માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. આવનારા દિવસોમાં ગરમીનો માહોલ શરૂ થશે. સાથે સાથે નજીકના દિવસોમાં વરસાદની સંભાવના ગુજરાતમાં કેવી રહેશે એ અંગેની વિસ્તારથી માહિતી આ પોસ્ટના માધ્યમથી મેળવીએ.
મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વર્ષે એક પછી એક પસાર થઈ રહ્યા છે. પરંતુ મોટાભાગના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલા હોવાથી ગુજરાતમાં આ વર્ષે મોટા માવઠા રૂપી વરસાદનો સામનો કરવો પડ્યો નથી.
ઉનાળાની વાત કરીએ તો માર્ચ મહિનામાં ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. જોકે માર્ચનું પ્રથમ અઠવાડિયું ગુજરાતમાં ગુલાબી ઠંડી સાથે પસાર થયું. જે એક આશ્ચર્યજનક ઘટના ગણી શકાય. જો કે તેનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષાનું કારણ ગણી શકાય.
તો આવનારી 9 માર્ચથી ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થશે. જે 15 માર્ચ સુધીના દિવસો દરમિયાન ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ આંબી જશે.
વરસાદની શક્યતા અંગેની વાત કરીએ તો, મિત્રો વિવિધ હવામાનના મોડલ મુજબ આવનારી 20 માર્ચ સુધીના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યમાં કોઈ કમોસમી વરસાદનો રાઉન્ડ આવે એવી હાલ શક્યતા જોવા મળી રહી નથી.