજનથી નાણાકીય વ્યવહાર કરશો તો, બેંક બેલેન્સમાં વધારો કરી શકશો.

સિંહ રાશીફળ 2025

સિંહ રાશીના જાતકો અંગે વિક્રમ સંવત 2081 ના સાલની તંદુરસ્તી અંગેની વિચાર કરીએ તો, ખાન પાનમાં વાસી પદાર્થ, અજાણ્યા પદાર્થો ખાવાનું ટાળવું. જૂની બીમારીમાં સમય અંતરે ડોક્ટરની સલાહ નિયમિત સમયે લેતી રહેવી. બેઠાડું જીવન શૈલીથી વધતા વચનથી ચિંતિત ન બનો એ માટે યોગ્ય પરિશ્રમ તેમજ કસરતને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આઠમે રાહુ છે. શનિની દ્રષ્ટિ કેન્દ્ર ત્રિકોણ પર છે. તેથી પ્રવાસ પર્યટનમાં તંદુરસ્તી બાબતે યોગ્ય તકેદારી રાખવી. એપ્રિલ બાદ ગળ્યા તેમજ ઠંડા પદાર્થોનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું.

આર્થિક બાબતનો વિચાર કરીએ તો, ભાગ્યશ મંગળ બારમે નીચનો છે. ધન સ્થાન પર ગુરુની દ્રષ્ટિ છે. તેથી આર્થિક ક્ષેત્રે વર્ષ મધ્યમથી સારું રહેશે. અટકાયેલા લાભો તેમજ જુના પ્રશ્નો અંગે અનુકૂળતા રહેતી લાગશે. સામાજીક તેમજ ધાર્મક પ્રસંગોમાં ખર્ચ ઉપર સંયમ જરૂરી બનશે. કરકસરથી નાણાં ખર્ચ કરશો તો બેંક બેલેન્સમાં વધારો પણ કરી શકશો. ગોચરના ગ્રહો તો આવક સામે જાવક દર્શાવે છે.

કન્યા રાશિફળ 2025

કન્યા રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2081 નો વર્ષ તંદુરસ્તી બાબતે કેવું રહેશે? એ અંગેની વાત કરીએ તો, રાશિ પતિ બુધ ત્રીજે રહેલો છે. તેથી જૂની બીમારી મંદગતિએ સુધરતી લાગશે. પેટને લગતા રોગો ગળાને લગતા રોગો અંગે સાવચેતી રાખવી જરૂરી છે. જુના વ્યસનો તજતા માનસિક રાહત સાથે હર્ષ અનુભવાશે. ફક્ત માનસિક શ્રમ કરતા હોય તેમના માટે મગજને આરામ અને શરીરને આરામ આપવું જરૂરી બનશે.

કન્યા રાશિના જાતકો માટે આર્થિક બાબતોનો વિચાર કરીએ તો, જૂની ઉઘરાણી કે અટકતા નાણાં મેળવવા અંગે બાંધછોડ કરવી પડશે. રાહુ સાતમે છે. જીવનસાથી કે સામાજિક બાબતો અંગે આકસ્મિક ખર્ચ ઉદ્ભવી શકે. વર્ષના પૂર્વાર્ધમાં સામાજિક કે માંગલિક કાર્યમાં દેખાડો ફરવાથી કરજદાર બની શકશો. યાત્રા પ્રવાસમાં ધાર્યા કરતા વધારે ખર્ચ થઈ શકે. જન્મના શુક્ર-બુધ બળવાન હશે તો, બેંક બેલેન્સમાં વધારો કરી શકશો.

તુલા રાશિફળ 2025

તુલા રાશીના જાતકો અંગે વિક્રમ સવંત 2081 ની સાલના તંદુરસ્તી અંગેની વિચાર કરીએ તો, આઠમે હર્ષલ અને ગુરુ રહેલા છે. જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. જૂની બીમારીમાં રાહત રહેતી લાગશે. ખાવા પીવા અંગે સંયમ જરૂરી બનશે. વધતા વજન અંગે તકેદારી રાખવી. જીવનસાથીના તંદુરસ્તીના પ્રશ્નો હળવા થતા લાગશે. રાશિ ઉપર મંગળની દ્રષ્ટિ છે. બિનજરૂરી ઉજાગરા ન કરવા. સમયનું મૂલ્ય સમજીને તેને બચાવવાની કોશિશ કરશો તો, નવા વર્ષમાં ડોક્ટરની મુલાકાતથી બચી શકશો.

આર્થિક બાબતો અંગે વિચાર કરીએ તો, વર્ષના આરંભમાં ધન સંગ્રહસ્થાનમાં બુધ-શુક્ર રહેલા છે. ગુરુની દ્રષ્ટિએ ધન સ્થાન ઉપર છે. જેથી આર્થિક ક્ષેત્રે સારું રહેશે. ધન મેળવવાની ઈચ્છા પ્રગટ થતી લાગશે. યોગકારક શનિ બળવાન છે. બિનજરૂરી આર્થિક વ્યવહારો ટાળવા. જૂની ઉઘરાણીમાં સમય અંતરે બાંધછોડ જરૂરી બનશે. જન્મકુંડળીનો બુધ-મંગળ બળવાન હશે તો, બચત સાથે ઋણમુક્ત થવાના યોગ ઉદભવી શકશે.

વૃશ્ચિક રાશિફળ 2025

વિક્રમ સવંત 2081 ના સાલમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે તંદુરસ્તીનો વિચાર કરીએ તો, રાશિ પતિ મંગળ ભાગ્ય ભવનમાં નીચભંગ બનીને રહેલો છે. જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં પડવા, લાગવા, અગ્નિ અથવા તો ઈલેક્ટ્રીક સાધનોની તકેદારી રાખવી. રાશિ ઉપર ગુરુની દ્રષ્ટિ છે. શરીરમાં વધતા વજન અંગે જાગૃતતા કેળવવી. જુના વ્યસનો તજતા વર્ષના ઉતાર્ધમાં બચત કરી શકશો. નવા વર્ષમાં કુદરતી આહાર સમય પાલન તથા યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેવાનું ગ્રહો સૂચવે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક બાબતોનો વિચાર કરીએ તો, ધનેશ ગુરુ સાતમે છે. અને ભાગ્યેશ ચંદ્ર બારમે છે. જેથી આર્થિક ક્ષેત્રે મધ્યમ રહેશે. પરિવારના સભ્યોની ભૌતિક સુખ સગવડતાના સાધનોથી ખરીદી પાછળ વિશેષ ખર્ચ રહેતો લાગશે. જન્મના ગ્રહો સૂચક હશે તો, વપરાયેલી બચત તમારા ખાતામાં પુનઃ જમા કરી શકશો.

ધન રાશીફળ 2025

ધન રાશીના જાતકો માટે વિક્રમ સંવત 2081 ની સાલના તંદુરસ્તી અંગેનો વિચાર કરીએ તો, રાશિ પતિ છઠ્ઠે છે. જેથી તંદુરસ્તીની તકેદારી ઇચ્છનીય બનશે. વધતા વજન અંગે જાગૃતતા કેળવવી પડશે. ખાન પાનમાં તીખા ગરમ મસાલા તેમજ વાસી ખોરાકો લેવાનું ટાળવું. પ્રવાસમાં જરૂરી દવાઓ જરૂરથી રાખવી. ધન પ્રાપ્તિની દોટમાં તંદુરસ્તી ન બગડે તે વાતનું ખાસ ધ્યાન રાખવું. નવા વર્ષમાં કુદરતી આહાર સમય પાલન તેમજ યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેવાનું ગ્રહો સૂચવે છે.

ધન રાશીના જાતકો માટે આર્થિક બાબતોનો વિચાર કરીએ તો, ધન સ્થાન ઉપર ધનનો કારક ગ્રહ ગુરુની દ્રષ્ટિ છે. જેથી આર્થિક રીતે સારું રહે. અટવાયેલા નાણા કે ઉઘરાણી અંગે બાંધછોડ કરવી જરૂરી બનશે. 29 માર્ચથી નાની પનોતીનો પ્રારંભ થશે. વધુ ધન મેળવવા શરીર પર વધુ બોજ નાખવો નહીં. જો જન્મના સૂર્ય-શનિ બળવાન હશે તો, બચતનો આંક વધારી શકશો. ગોચરના ગ્રહો તો આવક સામે જાવક દર્શાવે છે.

મકર રાશિફળ 2025

વિક્રમ સવંત 2081 ની સાલના મકર રાશીના જાતકો માટે તંદુરસ્તીનો વિચાર કરીએ તો, રાશિ ઉપર ગુરુ ગ્રહની દ્રષ્ટિ છે. જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. આળસવૃતિ ઘટતા કાર્યબોજ હળવો થતો લાગશે. જૂની બીમારીમાં રાહત રહેશે. 18 મેથી રાહુ બીજે આવશે. વિવાદી કાર્યો નિવારીને મનોભારમાંથી મુક્ત રહી શકશો. ફક્ત માનસિક શ્રમ કરતા હોય એમના માટે મગજને આરામ અને શરીરને શ્રમ આપવો જરૂરી બનશે. નવા વર્ષમાં કુદરતી આહાર સમય પાલન તેમજ યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેવાનું ગ્રહો સૂચવે છે.

મકર રાશિના જાતકો માટે આર્થિક બાબતનો વિચાર કરીએ તો, લાભેશ મંગળની દ્રષ્ટિએ ધન સ્થાન ઉપર રહેલી છે. જેથી આર્થિક પ્રગતિ સારી રહેશે. આવક સામે ખર્ચ યોગ પણ વધતો લાગશે. અટવાયેલા નાણા મંદ ગતીએ પ્રાપ્ત થતા લાગશે. લાભ સ્થાનમાં શુભગ્રહો ગુરુની દ્રષ્ટિમાં છે. જેથી અટકતા લાભો પ્રાપ્ત કરતા રહેશો. આર્થિક ક્ષેત્રે કરકસર તેમજ આયોજન પૂર્વ કાર્ય કરશો તો, કર્જદાર બનવામાંથી મુક્ત રહી શકશો.

કુંભ રાશિફળ 2025

કુંભ રાશીના જાતકો માટે વર્ષ 2081 ના વર્ષનો વિચાર તંદુરસ્તી ક્ષેત્રે કરીએ તો, આઠમે કેતુ તથા રાશિપતિ સ્વગૃહી બનીને રહેલ છે. જેથી તંદુરસ્તી એકંદરે સારી રહેશે. શનિ મંદગ્રહ છે. જૂની બીમારીમાં મંદ ગતિએ રાહત રહેતી લાગશે. ધન સ્થાનમાં રાહુ છે. તંદુરસ્તીના પ્રશ્નો અંગે વિશેષ ખર્ચ કરશો. ખાન પાનમાં નિયમિતતા જરૂરી બનશે. નવા વર્ષમાં કુદરતી આહાર સમય પાલન યોગ્ય શ્રમથી સ્વસ્થ રહેવાનું સૂચવે છે.

કુંભ રાશીના જાતકો માટે આર્થિક બાબતનો વિચાર કરીએ તો, ધનેશ ગુરુ કેન્દ્રમાં છે. રાશિપતિ સ્વગૃહી છે. જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. અટકાયેલા નાણા ઉઘરાણી કે કર્મનું વિશેષ ફળ પ્રાપ્ત થતું લાગશે. ભાગ્ય સ્થાનમાં આમાવસ્યા યોગ છે. નિવૃત્તિની વયમર્યાદા નજીક હોય તેવા લોકોએ આર્થિક આયોજન કરવું હિતાવહ રહેશે. જન્મના ગ્રહો સૂચક હશે તો, વપરાયેલી બચત તમે તમારા ખાતામાં પુન: જમા કરાવી શકશો.

મીન રાશિફળ 2025

વિક્રમ સવંત 2081ના વર્ષમાં મીન રાશિના જાતકો માટે તંદુરસ્તીનો વિચાર કરીએ તો, રાશિ પતિ ગુરુ ત્રીજે શત્રુક્ષેત્રી છે. જેથી તંદુરસ્તી એકંદરે મધ્યમ રહેશે. રાશિમાં રાહુ છે. જૂની બીમારી અંગે ડોક્ટરની સલાહ જરૂરી બનશે. માર્ચ એપ્રિલ દરમિયાન વડીલ વર્ગની તંદુરસ્તીના પ્રશ્નોથી ખર્ચ ચિંતા રહે. સંતાન વિવાદ નિવારશો. નવમે ગુરુની દ્રષ્ટિ હોતા ધર્મ આધ્યામિકતા તેમજ શુભ કર્મ અંગે વિચારણામાં ગુરુ સહાયક બનશે.

મીન રાશિના જાતકો માટે આર્થિક બાબતનો વિચાર કરીએ તો, ગુરુની દ્રષ્ટિ ભાગ્ય તથા લાભ સ્થાન ઉપર છે. જેથી આર્થિક ક્ષેત્રે પ્રગતિ રહેશે. ધન મેળવવાની ઈચ્છા પ્રબળ થતી લાગશે. મિત્રો પાછળ ખર્ચ રહેશે. એપ્રિલ માસ બાદ ધર્મકાર્ય પાછળ ખર્ચ થતો લાગશે. ધર્મ પ્રાપ્તિની દોટમાં શારીરિક તંદુરસ્તી ન બગડે આ વાતનું ખાસ ખ્યાલ રાખવું. આર્થિક વિકાસ માટે દોડશો. ગતિ કેટલી હશે તે, જન્મનો મંગળ ગુરુ નક્કી કરાવશે.

disclaimer: મિત્રો ઉપર રજૂ કરવામાં આવેલી રાશિફળ 2025 અંગેની તમામ માહિતી એ વિક્રમ સવંત 2081ની સાલમાં જ્યોતિષશાસ્ત્રમાં જે યોગનું નિર્માણ થાય છે, એ વાતની માહિતી માત્ર અહીં દર્શાવવામાં આવી છે. ઉપર દર્શાવવામાં આવેલી વર્ષ રાશિફળ 2025 અંગેની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો. માટે ઉપરની માહિતીને લક્ષમાં લઈને કોઈ પણ ખાનગી નિર્ણય લેવો નહીં.

error: Content is protected !!