રાજકોટ શહેર તેમજ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. કયા કારણોસર આવનારા દિવસોમાં Rajkotનું હવામાન વરસાદી બનશે? એ અંગેની વાત કરીએ.
ઉત્તર ભારતમાંથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમની અસરથી ગુજરાત લાગુ રાજસ્થાનની આસપાસ મિડ લેવલે 5 મેથી એક સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થશે. જેને અનુસંધાને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જમાવટ કરશે.
રાજકોટ શહેર તેમજ જિલ્લાની વાત કરીએ તો, વરસાદનો મુખ્ય રાઉન્ડ 5 મેથી શરૂ થશે. જે 10 મે સુધી વધતા ઓછા પ્રમાણમાં શહેર તેમજ જિલ્લાના વિસ્તારોમાં જમાવટ કરશે.
Rajkotનું હવામાન અંગેની વિસ્તારથી વાત કરીએ તો, ઘણા વિસ્તારોમાં આ સમય દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. તો ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાનના મોડલોમાં જોવા મળી રહી છે.
વરસાદના મુખ્ય રાઉન્ડની વાત કરીએ તો 6 મેથી 9 મેના દિવસો દરમિયાન રાજકોટ શહેરમાં ભારે મેઘાવી માહોલ જોવા મળશે. હાલના હવામાન ના મોડલોની રૂપ રેખા મુજબ આ રાઉન્ડના મુખ્યો દિવસો દરમિયાન 3 થી 5 ઇંચ જેટલો વરસાદનો રાઉન્ડ રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિસ્તારોમાં જોવા મળી શકે.
હવામાન ના બંને મોડલ અંગેનું અનુમાન મેળવ્યે તો, ગ્લોબલ મોડલ તેમજ યુરોપિયન મોડલમાં ઉપર જણાવેલી તારીખો દરમ્યાન કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતની સાથે સાથે પૂર્વ ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં મેઘથ તાંડવ જોવા મળશે.
હાલના દિવસો દરમિયાન હવામાનમાં ગરમીનું વિશેષ પ્રમાણ રહેવાથી બપોર બાદ જે ગાજવીજ સાથે વરસાદ પડતો હોય તેમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળતો હોય છે. આવા તબક્કે ક્યારેક ક્યારેક ભારે પવન સાથે કરાનો વરસાદ પણ જોવા મળે છે.
5 મેથી 10 મેના દિવસો દરમિયાન સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તેમજ અરબસાગર પરથી ફુકાતા ભેજવાળા પવનનના અરસથી ચોમાસા જેવો માહોલ આ વરસાદના રાઉન્ડમાં જોવા મળશે.
ગાજ વિજ અને કડાકા ભડાકા સાથે આવનારા દિવસોમાં રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદના સમીકરણો જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતોએ પોતાના ખેતી કાર્યોમાં આયોજન પૂર્વક આગોતરા પગલા ભરવા.
Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલી રાજકોટ જિલ્લા અંતર્ગત ભારે વરસાદની આગાહી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી હવામાનના વિવિધ મોડલોમાં જોવા મળતા ચિત્રોને આધારે રજૂ કરવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી.